SIR વિવાદ: વિપક્ષની રેલીથી વેપારને મોટો ફટકો? 25000 કરોડના નુકસાનની આશંકા, CTIએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર
હાલ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે કોકરોચ જનતા પાર્ટી ઉપરાંત કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પણ મેદાને પડી છે. 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક વિશાળ રેલી કોંગ્રેસ તરફથી યોજાઈ રહી છે. પરંતુ આ રેલી સામે વેપારીઓ ચિંતામાં મૂકાયા છે અને તેમણે સામી દીવાળીએ આ રેલીના કારણે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે અને રેલીને સ્થગિત કરવા પત્ર લખ્યો છે.
કોંગ્રેસ 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં એક વિશાળ રેલીનું આયોજન કરી રહી છે. જેમાં ઈન્ડિયા બ્લોકના તમામ નેતાઓ પણ સામેલ થઈ શકે છે. આ રેલી દ્વારા SIR વિરુદ્ધ એકવાર ફરીથી મોરચો મજબૂત કરવામાં આવશે. જો કે કોંગ્રેસની આ પ્રસ્તાવિત રેલીના કારણે દિલ્હીના વેપારીઓમાં ગભરાહટ છે. વેપારીઓનું માનવું છે કે દિવાળીની બરાબર પહેલા વિપક્ષી પાર્ટીઓની આ રેલીના આયોજનના કારણે તેમના વેપાર પર અસર પડી શકે છે. જેને કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓના ટોચના સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)એ હવે રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો છે. CTIએ રાહુલ ગાંધીને 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારાી રેલીને સ્થગિત કરવાની અપીલ કરી છે.
દિવાળી પહેલા શું ખરેખર ગુજરાતમાં છે મોટો ખતરો! બંગાળની ખાડીમાં 'અર્નબ' મચાવશે તબાહી! તાઈવાનમાં 'ચાંપી' એ વેર્યો વિનાશ
દિવાળી પછી યોજવાની અપીલ
CTIના ચેરમેન બૃજેશ ગોયલે પત્રમાં લખ્યું છે કે એવી જાણકારી મળી છે કે તમારી પાર્ટી તરફથી 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં એક મહારેલીનું આયોજન થઈ રહ્યુ છે. તેમણે કોંગ્રેસ નેતાને આ રેલીને 10 નવેમ્બર બાદ આયોજિત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલ દિવાળી વેપાર પોતાની પીક સીઝન પર છે. જો દિવાળી પહેલા આ પ્રકારે રાજકીય કાર્યક્રમનું આયોજન થયું તો ધનતેરસ અને દિવાળીના વેપાર પર અસર પડશે. તેમણે રાહુલ ગાંધીને વેપારીઓના હિતનું વિચારીને 1 નવેમ્બરની જગ્યાએ 10 નવેમ્બર બાદ આ રેલીના આયોજન પર વિચાર કરવાની અપીલ કરી છે.
25 હજાર કરોડનો વેપાર દાવ પર
- CTIના ચેરમેન બૃજેશ ગોયલે પોતાના પત્રમાં રેલીને સ્થગિત કરવાના અનેક કારણો જણાવ્યાં છે.
- તેમણે લખ્યું કે દિલ્હીમાં દિવાળી સીઝન પર 25 હજાર કરોડનો વેપાર થાય છે. આ વર્ષે 6 નવેમ્બરે ધનતેરસ છે.
- 8 નવેમ્બરે દિવાળી અને 10 નવેમ્બરે ભાઈબીજ છે.
- બૃજેશ ગોયલે લખ્યું છે કે એક અઠવાડિયા પહેલા જ ધનતેરસ અને દિવાળીની ખરીદી શરૂ થાય છે.
- ધનતેરસના દિવસે દિલ્હીમાં તમામ સેક્ટરો જેમ કે સોના-ચાંદી, વાસણો, ઈલેક્ટ્રોનિક્સ, કપડાં, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ, ઓટોમોબાઈલ, પ્રોપર્ટી, ગાડીઓ, ગિફ્ટ્સ વગેરે સંબંધિત બજારોમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો વેપાર થાય છે. આ વેપાર દિલ્હીની અર્થવ્યવસ્થાની કરોડ છે.
3 હજાર કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે
- CTI ચેરમેન બૃજેશ ગોયલે રેલીને સ્થગિત કરવાનું બીજુ કારણ જણાવતા કહ્યું કે ઓક્ટોબર મહિનામાં દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનોના કારણે વેપારીઓને 3000 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે.
- ઓક્ટોબર મહિનામાં કર્નોટ પ્લેસ, ઈન્ડિયા ગેટ, અને સેન્ટ્રલ દિલ્હીમાં સતત રેલીઓ, માર્ચ અને રસ્તા બંધ થવાના કારણે જથ્થાબંધ બજારોમાં બહારથી માલ આવવાનું બંધ થઈ ગયું હતું અને રિટેલમાં ગ્રાહકો પહોંચી શકતા નહતા.
- તેનાથી દિલ્હીના વેપારીઓને લગભગ 3 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.
બ્રિટાનિયા કંપનીની ઘઉંની બ્રેડ ખાતા લોકો સાવધાન, કંપનીને ઘઉંની બ્રેડ મામલે ફટકારાયો 1 લાખનો દંડ, કંપનીએ કરી ભેળસેળ
રામલીલા મેદાન આસપાસ 20 મોટા બજાર
- રામલીલા મેદાનના 5 કિમીના દાયરામાં ચાંદની ચોક અને કર્નોટ પ્લેસ સહિત 8 મોટા બજારો છે. કુલ 20 મહત્વના બજારો છે.
- ચાવડી બજાર/અજમેરી ગેટ- 1 કિમી પીતળ, તાંબાનો સામાન, હાર્ડવેર અને કાગળનો સામાન.
- પહાડગંજ- 1 થી દોઢ કિમી સુધીના ગાળામાં સસ્તો સામાન મળે , હોટલ વેપાર
- જામા મસ્જિદ/મીના બજાર- દોઢ કિલોમીટરનો વિસ્તાર સામાન્ય ખરીદી, તહેવારોનો સામાન વેચાય.
- ચાંદની ચોક- 2થી અઢી કિલોમીટરના વિસ્તારમાં કપડાં, ઘરેણા, સોના-ચાંદી અને ઈલેક્ટ્રોક્સનો વેપાર
- ભાગીરથ પેલેસ- 2 કિમી વીજળીનો સામાન અને લાઈટો, એશિયાના સૌથી મોટા બજારોમાંથી એક.
- સદર બજાર- અઢીથી 3 કિમી ઘરના સામાનનો દિલ્હીનું સૌથી મોટું જથ્થાબંધ બજાર
- કર્નોટ પ્લેસ- 3 કિમીના દાયરામાં બ્રાન્ડેડ દુકાનો, રિટલ ખરીદીનું બજાર
- કરોલ બાગ- 5 કિમીના દાયરામાં રિટેલ અને જથ્થાબંધ દુકાનો
- આ ઉપરાંત ખારી બાવલી, કાશ્મીરી ગેટ, નયા બજાર, મોરી ગેટ, કિનારી બજાર, દરીબા, દરિયાગંજ, ઝંડેવાલાન, નબી કરીમ, આઝાદ માર્કેટ, લાજપતરાય માર્કેટ વગેરે દિલ્હીના સૌથી ઐતિહાસિક અને પ્રસિદ્ધ હોલસેલ અને રિટેલ બજાર છે.
- આ બજારોથી સમગ્ર ભારતમાં માલ જાય છે. રેલીના કારણે ટ્રાફિક ડાયવર્ઝન, મેટ્રો સ્ટેશન બંધ અને બેરિકેડિંગથી આ બજારોનું કામ થપ્પ થઈ શકે છે.
કોંગ્રેસનું શું કહેવું છે રેલી અંગે?
બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું કે, 1 નવેમ્બરે ભારતની સૌથી મોટી રેલીઓમાંથી એક રેલી થવાની છે. જે રામલીલા મેદાનમાં આયોજિત થશે અને તેની સાથે એક માર્ચ પણ કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે મોદી અને અમિત શાહ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશકુમારના પદનો દુરઉપયોગ કરીને ચૂંટણી સંબંધિત મામલાઓમાં ગડબડી કરી રહ્યા છે. હવે કેબિનેટ સચિવની નોટથી આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે.