ફેસબુક લાઈવ ચાલતું હતું અને કેમેરા સામે જ મોત ત્રાટક્યું: પંજાબમાં પરમિંદરસિંહ ઝોટા પર ધડાધડ ગોળીઓ છૂટી, જાણો શું છે મામલો
Parminder Singh Jhotta : ફેસબુક પર લાઈવ વીડિયો ચાલુ હતો. હજારો લોકો મોબાઈલ સ્ક્રીન પર નજર ટીકાવીને બેઠા હતા અને એ જ સેકન્ડે કેમેરાની સામે મોત ત્રાટક્યું! ધડાધડ ત્રણ ગોળીઓ છૂટી અને એક ક્ષણમાં બધું જ લોહીલુહાણ થઈ ગયું. પંજાબના માનસામાં જે બન્યું, તેણે કાયદા અને વ્યવસ્થાની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે.
Mansa Punjab murder : આ કોઈ ફિલ્મી દ્રશ્ય નથી, પણ પંજાબના માનસાની ભયાનક વાસ્તવિકતા છે! ફેસબુક લાઈવ ચાલી રહ્યું હતું અને એ જ સમયે મોત ત્રાટક્યું. પંજાબમાં નશાના કાળા કારોબાર સામે સદાય અવાજ ઉઠાવનારા એન્ટી ડ્રગ ટાસ્ક ફોર્સના સંચાલક પરમિંદરસિંહ ઝોટાની દિનદહાડે હત્યા કરી દેવામાં આવી.
એક મેડિકલ સ્ટોર પર જ્યારે ઝોટા નશીલી દવાઓના વેચાણનો વિરોધ કરવા પહોંચ્યા, ત્યારે દુકાનદાર અશ્વિનીએ કઈ જ વિચાર્યા વગર ઝોટા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. આ લોહિયાળ ખેલમાં ઝોટાના અન્ય ચાર સાથીઓ પણ ઘાયલ થયા છે.
- પંજાબમાં નશાના માફિયાઓનો આતંક!
- નશા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો...
- તો ગોળીઓથી કરાયો મૌન!
- માનસામાં પરમિંદરસિંહ ઝોટાની હત્યા...
- દિનદહાડે ગોળીઓથી ખેલાયો ખૂની ખેલ!
આ હત્યા પાછળની કહાની એક વર્ષ જૂની અદાવત સાથે જોડાયેલી છે. વર્ષ ૨૦૨૩માં પરમિંદરસિંહ ઝોટાએ આજ મેડિકલ સ્ટોરના માલિકને પ્રતિબંધિત નશીલી કેપ્સ્યુલ વહેંચતા પકડ્યો હતો અને બજારમાં જૂતાની માળા પહેરાવીને ફેરવ્યો હતો.
બસ, આ જ અપમાનની આગમાં સળગતા નશાના સોદાગરે તક મળતા જ લોહીની હોળી ખેલી નાખી. ઘટના બાદ માનસામાં તણાવ ચરમસીમાએ છે. ગુનેગાર દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો છે અને પોલીસ માત્ર તપાસના દાવા કરી રહી છે.
- પંજાબમાં નશાના માફિયાનો આતંક
- નશા વિરોધી કાર્યકરની ગોળી મારી હત્યા
- પરમિંદરસિંહ ઝોટાની હત્યાથી ખળભળાટ
- નશા સામે અવાજ ઉઠાવ્યો...ગોળીઓથી કરાયો મૌન!
- ઝોટાની હત્યા, પિતાનો ન્યાય માટે હુંકાર
બાદલે પંજાબને 'ખુલ્લું કતલખાનું' ગણાવ્યું
પુત્રના મોત બાદ પિતા ભીમસિંહે આરપારની લડાઈનું એલાન કર્યું છે. 'જ્યાં સુધી ન્યાય નહીં મળે, ત્યાં સુધી દીકરાના અંતિમ સંસ્કાર નહીં થાય' – પિતાની આ ગર્જનાએ ભગવંત માન સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. વિપક્ષ પણ હવે આક્રમક મૂડમાં છે.
હરસિમરત કૌર બાદલે પંજાબને 'ખુલ્લું કતલખાનું' ગણાવ્યું છે, તો ભાજપે સવાલ કર્યો છે કે જો સરકાર પોતાના નાગરિકોને જ ન બચાવી શકે તો પંજાબની રક્ષા કોણ કરશે? સવાલ એ છે કે, શું પંજાબ ખરેખર ડ્રગ માફિયાઓના હવાલે થઈ ગયું છે?.
પિતાની આંખના આંસુ અને ન્યાયની ભીખ
સવાલ એ છે કે પંજાબમાં કાયદાનું શાસન છે કે પછી માફિયાઓનું રાજ?. એક સામાજિક કાર્યકર જે નશાના દૂષણને નાબૂદ કરવા લડતો હતો, તેને આવી ક્રૂરતાથી રસ્તા વચ્ચે પતાવી દેવાય ત્યાં સુધી સરકારી તંત્ર ઊંઘતું રહ્યું? પિતાની આંખના આંસુ અને ન્યાયની આ ભીખ હવે પંજાબ સરકાર સામે અનેક સવાલો ઉભા કરી રહી છે.
મુખ્યમંત્રી ભગવંત માને ઉચ્ચ સ્તરીય બેઠક તો બોલાવી લીધી છે, પણ શું પરમિંદરસિંહ ઝોટાના પરિવારને સાચો ન્યાય મળશે? શું પંજાબની ધરતીને નશાના આ લોહિયાળ કારોબારમાંથી મુક્તિ મળશે કે પછી વધુ એક યોદ્ધો આ જ રીતે માફિયાઓનો ભોગ બનશે?...