SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સીજેપીના તિરંગા માર્ચ પહેલાં દિલ્હી પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી'ના ફાઉન્ડર અભિજીત દીપકેની કરી અટકાયત

કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીકપેની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. દીપકે પોતાના ઘરે નીકળ્યો તો પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો હતો. પોલીસે બીએનએસની કલમ 163નો હવાલો આપી તેની અટકાયત કરી છે.

Written By Gokani Dhaval
Published: Oct 16, 2026, 05:25 PM IST | Updated: Oct 16, 2026, 05:34 PM IST
Join

કોકરોચ જનતા પાર્ટીની તિરંગા માર્ચ વચ્ચે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ અભિજીત દીપકેની અટકાયત કરી પોતાની સાથે લઈ ગઈ છે. પોલીસે બીએનએસ 163નો હવાલો આપ્યો છે. તેને પંચકુઇંયા રોડ સ્થિત એનસીપી પ્રવક્તાના ઘરેથી નીકળવાની સાથે પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો. આ દરમિયાન દીપકે પોલીસને તે સવાલ પૂછી રહ્યો હતો કે તેણે આખરે ક્યુ ઉલ્લંઘન કર્યું છે? તે હજુ કનોટ પ્લેસ પહોંચ્યો પણ નથી.

ભારે મીડિયાકર્મીના જમાવડા વચ્ચે અભિજીત દીપકેએ અટકાયત કરવા પર પોલીસને કહ્યું-  મેં શું ઉલ્લંઘન કર્યું છે? હું તો એકલો છું, બાકી તો મીડિયાકર્મી છે. દીપકે કહે છે કે સીપી જવા પર મનાઈ છે, પરંતુ હું તો હજુ ઘરેથી નીકળ્યો છું. તેના પર પોલીસે કહ્યું કે અમે પ્રિવેન્ટિવ કસ્ટડીમાં લઈ રહ્યાં છીએ.

 સીજેપીએ સાંજે પાંચ કલાકે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં લોકોને તિરંગો લઈ પહોંચવાની અપીલ કરી હતી. તેમાં સામેલ થવા માટે દીપકે મુંબઈથી દિલ્હી પહોંચ્યો હતો. સીજેપી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી રહી છે. છેલ્લે 10 ઓક્ટોબરે સીજેપીએ પ્રદર્શનનું એલાન કર્યું હતું, પરંતુ લોકો જંતર-મંતર પર ભારે સુરક્ષાને કારણે પહોંચી શક્યા નહોતા. સીજેપીને આ પ્રદર્શનોમાં કોંગ્રેસ, લેફ્ટ દળો સહિત વિપક્ષનો સાથ મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ વિવાદના વંટોળ વચ્ચે ગુજરાત સહિત 17 રાજ્યોમાં થશે SSR, જાણો SIR કરતા કેટલું અલગ અને શાં માટે થશે?

દીપકેને પોલીસે ફટકારી નોટિસ
માર્ચ ન કરવાને લઈને દિલ્હી પોલીસે શુક્રવારે દીપકેને નોટિસ ફટકારી હતી. માર્ચ શરૂ થવાની કલાકો પહેલાં પોલીસના 20થી વધુ જવાનો કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકેના આવાસ પર પહોંચ્યા અને પ્રદર્શન ન કરવાની નોટિસ આપી. અધિકારીઓ અનુસાર કનોટ પ્લેસમાં 163 લાગૂ છે, આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ બજાર, હોસ્પિટલ અને મહત્વની સરકારી ઇમારત હોવાની સાથે-સાથે ભાગદોડ મચવાની આશંકાનો હવાલો આપ્યો હતો.

એનડીએમસીએ પાર્ક બે દિવસ માટે કર્યું બંધ
સીજેપીએ આજે સાંજે પાંચ કલાકે કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં લહેરા દો તિરંગા માર્ચ બોલાવી હતી. પરંતુ નવી દિલ્હી નગર પાલિકા પરિષદે 16 અને 17 ઓક્ટોબર માટે સેન્ટ્રલ પાર્કને બંધ કરી દીધું છે. આ સિવાય અહીં 6 હજારથી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 
 

 

Add Zee News as a Preferred Source

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES