UP Election 2027: આઝાદ સમાજ પાર્ટી અને AIMIM પાર્ટીએ જાહેર કર્યું ગઠબંધન, ચંદ્રશેખર હશે CM ફેસ
UP Election 2027: ઉત્તરપ્રદેશના રાજકારણમાં મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો છે. ચૂંટણી પહેલા ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટી અને ઓવૈસીની AIMIM પાર્ટી વચ્ચે ગઠબંધન જાહેર થયું છે. બંને પાર્ટીએ સામાજિક પરિવર્તન મોર્ચાનું એલાન કર્યું છે.
UP Election 2027: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં કોઈએ વિચાર્યું ન હોય તેવું ગઠબંધન જાહેર થયું છે. આ ગઠબંધન ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદ ની પાર્ટીઓ વચ્ચે થયું છે. ગઠબંધનથી જે પાર્ટી બની છે તેનું નામ સામાજિક પરિવર્તન મોરચા આપવામાં આવ્યું છે. આ પાર્ટીમાં ચંદ્રશેખરની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી અને ઓવેસીની AIMIM પાર્ટી સામેલ છે. આ ગઠબંધનની સત્તાવાર ઘોષણા કરતી વખતે ઓવૈસી એ વાત પણ સ્પષ્ટ કરી દીધી કે ત્રીજા મોરચાનો સીએમ ફેસ ચંદ્રશેખર આઝાદ હશે.
આ પણ વાંચો: Kishtwar Missing SPO: કિશ્તવાડથી લાપતા થયેલા 2 SPO ના શવ જંગલમાંથી મળ્યા, શરીર પર ગોળીઓના નિશાન
આજે ઉત્તર પ્રદેશ ચૂંટણીને લઈને AIMIM ના સુપ્રીમો ઓવૈસી અને ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. બંનેએ ગઠબંધન કરીને સામાજિક પરિવર્તન મોરચાની જાહેરાત કરી છે. આ ગઠબંધન હેઠળ તેઓ ઉત્તર પ્રદેશની 150 થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે.
આ ગઠબંધનની જાહેરાત કરતી વખતે ઓવૈસીએ એવું કહ્યું હતું કે જે લોકો 2014 થી 2024 સુધીમાં ભાજપને હરાવી શક્યા નથી તેમને મત આપવાથી કોઈ ફાયદો નથી. ઓવૈસીએ એવું પણ કહ્યું કે કોંગ્રેસ અને સપા ભાજપને રોકી નહી શકે. પણ આજે જે ગઠબંધનની જાહેરાત થઈ છે તે મજબૂત હશે. તેમના ગઠબંધનમાં એટલી ઈમાનદારી છે કે તેઓ સાથે મળીને ભાજપને રોકવામાં સફળ થશે.
આ પણ વાંચો: Indian Visa Rule: ભારતના વિઝા લેવાની પ્રક્રિયા સરળ થઈ, ટુરિસ્ટને મળશે વિઝિટર વિઝા, જાણો નવા નિયમો
ગઠબંધનની જાહેરાત કરતી વખતે બંને પાર્ટીના નેતાઓએ મીડિયા સામે પોતાને વાત રજૂ કરી હતી. આ તકે તેમણે એવું પણ કહ્યું હતું કે ભાજપને રોકવા માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પણ તેમના ગઠબંધન સાથે જોડાવા માંગે છે તો તેઓ આવી શકે છે. ઓવેસીએ એવું કહ્યું કે તેઓ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને ફરી એક વખત ઓફર કરે છે કે તેમના ગઠબંધન સાથે જોડાઈ જાય અને તેઓ સાથે મળીને ભાજપને હરાવે. નહીં તો અહંકાર કરનાર લોકોની હાલત આરજેડી જેવી થઈ જશે.
ઓવૈસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે લોકો ઘમંડ કરે છે તેમની હાલત આરજેડી સુપ્રીમો તેજસ્વી યાદવ જેવી થઈ જશે. જો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી તેમના ગઠબંધન સાથે જોડાશે તો બચી જશે નહીં તો 2027માં 27 પર જ અટકી જશે.