SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો : CRPFના 3 જવાનો ઈજાગ્રસ્ત, બાઈક આવેલા આતંકવાદીઓએ કર્યો ગોળીબાર

જમ્મું કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે બાઈક સવાર અજ્ઞાત હુમલાખોરોએ CRPFના અખરાન કેમ્પ પર નાકા ડ્યુટી પર તૈનાત જવાનો પર ગોળીબાર કર્યો છે. જેમાં 3 જવાનો ઘાયલ થયા છે. દિવાળીના તહેવારોમાં આ હુમલાથી સુરક્ષાદળોએ મોરચો સંભાળી લીધો છે. ઈજાગ્રસ્ત જવાનોને અનંતનાગની હોસ્પિટમાં દાખલ કરાયા છે. એક જવાનના પગમાં, બીજાના હાથમાં અને ત્રીજા જવાનની પીઠમાં ગોળી વાગી છે.

Written By Viral Raval
Published: Nov 11, 2026, 05:24 PM IST | Updated: Nov 11, 2026, 06:23 PM IST
Image Credit: File Photo
Join

દિવાળીના તહેવારો સમયે દક્ષિણ કાશ્મીરના સૌથી સંવેદનશીલ વિસ્તાર કુલગામમાં CRPFના જવાનો પર હુમલો થયો છે. આ વિસ્તાર શ્રીનગરથી 70થી 75 કિલોમીટર દૂર છે. કુલગામ, અનંતનાગ અને શોપિયાંની જેમ આતંકવાદી ગતિવિધીઓ માટે ફેમસ છે. ઈજાગ્રસ્ત જવાનોની ઓળખ હેડ કોન્સ્ટેબલ સોમવીર અને કોન્સ્ટેબલ સંતાનો તથા રાકેશ દાસ તરીકે થઈ છે. ત્રણેય CRPFની 46મી બટાલિયનમાં તૈનાત છે.

ગુવાહાટી પાસે મોટી રેલ દુર્ઘટના! કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ઉતર્યા

આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ એલર્ટ જાહેર કરી આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ સાથે આતંકવાદીઓને શોધવા માટે હાલમાં સેનાના જવાનો આ વિસ્તારમાં ઓપરેશન સંભાળી રહ્યા છે. સવાલ એ છે કે ઘણા સમયની શાંતિ બાદ સુરક્ષાદળો પર હુમલો એ આતંકવાદીઓનો એક નવો સંકેત છે કે શું? અસમના રાકેશ દાસના પગમાં ગોળી વાગી છે અને બંગાળના સંતોષ ચંદુને પેટમાં ગોળી વાગી છે. જેમની હાલત ગંભીર છે. આ ઘટના બપોરના લગભગ સવા બે વાગ્યાની આસપાસ ઘટી છે.

શાંતિ બાદ અચાનક હુમલો કેમ?

જમ્મુ અને કાશ્મીરમાં ઘણા સમયથી શાંતિ જોવા મળી રહી હતી ત્યારે અચાનક સુરક્ષાદળો પર હુમલો કરીને આતંકીઓએ શું સંદેશ આપ્યો? આ અંગે ભારતીય સેનાના મેજર જનરલ (રિટાયર્ડ) એ કે સિવાચે આતંકવાદની બદલાતી પેટર્ન અને હુમલા માટે કુલગામને કેમ પસંદ કરવામાં આવ્યું તે અંગે મહત્વની વાતો જણાવી. તેમના જણાવ્યાં મુજબ રેકી કરીને CRPF જવાનો પર હુમલો કરાયો. અસલમાં આ આતંકી સ્થાનિક લોકોમાંથી આવે છે, તેમના કપડાં, પહેરવેશ, ભાષા બધુ સામાન્ય લોકો જેવું હોય છે. આવામાં તે લોકો હરતા ફરતા એવી જગ્યા શોધવાની કોશિશમાં હોય છે જ્યાં જવાનો પર હુમલા બાદ તરત તેઓ ત્યાંથી ભાગી શકે. આ  મામલો પણ કઈક એવો લાગી રહ્યો છે. પરંતુ તેઓ બચી શકશે નહીં.

પ્રણવ મુખર્જીને જોઈતી હતી PMની ખુરશી? સોનિયા ગાંધીએ આ રીતે સંભાળી હતી સ્થિતિ!

CRPF પર હુમલો કેમ?

તેના જવાબમાં તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ ખુબ સારું કામ કરે છે. ફોર્સના જવાનોને કોઈ પણ નુકસાન વગર આ વર્ષે અનેક આતંકીઓનો ખાતમો કર્યો છે. તેનાથી પાકિસ્તાન અને તેના પાળેલા આતંકી સંગઠનો ધૂંધવાયેલા છે. સુરક્ષાદળોની કડકાઈથી ઈચ્છા હોવા છતાં કશું કરી શકતા નથી. આવામાં પાકિસ્તાનની આઈએસઆઈની એવી કોશિશ હશે કે સીઆરપીએફના જવાનો પર હુમલો કરીને આતંકીઓનું મોરલ બૂસ્ટ કરાય.

કોનો હાથ હોઈ શકે

એ કે સિવાચે કહ્યું કે, કાશ્મીરમાં લતીફ ભટ નામના આતંકી પર 15 લાખનું ઈનામ છે. બની શકે કે તે કુલગામમાં સીઆરપીએફના હુમલામાં સામેલ હોય. જે રીતે આ હુમલાને અંજામ અપાયો તેના પરથી એવું લાગે છે કે ચોક્કસપણે તેને ઓવરગ્રાઉન્ડ વર્કર્સની પણ મદદ મળી હશે. પરંતુ આ ચાલશે નહીં. આગામી સમયમાં તમને જાણવા મળશે કે  તેમનો સફાયો થઈ ગયો. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES