SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બહાદુરીને સમ્માન...મૂળ ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરને ઈઝરાયલ આપશે વીરતા પુરસ્કાર

Smit Machchhar: ઈઝરાયેલી રાષ્ટ્રપતિ આઈજેક હર્જોગે ફ્લાઈદુબઈ ફ્લાઈટ 1073ને હાઈજેક કરવાનો પ્રયાસ રોકનાર મૂળ ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરે નાગરિક વીરતા પુરસ્કારવ આપવાની જાહેરાત કરી છે. મચ્છર હવે અબુ ધાબીમાં સ્વસ્થ થઈ રહ્યા છે.

Written By Kinjal Patel
Published: Oct 09, 2026, 10:52 AM IST | Updated: Oct 09, 2026, 10:58 AM IST
Join

Smit Machchhar: 30 સપ્ટેમ્બપ 2026ના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટને હાઈજેકથી બચાવનાર મૂળ ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરને ઈઝરાયેલ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનિત કરશે. ઈઝરાયેલી રાષ્ટ્રપતિ આઈજેક હર્જોગે ગુરુવારે આ ઘટના સાથે જોડાયેલા નાયકોને સમ્માનિત કર્યા. તેમણે જેરુસલેમમાં છ ઇઝરાયલી નાગરિકો તાલી માનેસ, ઝ્વિકા માનેસ, યાનિવ હાયુન, ડૉ. શોટા મુસાયેવ, અસફ રાજુઆન અને ઓર પાર્ડીલોવને રાષ્ટ્રપતિ નાગરિક શૌર્ય ચંદ્રક એનાયત કર્યો, જેમણે હુમલાખોરને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

હર્ઝોગે આ અવસરે ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરને પણ આ જ પુરસ્કાર આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે મચ્છરની હિંમત, બહાદુરીના કારણે મોટી દુર્ઘટના ટળી. મચ્છર સ્વસ્થ થયા પછી તેમને આ પુરસ્કાર પ્રાપ્ત થશે. હર્ઝોગે મચ્છરને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પણ પાઠવી હતી.

વિમાનમાં આશરે 174 મુસાફરો હતા, જેમાં મોટાભાગના ઇઝરાયલી નાગરિકો હતા. ઉડાન દરમિયાન કોકપીટમાં અચાનક હુમલો થયો. ઓમાનના સહ-પાયલોટ હમામ અલ-હમ્મામીએ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. તેનો હેતુ વિમાન પર કબજે કરવાનો અને તેને ક્રેશ કરવાનો હતો. જેના કારણે વિમાન ઝડપથી નીચે ઉતરવા લાગ્યું, થોડીક સેકન્ડોમાં હજારો ફૂટ ઊંચાઈ ગુમાવી દીધું. મુસાફરો ગભરાઈ ગયા, અને સ્થિતિ અત્યંત ખતરનાક બની ગઈ.

કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયો હતો. છતાં, તેઓ મક્કમ રહ્યા. ઘાયલ અવસ્થામાં પણ તેમણે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો અને મુસાફરોને અંદર પ્રવેશવાની મંજૂરી આપી. 6 ઇઝરાયલી નાગરિકોએ હુમલાખોર પર કાબુ મેળવ્યો હતો. બોર્ડમાં રહેલા અન્ય પાઇલટ્સની મદદથી સ્થિતિને કાબુમાં લાવવામાં આવી. વિમાન સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. આ ઘટનાની તપાસ આતંકવાદી હુમલાના પ્રયાસ તરીકે કરવામાં આવી રહી છે. મચ્છરની બહાદુરી અને વ્યાવસાયિક કુશળતાએ સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા.

કેપ્ટન સ્મિત મચ્છર હાલમાં અબુ ધાબીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે તેમના સુધારાની પુષ્ટિ કરી છે. આ ઘટના બાદ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત અનેક નેતાઓએ મચ્છરને હીરો ગણાવ્યા હતા. આ ભારત અને ઇઝરાયલ વચ્ચેના મજબૂત સંબંધોનું બીજું ઉદાહરણ બની ગયું છે. આ સન્માન ફક્ત એક વ્યક્તિનું નથી, પરંતુ વિમાનને બચાવવા માટે સાથે મળીને કામ કરનારા બધાનું છે. મચ્છરની બહાદુરી વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. દરેક વ્યક્તિ તેમના સ્વસ્થ થવાની અને સન્માન સમારોહની રાહ જોઈ રહ્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES