SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મધરાતે નિર્ણય લેવાતા આખરે અટકી ગયું ACP વિવેક ભગતનું 'પ્રમોશન', મહિલા પત્રકારોએ લગાવ્યો છે ગંભીર આરોપ

દિલ્હી પોલીસના જે એસીપી વિવેક ભગત પર મહિલા પત્રકારોએ શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો તેમના પ્રમોશનનો આદેશ બહાર પડતા હંગામો મચ્યો હતો પરંતુ હવે દિલ્હી પોલીસે આ 'પ્રમોશન' અટકાવ્યું છે. જાણો કેમ મધરાતે લેવાયો આ નિર્ણય?

Written By Viral Raval
Published: Oct 06, 2026, 09:21 AM IST | Updated: Oct 06, 2026, 10:01 AM IST
Join

ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલા પત્રકારે દિલ્હી પોલીસના એસીપ વિવેક ભગત પર શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને દિલ્હી સરકારે વિવેક ભગત સહિત 12 અધિકારીઓને એડિશનલ ડીસીપીનો કરન્ટ ડ્યૂટી ચાર્જ સોપ્યો. એટલે કે વિવેક ભગતનું પ્રમોશન કર્યું. પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ દિલ્હી સરકારે પોતાના આ આદેશમાં ફેરફાર કર્યો છે અને એસીપી વિવેક ભગતને તેમાંથી બાકાત કર્યા છે. મહિલા પત્રકારના આરોપ મામલે હાલ તેમની સામે તપાસ ચાલુ છે. સરકારે શું કહ્યું તે ખાસ જાણો.

કેમ હટાવ્યું વિવેક ભગતનું નામ?
આ મામલે સરકારે જણાવ્યું કે વિવેક ભગતે પોતે કહ્યું હતું કે જ્યાં સુધી તેમની સામે ચાલી રહેલી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને વધારાનો ચાર્જ સોંપવામાં ન આવે. દિલ્હી સરકારે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર મોડી રાતે કરેલી એક પોસ્ટમાં જણાવ્યું કે દાનિપ્સ (દિલ્હી આંદમાન નિકોબાર ટાપુ સમૂહ પોલીસ સેવા)ના 12 અધિકારીઓને એડીસીપીના પદનો કાર્યભાર સોંપવા મામલે પાંચ ઓક્ટોબરે જે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો તેમાં વિવેક ભગત મામલે સંશોધન કરાયું છે. જે મુજબ આ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવાનો પ્રસ્તાવ 25 ઓગસ્ટના રોજ શરૂ કરાયો હતો અને તે વર્તમાન ઘટનાક્રમ કરતા ઘણો પહેલાનો છે. જરૂરી ફેરફાર બાદ આદેશ પાંચ ઓક્ટોબરે બહાર પાડવામાં આવ્યો હતો.

પોસ્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વર્તમાન કાર્યભાર સોંપવો એક હંગામી વ્યવસ્થા છે જેનાથી કોઈ નાણાકીય લાભ મળતો નથી. આ સાથે જ જે અધિકારીઓને એડીસીપીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે તેઓ નિયમિત રીતે નિયુક્ત એડીસીપી દ્વારા થતી બંધારણીય જવાબદારીઓનું કામકાજ સંભાળી ન શકે.  તેમાં કહેવાયું છે કે જો કે વિવેક ભગતે સ્વેચ્છાએ ભલામણ કરતા કહ્યું કે મહિલા પત્રકારોના કથિત ઉત્પીડન મામલે તપાસ પૂરી થયા અને તેના સંતોષજનક રીતે તારણ પર ન પહોંચાય ત્યાં સુધી તેઓ વર્તમાન કાર્યભાર સ્વીકારશે નહીં.

પોસ્ટ મુજબ તેને ધ્યાનમાં રાખીને પાંચ ઓક્ટોબરના આદેશમાં સંશોધન થઈ રહ્યું છે અને વર્તમાન કાર્યભાર સોંપવા સંબંધિત આદેશ બાકી 11 અધિકારીઓ અંગે ફરીથી બહાર પાડવામાં આવશે.

શું હતો મામલો

પત્રકારોએ શું આરોપ લગાવ્યા હતા
વિરોધ પ્રદર્શન દરમિયાન 3 મહિલા પત્રકારોએ જંતર મંતર પર ચૂંટણી પંચ વિરુદ્ધ ચાલતા વિરોધ પ્રદર્શન વખતે દિલ્હી પોલીસના 3 કેટલાક અધિકારીઓ પર શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તેમને આ મામલે ફરિયાદ મળી છે. જેની ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES