અર્નબ પછી 'મુરાસુ'નો મહાતાંડવ: આવતીકાલે કરશે લેન્ડફોલ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Today Weeather Update: દિવાળી પહેલા વધુ એક વાવાઝોડું આવવાનું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચક્રવાતી તોફાન મુરાસુ આવતીકાલે લેન્ડફોલ કરી શકે છે. બીજીતરફ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Weather Update: દિવાળી પહેલા હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આજે 2 નવેમ્બર 2026ના ઉત્તરપ્રદેશ-બિહાર, ઓડિશા અને દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન 90 કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાનમાં ઠંડક આવવાથી ઉત્તર ભારતમાં 7-8 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.
આંધ્ર પ્રદેશમાં ચક્રવાતી તોફાન અર્નબની તબાહી બાદ બંગાળની ખાડીની ઉપર વાવાઝોડું મરાસુ પણ બની ગયું છે. આ ભીષણ તોફાનમાં પરિવર્તિત થઈ 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે નેલ્લોર અને નરસાપુર વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના કિનારાને પાર કરશે. તેના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ પ્રમાણે આજે સોમવાર (2 નવેમ્બર) એ દિલ્હી, ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, તેલંગણા, કર્ણાટક, સિક્કિમ, અસમ, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને એલર્ટ રહેવાનું કહ્યું છે.
'મુરાસુ' ને લઈને IMD નું એલર્ટ
હવામાન વિભાગે ચક્રવાતી તોફાન મુરાસુને લઈને ગંભીર ચેતવણી આપી છે. IMD પ્રમાણે મુરાસુ એક ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાયું છે. 2 નવેમ્બરે વહેલી સવારે તે ચેન્નઈથી લગભગ 260 કિલોમીટર પૂર્વ-ઉત્તર-પૂર્વમાં હતું અને છેલ્લા 6 કલાકમાં તે લગભગ 20 કિમી પ્રતિ કલાકની ગતિએ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધ્યું છે.
IMD એ જણાવ્યું કે આ તોફાનના ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધતા રહેવા અને ઓંગોલની પાસે, નેલ્લોર અને નરસાપુર વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના કિનારાને પાર કરવાની સંભાવના છે. 2 નવેમ્બરે રાત્રે 11 કલાક 30 મિનિટથી 3 નવેમ્બરે સવારે 4 કલાક વચ્ચે તે લેન્ડફોલ કરી શકે છે. આ દરમિયાન ભારે પવન રહેવાનો છે. હવામાન વિભાગે કહ્યું કે આ વાવાઝોડું 3 નવેમ્બરે લેન્ડફોલ કરી શકે છે.
આ પણ વાંચોઃ ઓમર અબ્દુલ્લા સરકાર સામે મોટું સંકટ, 25 ધારાસભ્યોએ બળવાની આપી ધમકી
દિલ્હીમાં હવામાનમાં પલટો આવશે
દિલ્હીની વાત કરીએ તો હવામાન વિભાગે અહીં વરસાદ-આંધીનું એલર્ટ જારી કર્યું છે. આ દરમિયાન 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હીમાં આજે તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
ઉત્તરપ્રદેશ-બિહારમાં વરસાદની સંભાવના
ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ જિલ્લામાં આજે વરસાદ પડી શકે છે. જેમાં ઉન્નાવ, હરદોઈ, ઇટાવા, હમીરપુર, અમેઠી, મેરઠ, મોરાદાબાદ, જ્યોતિબાફુલે નગર, મહામાયા નગર, ઉન્નાવમાં વરસાદ પડી શકે છે. જ્યારે બિહારના સુપૌલ, પૂર્ણિયા, કિનશગંજ, જહાનાબાદ, પટના, ભોજપુર, ગયા, ગોપાલગંજમાં વરસાદ પડી શકે છે.