મૂડી કરતાં વ્યાજ પણ વ્હાલું સંબંધો પર કલંક: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતાર્યા, હત્યાનું કારણ છે ભયાનક
Indore Crime News : કહેવાય છે કે લોહીના સંબંધો સૌથી પવિત્ર હોય છે અને 'મૂડી કરતાં વ્યાજ વ્હાલું' એટલે કે દાદા-દાદીને પોતાના પૌત્ર-પૌત્રીઓ પ્રાણથી પણ વધુ વ્હાલા હોય છે પરંતુ મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક એવી હચમચાવી દેતી અને રુંવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે, જેણે આ સુંદર સંબંધોના પાયા હલાવી દીધા છે. શું બની ઘટના આવો જોઈએ આ અહેવાલમાં...
Madhya Pradesh News : ગુનાખોરીની દુનિયામાંથી અવારનવાર દિલ ધ્રુજાવી દેતા કિસ્સાઓ સામે આવતા રહે છે, પણ મધ્યપ્રદેશના ઈન્દોરમાં જે બન્યું તેણે લોહીના સંબંધોને કલંકિત કરી દીધા છે. એરોડ્રમ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્કીમ નંબર-155માં એક નિવૃત્ત એસએએફ જવાનની તેમના જ ઘરમાં કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવે છે. હત્યા કરનાર બીજું કોઈ નહીં, પણ તેમની સગી 20 વર્ષની પૌત્રી મહાલક્ષ્મી છે, જે કૉલેજમાં અભ્યાસ કરે છે...
- 'ખરાબ નજર'નો ખૌફનાક અંજામ
- પૌત્રીએ દાદાને ઉતાર્યા મોતને ઘાટ
- ક્રિકેટ બેટથી માથામાં ઘા...દાદાનું મોત
શનિવારની એ કાળી રાત્રે, મહાલક્ષ્મી પોતાની બુલેટ મોટરસાયકલ પર સવાર થઈને દાદા-દાદીના ઘરે પહોંચી. કોઈને અંદાજ પણ નહોતો કે સામાન્ય દેખાતી આ મુલાકાત થોડી જ વારમાં લોહીયાળ ખેલમાં ફેરવાઈ જશે. મધરાતે દાદા અને પૌત્રી વચ્ચે કોઈ જૂની બાબતને લઈને જોરદાર બોલાચાલી થઈ. વિવાદ એટલો વધી ગયો કે યુવતીએ ઘરમાં પડેલું ક્રિકેટ બેટ ઉઠાવી લીધું અને પોતાના જ દાદા પર તૂટી પડી.
- ખરાબ નજરનો ખૌફનાક અંજામ
- દાદાની કરતૂતનો લોહિયાળ અંત
- પૌત્રી બની દાદાની કાતિલ
- બેટના ઘા, દાદાનો અંત
- ખૌફ, આરોપ અને હત્યા
યુવતીએ ગુસ્સામાં અંધ બનીને 75 વર્ષના વૃદ્ધ દાદાના માથા અને શરીરના અન્ય ભાગો પર બેટથી ઉપરાઉપરી ઘા ઝીંક્યા. વૃદ્ધ દાદા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા. ચીસાચીસ થતાં જ પરિવારજનો તેમને તાત્કાલિક અરવિંદો હોસ્પિટલ લઈ ગયા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.
બદનામીના ડરથી ચૂપ રહી
પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી, અસલી સસ્પેન્સ તો પોલીસ પૂછપરછમાં ખુલ્યું. જ્યારે પોલીસે પૌત્રીની અટકાયત કરીને પૂછપરછ કરી, ત્યારે તેણે જે ખુલાસો કર્યો તેનાથી સનસનાટી મચી ગઈ. પૌત્રીએ રડતા રડતા આક્ષેપ કર્યો કે તેના સગા દાદા લાંબા સમયથી તેના પર ખરાબ નજર રાખતા હતા અને ઘણી વખત અશ્લીલ હરકતો કરી ચૂક્યા હતા. લોકલાજ અને પરિવારની બદનામીના ડરથી તે અત્યાર સુધી ચૂપ રહી, પણ જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો અને પાણી માથા પરથી પસાર થઈ ગયું, ત્યારે તેણે આ ખૌફનાક પગલું ભર્યું.
સનસનીખેજ મર્ડર મિસ્ટ્રીમાં થઈ શકે છે મોટા ખુલાસા
હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પૌત્રીએ દાદા પર લગાવેલા ગંભીર આરોપો સાચા છે કે કેમ, તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. હત્યા પાછળનું સાચું રહસ્ય અને યુવતીની માનસિક સ્થિતિ જાણવા માટે પોલીસ હવે સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક રીતે પણ યુવતીની પૂછપરછ કરી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ સનસનીખેજ મર્ડર મિસ્ટ્રીમાંથી વધુ કેવા ચોંકાવનારા ખુલાસા બહાર આવે છે.
આપણા સમાજમાં એક બહુ જાણીતી કહેવત છે કે, 'મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું હોય છે.' એટલે કે, પિતા કરતાં પૌત્ર-પૌત્રીઓ દાદાને વધુ વ્હાલા હોય છે પરંતુ મધ્યપ્રદેશના ઈન્દોરની આ ઘટનાએ પવિત્ર અને વ્હાલના સંબંધને કલંકિત કરી નાંખ્યા છે.