Diwali Firecracker Accident: રોકેટ હવામાં ઉડવાને બદલે બાળકના પેટમાં ઘુસ્યું, 10 વર્ષના બાળકનું મોત
Diwali Firecracker Accident: ફટાકડાના કારણે 10 વર્ષના બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો. દિવાળીની રાત્રે પેટમાં રોકેટ લાગવાથી 10 વર્ષના બાળકના મોતની દુ:ખદ ઘટના બની છે.
Diwali Firecracker Accident: દિવાળીની ઉજવણી દરમિયાન દેશભરમાં ઘણી જગ્યાએ આગ લાગવા અને ફટાકડાથી દાઝી જવાની ઘટનાઓ બની છે. જેમાં સૌથી દુ:ખદ ઘટના દિલ્હીથી સામે આવી છે જ્યાં એક બાળકનું મોત પેટમાં રોકેટ ઘુસી જવાથી થયું છે. દિવાળીની રાત્રે બાળકનું મોત થયાની વાતથી પિતાની તબિયત પણ લથડી હતી.
દિવાળીની ઉજવણી માતમમાં ફેરવાઈ
બાળકના પેટમાં રોકેટ ઘુસી જવાની ઘટના દિલ્હીની છે. જાણવા મળતી માહિતી અનુસાર દિલ્હીના નરેલા વિસ્તારની રાજીવ કોલોનીમાં એક પરિવારના લોકો દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરી રહ્યા હતા. આ ઉજવણી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ. રવિવારે ઘરમાં લક્ષ્મી પૂજા કર્યા પછી પરિવારના લોકો બાળકો સાથે ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન 10 વર્ષના બાળક સાથે દુર્ઘટના સર્જાઈ.
રોકેટ બાળકના પેટમાં લાગ્યું
દુર્ઘટના અંગે મળતી વિગતો અનુસાર બાળક રોકેટ કરી રહ્યું હતું. પરંતુ એક રોકેટ આકાશમાં ઉપર જવાને બદલે નીચે જ ઉડવા લાગ્યું અને બાળકના જ પેટમાં ઘુસી ફ્ટ્યું. આ દુર્ઘટનામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. પરિવારના લોકો તુરંત જ બાળકને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ફરજ પર હાજર ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો.
હોસ્પિટલ લાવવામાં આવેલા બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવારના લોકો આઘાતના કારણે ભડકી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીના કારણે તેમના બાળકનો જીવ ગયો, આ મામલે હોસ્પિટલમાં રાત્રે હોબાળો થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
પિતાની તબિયત પણ લથડી
બાળકના મોતના સમાચાર મળતાં જ તેના પિતાની તબિયત પણ લથડી ગઈ હતી. બાળકનું મૃત્યુ થયાની વાત પર પરિવારના લોકોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ મુકી હોબાળો કર્યો હતો. હોસ્પિટલમાં હોબાળો થતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે બાળકનો મૃતદેહ કબજે કરી મામલાની તપાસ શરુ કરી છે.