SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'SIR તો 2024 પછી આવ્યું, 2029માં પણ NDA જ જીતશે...' અમિત શાહના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો

Amit Shah : રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી SIRના મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપની જીત બાદ ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, રાહુલે આત્મમંથન કરવું જોઈએ.

Written By Dilip Chaudhary
Published: Oct 13, 2026, 07:48 PM IST | Updated: Oct 13, 2026, 08:04 PM IST
Join

Amit Shah : ગૃહમંત્રી અમિત શાહે SIR અંગેના આરોપોને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હું રાહુલને પૂછવા માંગુ છું કે, શું કોંગ્રેસ ગુજરાતમાં SIRને કારણે હારી ગઈ? તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિજયી બન્યું છે અને ઉલ્લેખ કર્યો હતો કે કોંગ્રેસ છેલ્લા 41 વર્ષથી રાજ્યમાં હારી રહી છે, તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ આત્મમંથન કરવું જોઈએ.

SIRનો મુદ્દો ઉઠાવતા ગૃહમંત્રીએ પૂછ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની હાર શું SIRને કારણે હતી કે પછી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું પરિણામ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી આ પરિણામો માટે SIRને જવાબદાર ઠેરવે છે, પરંતુ તેમણે આત્મમંથન કરવું જોઈએ.

કોંગ્રેસ 2029માં પણ હારવા માટે થઈ જાય તૈયાર: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, આ કોંગ્રેસે વિચારવા જેવી બાબત છે અને ભારપૂર્વક કહ્યું હતું કે રાહુલ દેશનો અવાજ નહી બની શકે. રાહુલ SIR દ્વારા ઘૂસણખોરોને બચાવી રહ્યા છે અને ગ્રામીણ વિસ્તારોમાં તેમની પહોંચ નથી. તેમણે 2029માં પણ હાર માટે તૈયાર રહેવું જોઈએ.

 

 

 

શાહે જણાવ્યું હતું કે ગુજરાતના મતદારોએ ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 44માંથી 38 બેઠકો જીતી હતી અને અગાઉની ચૂંટણીની સરખામણીમાં તેના વોટ શેરમાં 10%નો વધારો થયો છે.

 

આ પેટાચૂંટણીઓનો પણ ઉલ્લેખ

અમિત શાહે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીમાં યોજાયેલી પેટાચૂંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસ આ ચૂંટણીઓમાં એક પણ બેઠક જીતી શકી નથી. તેમના જણાવ્યા અનુસાર, ભાજપે પશ્ચિમ બંગાળની નૌગાંવ બેઠક પર 1.42 લાખ મતોના અંતરથી જીત મેળવી હતી.

નંદીગ્રામમાં, ભાજપના ઉમેદવારે 76% મત મેળવ્યા હતા અને 1.22 લાખ મતોની સરસાઈ મેળવી હતી. રેજીનગરમાં, ભાજપ 75,000થી વધુ મતોના અંતરથી જીત્યું હતું. દરમિયાન, પુડુચેરીમાં, સહયોગી પક્ષ AINRCના NDA ઉમેદવાર 8,482 મતોથી જીત્યા હતા.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES