SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

નીટ પ્રોટેસ્ટ વખતે ખુબ ઉપયોગમાં લેવાઈ હતી જેક ડોર્સીની આ એપ, ભારતમાં હવે પાટિયા પડી ગયા!

Bitchat App: મે મહિનામાં શરૂ થયેલી નીટ પ્રોટેસ્ટની આગ જૂન જુલાઈમાં તો ભડકી બળી અને સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે આખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. એવું કહેવાય છે કે કોકરોચ જનતા પાર્ટીના આ નીટ પ્રોટેસ્ટ વખતે એક એપ બહુ ઉપયોગમાં લેવાઈ હતી અને હવે આખરે આ એપના પાટીયા પડી ગયા છે.

Written By Viral Raval
Published: Oct 04, 2026, 03:22 PM IST | Updated: Oct 04, 2026, 03:34 PM IST
Join

કોકરોચ જનતા પાર્ટીના નીટ પ્રોટેસ્ટ વખતે Gen Zએ Bitchat એપનો પુષ્કળ ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. દિલ્હીના જંતર મંતર પર થયેલા નીટ પ્રોટેસ્ટ દરમિયાન વપરાયેલી આ બીટચેટ એપના હવે ભારતમાં બિસ્તરો પોટલા ઉપડી ગયા છે. એટલે કે બંધ થઈ છે. સીજેપી પ્રોટેસ્ટ વખતે તેનું નામ ખુબ ગાજ્યું હતું. પરંતુ એપલે ભારતના એપ સ્ટોરમાંથી આ એપને હટાવી દીધી છે. આ એપના કો ફાઉન્ડર ટ્વિટરના પૂર્વ માલિક જેક ડોર્સી છે જેમણે આ માટે ભારત સરકારના આદેશને આગળ ધર્યો. એપલ તરફથી મોકલાયેલા ઈમેઈલમાં પણ MeitY ની માંગણીનો ઉલ્લેખ છે.

બ્લ્યુટુથ આધારિત એપ
આ એપ વિશે  તમને જણાવી દઈએ કે તે બ્લ્યુટુથ આધારિત એક મેસેજિંગ એપ છે જેને હવે એપલના એપ સ્ટોરમાંથી હટાવી લેવાઈ છે. એટલે કે  ભારતમાં એપલના એપ સ્ટોરમાં આ એપ નહીં મળે. 
એપના કો ફાઉન્ડર જેક ડોર્સીનો એવો આરોપ છે કે એપલે આ પગલું ભારત સરકારના આદેશ બાદ લીધુ. તેમનું કહેવું છે કે એપલની એપ રિવ્યુ ટીમ તરફથી આ અંગે ઈમેલ મળ્યો છે. 
જેક ડોર્સીએ શનિવારે માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પર એપલનો આ ઈમેલ શેર કર્યો અને લખ્યું કે ભારત સરકારે સત્તાવાર રીતે Bitchatને એપ સ્ટોરમાંથી હટાવવાનો આદેશ આપ્યો. 
આ માટે એવું કારણ અપાયું કે તેમાં એવું કન્ટેન્ટ સામેલ છે જે ભારતમાં ગેરકાયદેસર છે અને એપ રિવ્યુ ગાઈડલાઈન્સનું પાલન કરતું નથી.

એપ માટે કેમ સરકાર ચિંતિત?
અત્રે જણાવવાનું કે હાલ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિપક્ષી દળો અને સીજેપીએ ફરીથી મોરચો માંડ્યો છે. ઠેર ઠેર તેમના રાજીનામા માટે પ્રદર્શન થઈ રહ્યા છે. SIRને લઈને સવાલ ઉઠી રહ્યા છે. સરકારને એવી ચિંતા છે કે બીટચેટ એપના કેટલાક ફીચરનો ઉપયોગ ગુમનામ રીતે લોકોને ભેગા કરવામાં, ગેરકાયદેસર રીતે ભીડ ભેગી કરવામાં કે સંગઠિત અપરાધીક ગતિવિધિઓ માટે થઈ શકે છે.

કઈ રીતે કામ કરે છે આ Bitchat App

ઈન્ટરનેટ બંધ હતું ત્યારે ખુબ વપરાઈ આ એપ

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES