SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Indian Visa Rule: ભારતના વિઝા લેવાની પ્રક્રિયા સરળ થઈ, ટુરિસ્ટને મળશે વિઝિટર વિઝા, જાણો નવા નિયમો

Indian Visa Rule: કેન્દ્રીય મંત્રાલયે ભારતના વિઝા લેવાની પ્રક્રિયાને સરળ કરી છે. વિઝા પ્રક્રિયામાં થયેલા ફેરફારથી સૌથી વધુ ફાયદો પ્રવાસીઓ, વેપારીઓ અને દર્દીઓને થશે. ચાલો તમને જણાવીએ વિઝા પ્રક્રિયામાં કેવા ફેરફાર થયા છે.

Written By Krupa Shah
Published: Nov 12, 2026, 11:35 AM IST | Updated: Nov 12, 2026, 11:38 AM IST
Join

Indian Visa Rule: ભારતના વિઝા લેવાની પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર પછી ભારતના વિઝા લેવાની પ્રક્રિયા સરળ થઈ જશે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી અનેક લોકોને ફાયદો થશે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કે વિઝા લેવાની પ્રક્રિયામાં શું ફેરફાર કરવામાં આવ્યા છે.

વિઝા પ્રક્રિયામાં થયેલા ફેરફાર

ભારત સરકાર દ્વારા વિઝા માટેની પ્રોસેસને સરળ કરવામાં આવી છે. જેમાં વિઝાની મુખ્ય શ્રેણીની સંખ્યા જે 13 હતી તેને 9 કરવામાં આવી છે. આ સિવાય સબ કેટેગરીની સંખ્યા જે 49 હતી તેને 23 કરવામાં આવી છે. વિઝા ફોર્મને પણ સરળ કરવામાં આવ્યું છે. જેમાં ફોર્મમાં ભરવાના ફીલ્ડની સંખ્યા 70 ટકા ઓછી કરવામાં આવી છે. એટલે કે ફોન સરળ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Kulgam Attack: કુલગામમાં થયેલા હુમલા પાછળ લશ્કરના કમાંડર લતીફનો હાથ હોવાની શંકા, આતંકી પર છે 15 લાખનું ઈનામ

ટૂરિસ્ટ વિઝાને બદલે મળશે વિઝિટર્સ વિઝા

નવા નિયમ અનુસાર ટૂરિસ્ટ વીઝાનું નામ બદલી વિઝિટર વિઝા કરવામાં આવ્યું છે અને તેનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે. વિઝિટર વિઝાની કેટેગરીમાં ફરવા આવનાર ઉપરાંત બિઝનેસ મીટિંગ, મેડિકલ કંસલ્ટેશન, વેલનેસ, અભ્યાસ માટે આવનાર લોકોનો સમાવેશ થશે.

V-1 અને V-2 કેટેગરી વિઝા

નવા નિયમમાં વિઝાને 2 કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં V-1 કેટેગરીના વિઝામાં અલગ અલગ પ્રયોજનથી ભારત આવેલા લોકોને 30 દિવસનો વિઝા મળશે. જ્યારે V-2 વિઝામાં 1, 5 કે પછી 10 વર્ષની માન્યતા સાથે વિઝા આપવામાં આવશે.

આ પણ વાંચો: Kishtwar Missing SPO: કિશ્તવાડથી લાપતા થયેલા 2 SPO ના શવ જંગલમાંથી મળ્યા, શરીર પર ગોળીઓના નિશાન

1 વર્ષના મેડિકલ વિઝા

વિદેશી દર્દીઓ જે ભારત સારવાર અર્થે આવે છે તેમને પણ રાહત મળી છે. ભારતમાં આયુષ પદ્ધતિથી કે અન્ય સામાન્ય મેડિકલ ટ્રીટમેન્ટ માટે આવે તેવા લોકોને મેડિકલ વિઝા મળશે જેની માન્યતા 1 વર્ષની હશે. આ મેડિકલ વિઝામાં લોકોને મલ્ટીપલ એન્ટ્રીની સુવિધા પણ મળશે. મેડિકલ વિઝા પર આવનાર દર્દી સાથે જે વ્યક્તિ આવે તેના માટે M-2 અને M-4 વિઝાની વ્યવસ્થા છે. બંને કેટેગરીના વિઝામાં દર્દી અને દર્દીની સાથે આવનારને વિઝા માટે વારંવાર આવેદન નહીં કરવું પડે.

વિઝા પ્રક્રિયામાં થયેલા ફેરફાર અંગે ગૃહ મંત્રાલયનું જણાવવું છે કે નવા નિયમ અંતર્ગત વિઝા આપવાની પ્રક્રિયા 2026 ના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બરના અંત સુધીમાં શરુ થઈ જાય તેવું અનુમાન છે. નવી વ્યવસ્થામાં બિઝનેસ, ડિપ્લોમેટિક, વર્ક, મેડિકલ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ સહિતની મુખ્ય કેટેગરી હશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES