SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gwalior Accident: શીતળા માતાના મંદિર જતા દર્શનાર્થીઓ પર ફરી વળ્યો ટ્રક, 13 લોકોના મોત

Gwalior Accident: નવરાત્રીના છેલ્લા દિવસો ભારે હોય તેવું લાગી રહ્યું છે. કલકત્તામાં દુર્ગા પૂજાના પંડાલમાં થયેલી નાસભાગ બાદ વધુ એક ગોઝારી ઘટના બની છે. ગ્લાવિયરમાં શીતળા માતાના મંદિરે જતા દર્શનાર્થીઓ પર બેકાબૂ ટ્રક ફરી વળ્યો. આ ઘટનામાં 13 ના મોત થયા છે.

Written By Krupa Shah
Published: Oct 18, 2026, 09:05 AM IST | Updated: Oct 18, 2026, 09:08 AM IST
Join

Gwalior Accident: નવરાત્રીના આ દિવસો ભારે હોય તેવું લાગે છે. કલકત્તામાં દુર્ગા પૂજાના પંડાલમાં થયેલી નાશ ભાગ પછી મધ્યપ્રદેશના ગ્વાલિયર માંથી પણ એક દુ:ખદ ઘટના સામે આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર અહીં નવરાત્રી નિમિત્તે શીતળા માતાના મંદિરે જ હતા દર્શનાર્થીઓ પર બેકાબુ ટ્રક ફરી મળ્યો હતો. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

ગ્વાલિયરમાં ટ્રક દુર્ઘટના

જાણવા મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલા શીતળા માતા મંદિરના રસ્તા પર આ દુર્ઘટના થઈ હતી. દુર્ઘટનામાં મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને અનાજ ભરેલા ટ્રકે કચડી નાખ્યા હતા. આ ઘટનામાં ઘાયલને તુરંત જ સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘાયલ લોકોમાં બે પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.

દુર્ઘટના મામલે પોલીસનું નિવેદન

શીતળા માતા મંદિર જતા દર્શનાર્થીઓ સાથે બનેલી દુર્ઘટનામાં ગ્વાલિયરના એસએસપી ધર્મવીર સિંહે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ટ્રક છીનોરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન મંદિર નજીકના રોડ પર ઢાળ પર ટ્રક બેકાબુ થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મંદિર તરફ જતા રસ્તા પર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોડી રાત્રે જ્યારે આ રસ્તા પર અનાજ ભરેલો ટ્રક પહોચ્યો તો પોલીસે તેને રોક્યો. પરંતુ ટ્રક રોકાયો નહીં અને બેરીકેડ તોડી ઢાળ પર પૂરપાટ ઝડપે ઉતરી ગયો. અને જોરદાર ધમાકા સાથે ટ્રક મંદિરની દિવાલ અને ગેટ સાથે ટકરાયો. આ સમયે મંદિર પાસે શ્રદ્ધાળુઓ હાજર હતા જે ટ્રક નીચે દબાઈ ગયા.

 

ઘટનામાં 13 મોત અને 5 ને ગંભીર ઇજાઓ

ધડાકાભેર ટ્રક મંદિરની દિવાલ અને ગેટ સાથે અથડાતા કુલ 39 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી તે લોકોને ડોક્ટરે મૃત જાહેર કર્યા જ્યારે પાંચથી છ લોકો એવા છે જેમને ગંભીર ઇજાઓ થઈ છે. અન્ય લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે જેમની પણ સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

આ દુર્ઘટના મામલે જિલ્લા કલેક્ટર એ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નવરાત્રી દરમિયાન રસ્તા પર બેરીકેટ અને પોલીસના ચેકપોટ હતા તેમ છતાં બેરીકેટ તોડીને ટ્રક મંદિરના રસ્તા પર કેવી રીતે પહોંચી ગયો તે મામલે તપાસ કરવામાં આવશે. જેમાં ટ્રક પણ ટેકનિકલ તપાસ માટે આરટીઓની ટીમને સોંપવામાં આવશે. જેના પરથી જાણી શકાશે કે વાહનમાં કોઈ ખરાબી હતી અને આ દુર્ઘટના થઈ છે કે પછી બેદરકારીના કારણે. ગ્વાલિયર કલેકટર જણાવ્યું છે કે તંત્ર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને સુરક્ષા સંબંધિત દરેક બાબતની તપાસ કરી રહી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES