SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

INDIA બ્લોકની મહારેલી સામે દિલ્હી પોલીસ પણ સજ્જ, 4000 થી વધુ પોલીસકર્મીઓ અને 200 CCTV રાખશે નજર

INDIA Block Rally Update: આજે દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી પર ચાંપતી નજર રાખવા માટે દિલ્હી પોલીસે પણ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Written By Krupa Shah
Published: Nov 01, 2026, 08:14 AM IST | Updated: Nov 01, 2026, 08:17 AM IST
Join

INDIA Block Rally Update: દેશની રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં આજે ઇન્ડિયા બ્લોકની રેલી થવાની છે. આ રેલીમાં કોંગ્રેસે સહિતની વિપક્ષે પાર્ટીઓ તેમના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી સમૂહો સામેલ થાય તેવી સંભાવના છે. જેના કારણે રામલીલા મેદાનમાં દિલ્હી પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. રામલીલા મેદાન ખાતે 14 સુરક્ષા ઝોન, 200 સીસીટીવી ગોઠવી દેવામાં આવ્યા છે.

કનોટ પ્લેસથી રામલીલા મૈદાન

રવિવારે 1 નવેમ્બરે કોંગ્રેસ દ્વારા આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીની શરૂઆત કનોટ પ્લેસ થી થશે અને શાંતિપૂર્ણ માર્ચ કરીને વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓ રામલીલા મેદાન સુધી પહોંચશે. રેલીમાં સામેલ થવા માટે રાહુલ ગાંધીએ લોકોને પણ અપીલ કરી હતી જેને લઈને મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવના ને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. આ રેલીમાં દિલ્હી પોલીસના કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પોતે સુરક્ષામાં તેના રહેશે અને કાર્યક્રમનું નિરીક્ષણ કરશે.

મહારેલીમાં પોલીસ વ્યવસ્થા

જાણવા મળતી માહિતી અનુસાર રેલીમાં સુરક્ષા માટે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં માર્ચના રસ્તાથી લઈને રામલીલા મેદાન સુધીમાં 4,000 થી વધુ પોલીસ કર્મીઓ, સીએપીએફની ટુકડીઓ તેના રહેશે. રામલીલા મેદાનમાં પણ 14 સુરક્ષા ઝોન ઉભા કરવામાં આવ્યા છે. દરેક ઝોનની દેખરેખ આસિસ્ટન્ટ કમિશનર રેન્જના અધિકારી કરશે.

200 થી વધુ સીસીટીવી કેમેરા 

સમગ્ર આયોજન પર નજર રાખવા માટે 200 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને સાથે જ સુરક્ષામાં તૈનાત અધિકારીઓ બોડી કેમેરાનો ઉપયોગ પણ કરશે. સાથે જ ડ્રોનથી પણ દરેક હરકત પર નજર રાખવામાં આવશે. રામલીલા મેદાનમાં પણ એક કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. આજની મહારેલી સવારે 10:00 કલાક થી શરૂ થવાની છે જેને લઈને દિલ્હીમાં કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES