SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Rahul Gandhi: ભારત દેશ આર્થિક સંકટ તરફ જઈ રહ્યો છે, યુવાનો ચિંતામાં, કોલમ્બિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનો સંવાદ

Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ન્યૂયોર્કમાં ભારતની અર્થવ્યવસ્થા અને એજ્યુકેશન સિસ્ટમને લઈને ચર્ચા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ભારત દેશ ઝડપથી મોટા આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યો છે. તેમણે ન્યૂયોર્કમાં એવું પણ કહ્યું કે ભારતના યુવાનો નિરાશ છે.

Written By Krupa Shah
Published: Nov 19, 2026, 08:18 IST | Updated: Nov 19, 2026, 08:21 IST
Join

Rahul Gandhi: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ ન્યૂયોર્કમાં કોલમ્બિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકેલ્ટી સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન પણ તેમણે ભારત માટે એવી વાતો કરી જેના કારણે હવે નવો વિવાદ સર્જાય તેવી સંભાવના છે. રાહુલ ગાંધી હવે વિદેશમાં ભારત માટે કહેલી વાતો માટે ચર્ચામાં આવ્યા છે. ન્યૂયોર્કમાં કોલમ્બિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભારતની એજ્યુકેશન સિસ્ટમ ખરાબ છે અને ભારત આર્થિક સંકટ તરફ વધી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે ભારતના યુવાનો ચિંતામાં છે અને નિરાશ છે કારણ કે તેમને કોઈ જ ભવિષ્ય દેખાતું નથી.

આ પણ વાંચો: Rahul Gandhi: રાહુલ ગાંધીએ ફરી બાફ્યું, શિવ-પાર્વતીનો ફોટો શેર કરી દલીલ કરી, ભાજપ એ પણ કર્યો પલટવાર

રાહુલ ગાંધી ગાંધીએ કોલમ્બિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં તેમણે મોદી સરકાર પર નિશાન સાધવાની સાથે ભારત સંબંધિત કેટલીક એવી વાતો કરી હતી જેના કારણે રાહુલ ગાંધીનું નિવેદન ફરીથી ચર્ચામાં આવી ગયું છે. રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભારત ઝડપથી આર્થિક સંકટ તરફ વધી રહ્યું છે. કોલમ્બિયા યુનિવર્સિટીમાં જઈને કોંગ્રેસના સાંસદ એ ભારતની શિક્ષણ વ્યવસ્થા પર પણ પ્રશ્ન કર્યા હતા.

ભારતમાં યુવાનો તેમના માતા-પિતાથી દૂર થઈ રહ્યા છે

રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર ભારતમાં યુવાનો પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં છે કારણ કે ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ગંભીર સમસ્યાઓ છે. ભારતની હાલની શિક્ષણ વ્યવસ્થાના કારણે યુવાનોમાં નિરાશા છે. રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે ભારતમાં મધ્યમ વર્ગ પરિવારના યુવાનોને કોઈ જ ભવિષ્ય દેખાતું નથી. રાહુલ ગાંધીએ આ તકે એવું પણ કહી દીધું કે ભારતની ખરાબ એજ્યુકેશન પોલિસીના કારણે યુવાનો તેમના માતા-પિતાથી દૂર થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ઈટલીના નેતા પાસે વોટ ચોર ગદ્દી છોડ બોલાવી ફસાયા રાહુલ ગાંધી, Video વાયરલ થતા કોંગ્રેસની વધી મુસીબત

રાહુલ ગાંધીએ કોલંબિયા યુનિવર્સિટીમાં એવું કહ્યું કે ભારતની નવી પેઢી પોતાના માતા પિતાના અનુભવો અને તેમણે દર્શાવેલા રસ્તા પર ચાલવાથી ઇન્કાર કરે છે અને પોતાના ભવિષ્યને લઈને પ્રશ્નો કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની બેરોજગારી અને ખરાબ એજ્યુકેશન પોલીસીના કારણે યુવાનો અને માતા-પિતા વચ્ચે અંતર વધી રહ્યું છે.

ચૂંટણીમાં થતી ધાંધલીના પુરાવા છે

રાહુલ ગાંધીએ કોલંબિયા યુનિવર્સિટીમાં પણ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. આ તકે રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે SIR પ્રક્રિયા માં જરૂર કરતાં વધારે પૈસા ખર્ચ થઈ રહ્યા છે, રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે આ અભિયાનમાં 50 ગણો પૈસાનો ખર્ચ થયો છે તો આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે તે જાહેર કરવું જોઈએ. કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ફરી એક વખત ચૂંટણીમાં થતી ગડબડનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે ચૂંટણીમાં થતી ધાંધલીના તેમની પાસે પુરાવા છે અને તેઓ લોકોની સામે પુરાવા લાવવા પર કામ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કોલંબિયા યુનિવર્સિટીમાં ભારતને લઈને કરેલા નિવેદન પર પશ્ચિમ બંગાળના મંત્રી અને ભાજપના નેતા દિલીપ ઘોષે જવાબ આપ્યો હતો. દિલીપ ઘોષે કહ્યું હતું કે ભારતની જીડીપી આજે દુનિયાના અન્ય દેશો માટે એક ઉદાહરણ બની છે, દેશમાં વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તર પર છે. તેવામાં સત્તા પર આવવા માટે અધીરા થયેલા લોકો જ દુઃખી છે બાકી દેશની જનતા છેલ્લા 12 વર્ષથી ખુશ છે. દિલીપ ઘોષે એવું પણ કહી દીધું કે રાહુલ ગાંધીને હવે ભારતમાં કોઈ સાંભળતું નથી એટલે તે વિદેશમાં જઈને ભારત વિશે બોલી રહ્યા છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES