SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સૌરવ-રાંકા પર કેમ હાઈકોર્ટ બગડી? બરાબરના ખખડાવી નાખ્યા, કહ્યું- તમે Gen Z નથી, બંનેએ અરજી પાછી ખેંચી

કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ પોતાની લંબવવામાં આવેલી કસ્ટડી અને જામીન મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી જેના પર આજે સુનાવણી થઈ અને કોર્ટે બંનેને ખુબ ખખડાવી નાખ્યા, ત્યારબાદ બંનેએ પોતાની અરજી પાછી ખેંચી લીધી. કોર્ટે આ મામલે શું અવલોકન કર્યું તે ખાસ જાણો.

Written By Viral Raval
Published: Oct 21, 2026, 03:23 PM IST | Updated: Oct 21, 2026, 03:31 PM IST
Join

દિલ્હી હાઈકોર્ટે આજે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી. સુનાવણી દરમિયાન કોર્ટ લાલઘૂમ થઈ અને વેધક સવાલો કર્યા. જેનો સીજેપી પાસે કોઈ જવાબ નહતો. આખરે અરજી પાછી ખેચી લીધી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જંતર મંતર પ્રોટેસ્ટ સ્થળ તરીકે ડિનોટિફાય થઈ ગયું તો પછી ત્યાં શું કામ ગયા? કોર્ટે સીજેપીને એમ પણ કહ્યું કે, તમે લોકોએ SEM (સ્પેશિયલ એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ) વિરુદ્ધ અપીલ કેમ ફાઈલ ન કરી? સીધા હાઈકોર્ટ કેમ આવી ગયા?

હાઈકોર્ટના વેધક સવાલો

અત્રે જણાવવાનું કે સ્પેશિયલ એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટે સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જ્યુડિશિયલ કસ્ટડીનો સમય બે દિવસ માટે વધાર્યો હતો. આરોપીઓને 21 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ નિર્ણય વિરુદ્ધ સીજેપી કોર્ટમાં પહોંચી હતી. અરજીકર્તાના વકીલ અભિક ચીમનીએ  કહ્યું કે તેમની અરજી SEM કોર્ટના 19 ઓક્ટોબરના આદેશને રદ કરવા માટે છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે તમે જિલ્લા મેજિસ્ટ્રેટ સામે રિવિઝન અરજી દાખલ કરી શકે તેમ હતા પરંતુ છતાં અહીં કેમ આવ્યા?

કોર્ટે બરાબરની ફટકાર લગાવી

Gen-Z મુદ્દે પણ બરાબરની  ઝાટકણી કાઢી

સુનાવણી દરમિયાન કોર્ટે આશુતોષ રાંકા અને સૌરવ દાસને ઝેન જી તરીકે સ્વીકારવાની પણ ના પાડી દીધી. કોર્ટે કહ્યું કે તમારી ઉંમર કેટલી છે? તો રાંકા અને દાસના વકીલ ચિમનીએ કહ્યું કે સૌરવ દાસ 27 વર્ષના છે અને આશુતોષ 32 વર્ષના છે. જેના પર કોર્ટે કહ્યું કે, તમે લોકો જેન ઝી નથી. જેન ઝી કોણ છે? કોર્ટે જણાવ્યું કે 1997 બાદ જન્મેલા લોકો જેન ઝી કહેવાય છે. કોર્ટે ફરી કહ્યું કે તમે જેન ઝી નથી.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES