SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'ભારતમાં ચાલતા પ્રોટેસ્ટને અમારા દેશથી થઈ રહ્યું છે ફંડિંગ', અમેરિકી સિંગરનો CJP અંગે ચોંકાવનારો દાવો

CJP Portest: ભારતમાં હાલ જ્યાં જુઓ ત્યાં પ્રોટેસ્ટનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા નીટ પ્રોટેસ્ટ થયું જેમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું. હવે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને લઈને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. જો કે આ બધા વચ્ચે અમેરિકી સિંગરે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે.

Written By Viral Raval
Published: Oct 14, 2026, 01:45 PM IST | Updated: Oct 14, 2026, 01:53 PM IST
Image Credit: AI Generated Image
Join

બે-ત્રણ મહિના પહેલા એક સોશિયલ મીડિયા કેમ્પેઈનથી શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટીએ  હવે દેશના રાજકારણમાં ખળભળાટ સર્જી દીધો છે. નીટ પ્રોટેસ્ટથી એક મંત્રીનું રાજીનામું પડ્યું અને હવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર નિશાન. જો કે એક જાણીતી અમેરિકી સિંગર મેરી મિલબેને કોકરોચ જનતા પાર્ટી અને તેના સંસ્થાપક અભિજીત દીપકેના આ વિરોધ પ્રદર્શનો સામે અવાજ ઉઠાવ્યો છે અને તેમણે દેશના યુવાઓને દીપકેને સાથ ન આપવાની ગુહાર પણ લગાવી છે. મેરી મિલબેનનો એવો આરોપ છે કે તેમના દેશમાંથી એન્ટી મોદી તાકાતોને ફંડિંગ મળી રહ્યું છે.

અમેરિકી સિંગરના દાવાથી ખળભળાટ

જુલાઈમાં થયું હતું નીટ પ્રોટેસ્ટ, ધર્મેન્દ્ર પ્રધાનનું પડ્યું હતું રાજીનામું

જ્ઞાનેશકુમાર સામે દેશવ્યાપી પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીએ હાલના સમયમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ કરેલું છે અને ટાર્ગેટ પર માત્ર જ્ઞાનેશકુમાર જ નહીં પરંતુ મોદી સરકાર અને પીએમ મોદી પણ છે. ત્યારે એવા સમયે અમેરિકી સિંગરનો આ આરોપ ઘણું બધુ કહી જાય છે.

તિહાડ જેલમાં છે આશુતોષ રાંકા અને સૌરવ દાસ

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES