SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Abhijeet Dipke: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ થયું તેનું કારણ સરકાર અને પોલીસ ! અભિજીત દીપકે એ ટાઈગર શ્રોફ મામલે કરી પોસ્ટ

Abhijeet Dipke: સીજેપીના અભિજીત દીપકે એ ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ મામલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે સરકાર અને પોલીસની પ્રાથમિકતા ખોટી છે એટલે આ ઘટના બની છે. સરકારે અપરાધીઓ પર આપવાની જરૂર છે.

Written By Krupa Shah
Published: Oct 19, 2026, 09:00 AM IST | Updated: Oct 19, 2026, 09:04 AM IST
Join

Abhijeet Dipke: કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટાઈગર શ્રોફ પર જે ફાયરિંગ થયું છે તે ઘટનાને લઈને પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં અભિજીત દીપકે એ ફાયરિંગની ઘટનાનો દોષ સરકાર અને પોલીસ પર ઢોળ્યો છે. અભિજીત દીપકે નું કહેવું છે કે સરકાર અને પોલીસની પ્રાથમિકતા યોગ્ય નથી એટલા માટે જ આવી ઘટના બને છે. અભિજીત દીપકે એ  ટાઈગર શ્રોફની ઘટનાને સરકાર સાથે જોડીને અન્ય કઈ વાતો કરી ચાલો તમને પણ જણાવીએ.

ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના

રવિવારે બોલીવુડ સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. રવિવારે રાત્રે મુંબઈનો જુહુ વિસ્તારમાં બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરવામાં આવ્યું. ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગ એ લીધી છે. આ ઘટનામાં ટાઈગર શ્રોફ અને તેના ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હતી બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હવે આ મુદ્દા પર અભિજીત દીપકે એ સરકાર અને પોલીસ માટે એક પોસ્ટ કરી છે.

કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે એ જે પોસ્ટ કરી છે તેમાં તેણે સરકાર અને પોલીસને આ ઘટના માટે જવાબદાર ગણાવી છે. અભિજીત દીપકે એ કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર પણ પ્રશ્ન કર્યા છે.

અભિજીત દીપકેની પોસ્ટ

જેમ વિપક્ષ દરેક સમસ્યા માટે સરકારના જવાબદાર ગણાવે છે તે જ રીતે અભિજીત દીપકે એ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં સરકાર અને પોલીસ પર નિશાન સાધ્યું છે. અભિજીતે તેની પોસ્ટમાં લખ્યું છે કે વિદ્યાર્થીઓ અને એક્ટિવિસ્ટ સામે કડકાઈ રાખવાને બદલે પોલીસે ગુનેગાર ઉપર ધ્યાન આપવાની જરૂર છે. દેશમાં આવું ત્યારે જ થાય જ્યારે સરકાર અને પોલીસની પ્રાથમિકતાઓ ખોટી હોય.

 

ટાઈગર શ્રોફ મામલે કરેલી પોસ્ટ પહેલા અભિજિત કરીએ વધુ એક પોસ્ટ કરી હતી જેમાં તેણે દિલ્હી સરકાર પર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે સરકાર જાણી જોઈને સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડને લાંબી ખેંચી રહી છે. જેથી કોર્ટની કાર્યવાહીમાં વધારે સમય લાગે અને બંને જેલમાંથી ઝડપથી બહાર ન આવી શકે.

દેશભરમાં હાલ તો ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાની ચર્ચાઓ છે તેવામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિજીત દીપકે એ પણ ચર્ચામાં ભાગ લીધો છે. અને ટાઈગર શ્રોફની ઘટનાને પણ સરકાર અને પોલીસની બેદરકારીનું કારણ ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે રવિવાર 18 ઓક્ટોબરે સાંજે ટાઈગર શ્રોફ જ્યારે કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે મોટરસાયકલ પર આવેલા ત્રણ લોકોએ તેના પર અંધાધુંધ ફાયરિંગ કરી દીધું. હુમલો કર્યા પછી બાઈક ચાલક ફરાર થઈ ગયા. ફાયરિંગની ઘટનામાં ટાઈગર શ્રોફનો ડ્રાઇવર અને તેની નજીક ઉભેલો એક વ્યક્તિ પણ ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ટાઇગર શ્રોફને પણ સામાન્ય ઇજાઓ થઈ છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES