રાહુલ ગાંધીના એક ઈશારે લાખો યુવાનો રસ્તા પર ઉતરી જશે, ભારતની હાલત બાંગ્લાદેશ કરતાં પણ ખરાબ થશે, કોંગ્રેસના નેતાનો બફાટ
દેશમાં અરાજકતા ફેલાઈ શકે છે અને ભારતની હાલત બાંગ્લાદેશ અને નેપાળથી પણ ખરાબ થશે તેવી ખુલ્લી ચેતવણી કોંગ્રેસના નેતા ઈરફાન અન્સારીએ આપી છે. તેમણે એવું પણ કહ્યું કે લાખો યુવાનો રાહુલ ગાંધીના એક ઈશારાની રાહ જોઈ રહ્યા છે.
કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના નેતાઓ અવારનવાર એવા નિવેદનો કરતા રહે છે જેના કારણે રાજકીય માહોલમાં ગરમાવો આવે છે. ફરી એક વખત કોંગ્રેસના નેતાએ એવું નિવેદન આપ્યું છે જેના કારણે નવો વિવાદ શરૂ થયો છે. આ નિવેદન ઝારખંડ સરકારના કોંગ્રેસના સ્વાસ્થ્ય મંત્રી ઈરફાન અન્સારીએ આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ દેશના 40 લાખ યુવાનોને રોકી રાખ્યા છે તેમના એક ઇશારા પર લાખો યુવાનો રસ્તા પર ઉતરી જશે. સાથે જ તેમણે એવી ચેતવણી પણ આપી છે કે ભારતની હાલત બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ ખરાબ થશે.
આ પણ વાંચો: CJP Protest: શનિવારે કેરળના કોચીમાં CJP કરશે વિરોધ પ્રદર્શન, અભિજીત દીપકે એ કરી જાહેરાત
હજુ તો રીઝીમ ચેન્જ જેવી વાત કરવાનો મુદ્દો શાંત નથી થયો ત્યાં જ ઝારખંડના કોંગ્રેસના સ્વાસ્થ્ય મંત્રી ડો ઇરફાન અન્સારીએ નવું નિવેદન આપી દીધું છે જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઇરફાન અન્સારીએ એવો દાવો કર્યો છે કે દેશના 40 લાખ યુવાનો રાહુલ ગાંધીના ઇશારાની રાહ જોઈ રહ્યા છે. રાહુલ ગાંધી છે જેમણે યુવાનોને રોકી રાખ્યા છે. જો રાહુલ ગાંધી ઈશારો કરે તો આ 40 લાખ યુવાનો રસ્તા પર ઉતરી જવા પણ તૈયાર છે.
કોંગ્રેસના નેતા ઈરફાન અન્સારીએ આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેતવણી પણ આપી દીધી અને એવું કહી દીધું કે જો તેઓ સમય રહેતા સ્થિતિ નહીં સંભાળે તો ભારતની સ્થિતિ બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ ખરાબ થઈ શકે છે. કોંગ્રેસના નેતાએ આપેલા આ નિવેદન અને ચેતવણી પછી ભારતીય જનતા પાર્ટીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને કેન્દ્ર સરકારને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: Rahul Gandhi: પંજાબના સીએમ દિવસે પણ દારુ પીને લોકસભામાં આવતા, રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતી વખતે સ્વાસ્થ્ય મંત્રી ઈરફાન અન્સારીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ તાજેતરમાં જ દિલ્હી ગયા હતા જ્યાં તેમની મુલાકાત યુવાનો સાથે થઈ હતી. તેમણે જણાવ્યું કે દેશના યુવાનોમાં, ખેડૂતોમાં, મધ્યમ વર્ગમાં, દલિતમાં અને આદિવાસીઓમાં ભારે રોષ છે. આ તમામ લોકો સરકારથી નારાજ છે.
વાતચીત દરમિયાન કોંગ્રેસના નેતાએ એવું પણ કહી દીધું કે જો આટલી મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવશે તો સરકાર તેમને રોકવા કેટલી સેના બોલાવી શકશે ? અન્સારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેતવણી આપતા એવું પણ કહી દીધું કે દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. કોંગ્રેસના આ નેતા એ પણ ફરી એક વખત બાંગ્લાદેશ અને નેપાળનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે જો સરકાર સ્થિતિ નહીં સંભાળે તો ભારતની હાલત બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ ખરાબ થશે.
કોંગ્રેસના નેતાનું આ નિવેદન વાઇરલ થયાની સાથે જ ભાજપની પ્રતિક્રિયા પણ આવી છે. ભાજપના પ્રવક્તા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇરફાન અન્સારીનો આ વીડિયો શેર કરીને કહ્યું છે કે આ દેશમાં અરાજકતા ફેલાવવાની ખુલ્લી ચેતવણી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશમાં અરજકતાની રાજનીતિ કરવા માંગે છે તેનો આ પુરાવો છે.