• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /Security Alert: એન્ડ્રોઇડ યુઝરના પર્સનલ ડેટા પર જોખમ, સરકારી એજન્સી એ જાહેર કરી ચેતવણી

Security Alert: એન્ડ્રોઇડ યુઝરના પર્સનલ ડેટા પર જોખમ, સરકારી એજન્સી એ જાહેર કરી ચેતવણી

Security Alert: એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરતાં લોકો માટે સરકાર તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ફોનમાં કેટલીક ખામીઓ છે જેના કારણે હૈકર્સ સરળતાથી પર્સનલ ડેટા ચોરી શકે છે. પર્સનલ ડેટા સેફ રાખવા માટે યુઝર્સ એ શું કરવું તે પણ જણાવવામાં આવ્યું છે.

Written ByKrupa Shah
Published: Nov 07, 2026, 09:02 AM IST|Updated: Nov 07, 2026, 09:04 AM IST
joinshare
Security Alert: એન્ડ્રોઇડ યુઝરના પર્સનલ ડેટા પર જોખમ, સરકારી એજન્સી એ જાહેર કરી ચેતવણી

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

2

શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

3

E20 બન્યું 420! પેટ્રોલના નામે ટેન્કમાં શું ભરી રહી છે કંપનીઓ? રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માગ્યો જવાબ

4

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

5

બોલી સૌથી ઉંચી, તો ફ્લેટ કેમ ન મળ્યા? NBCCના 15 કરોડના લગ્જરી ફ્લેટની હરાજી પર સવાલ, હવે કોર્ટે માગ્યો જવાબ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Security Alert: એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરતાં લોકો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી ભારત સરકારની સાઈબર સુરક્ષા એજન્સી દ્વારા જાહેર કરવામાં આવી છે. સરકારી સાઈબર સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર એન્ડ્રોઇડ ફોનમાં કેટલીક ખામીઓ સામે આવી છે જેનો લાભ હેકર્સ સરળતાથી લઈ શકે તેમ છે. જે ફોનમાં ખામીની વાત સામે આવી છે તેમાં એન્ડ્રોઇડ 14, એન્ડ્રોઇડ 15, એન્ડ્રોઇડ 16, એન્ડ્રોઇડ 17 અને એન્ડ્રોઇડ 16 QPR2  વાળા ડિવાઈસનો સમાવેશ થાય છે.  

સરકારી સાઈબર સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર ઉપર જણાવેલા એન્ડ્રોઇડ ફોનમાં એવી ખામીઓ મળી જે જેનો લાભ હેકર્સ ઉઠાવી શકે છે અને સરળતાથી લોકોના પર્સનલ ડેટા ચોરી શકે છે. આ સ્માર્ટફોન યુઝ કરતાં લોકોને કહેવામાં આવ્યું છે કે આ વાતને લાઈટલી લેવામાં ન આવે અને તુરંત ફોનને અપડેટ કરવામાં આવે.

એજન્સીને એન્ડ્રોઇડના ફ્રેમવર્ક અને સિસ્ટમ જેવા પાર્ટમાં ખામીઓ મળી છે. આ ખામીના કારણે હેકર્સ ફોન સરળતાથી હૈક કરી શકે છે. એટલું જ નહીં હૈકર્સ તમારા ફોનમાં કોઈપણ ખતરનાક કોડ રન કરી શકે છે. તેના માટે યુઝર લિંક પર ક્લિક કરે કે કોઈ એપ ડાઉનલોડ કરે તેની પણ જરૂર નથી. હૈકર્સ તેની રીત જ તમારા ફોનમાં કોઈપણ વસ્તુ રન કરી શકે છે. આ ખામીના કારણે હૈકર્સ તમારા ફોનના પર્સનલ ડેટા સુધી પણ પહોંચી શકે છે, ડેટા ચોરી શકે છે. ડિવાઈસ ક્રેશ કરી શકે છે.

એન્ડ્રોઇડ યુઝર્સે હવે શું કરવું ?

એન્ડ્રોઇડ ફોનની ખામીની વાત સામે આવી છે પણ રાહતની વાત એ છે કે આ વાત સામે આવતાં જ ગુગલ એ આ ખામીને ઠીક કરવા નવું અપડેટ જાહેર કરી દીધું છે. ગુગલ એ ખામીઓને સુધારવાની વાત પણ કહી છે. સાથે જ ફોન માટે નવું અપડેટ અને સિક્યોરિટી પેચ પણ જાહેર કર્યું છે જેને ઈંસ્ટોલ કરી ફોન સેફ થઈ શકે છે.

આ રીતે ચેક કરો ફોન અપડેટ છે કે નહીં

સૌથી પહેલા ફોનના સેટિંગમાં જઈ સિસ્ટમ કે સોફ્ટવેર અપડેટ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ ચેક ફોર અપડેટ પર ક્લિક કરો. જો તમને નવું અપડેટ જોવા મળે તો તુરંત તેને ડાઉનલોડ કરી ઈંસ્ટોલ કરો. જો ફોનમાં અપડેટ ન આવ્યું હોય તો કોઈ અજાણી લિંક પરથી અપડેટ ડાઉનલોડ કરવાની ભુલ ન કરવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News