ચોમાસું પૂરું થઈ ગયું અને આમ છતાં એક પછી એક વાવાઝોડા ભારતને હચમચાવી રહ્યા છે. બંગાળની ખાડીમાં ઉઠેલું વાવાઝોડું અક્વાન ઝડપથી શક્તિશાળી થઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD)ની લેટેસ્ટ આગાહી મુજબ આ તોફાન 20 નવેમ્બરે બપોરે આંધ્ર પ્રદેશ અને યાનમના કાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન પવનની ઝજપ 120થી 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે. જ્યારે ઝાપટાની સાથે પવનની ઝડપ 145 કિમી પ્રતિ કલાકે પહોંચી શકે છે.
આ વાવાઝોડાનું નામ ઈરાને રાખ્યું છે. અક્વાન નામના મૂળિયા ફારસી પૌરાણિક કથાઓમાં છે. આ નામ એક્વાન એ દીવ સાથે જોડાયેલું છે. જે મશહૂર ફારસી મહાકાવ્યા શાહનામામાં એક રાક્ષસ જેવું પાત્ર છે. આ મહાકાવ્યની રચના ફિરદૌસીએ કરી હતી.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વાવાઝોડું અક્વાન બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય ભાગમાં સક્રિય છે. ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયેલું આ વાવાઝોડું 19 નવેમ્બર સુધીમાં અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે અને ત્યારબાદ 20 નવેમ્બરે બપોરની આસપાસ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈને નેલ્લોર અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્ર પ્રદેશ-યાનમના કાંઠાને પાર કરી શકે છે.
Severe Cyclonic Storm “Akvan” [Pronunciation: Akvan] over central parts of South and adjoining Westcentral Bay of Bengal [Cyclone Alert for Andhra Pradesh and adjoining South Odisha coasts—Orange Message]* The Cyclonic Storm “Akvan” [Pronunciation: Akvan] over central parts of South and adjoining Westcentral Bay of Bengal moved very slowly north-northwestwards with the speed of 03 kmph during past 06 hours, intensified into a severe cyclonic storm and lay centered at 0530 hours IST of today, the 18th November, 2026 over the same region, near Latitude 12.7°N and Longitude 85.5°E, about 580 km east of Chennai (Tamil Nadu), 650 km northeast of Trincomalee (Sri Lanka), 610 km southeast of Machilipatnam (Andhra Pradesh), 610 km south-southeast of Visakhapatnam (Andhra Pradesh) and 730 km south of Gopalpur (Odisha). Continuing to move north-northwestward, it is likely to cross Andhra Pradesh & Yanam coasts between Nellore and Visakhapatnam, around noon of 20th November, 2026 as a severe cyclonic storm with the maximum sustained wind speed of 100-110 kmph gusting to 120 kmph. Se
— India Meteorological Department (@Indiametdept) November 18, 2026
ચક્રવાતના જાખમને જોતા હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના8 જિલ્લાઓમાં 19 નવેમ્બર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં કાકીનાડા, કોનસીમા, પૂર્વી ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, એલુરુ, કૃષ્ણા, બાપટલા, નેલ્લોર સામેલ છે. આ ઉપરાંત યાનમ માટે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કાંઠા વિસ્તારો માટે વાવાઝોડા સંબંધિત ચેતવણી પણ બહાર પાડી છે. ઓડિશામાં બે લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાની તૈયારી છે. ચક્રવાતની અસર ઓડિશામાં પણ જોવા મળી શકે છે. રાજ્ય સરકારે સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવાની તૈયારી તેજ કરી છે.
અધિકારીઓના જણાવ્યાં મુજબ રાજ્યાં 204070 લોકોની ઓળખ કરાઈ છે. જેમને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી શકે છે. જેમાં સૌથી વધુ 121597 લોકો ગંજામ જિલ્લાના છે. સરકારે 8 જિલ્લામાં 87 બ્લોકમાં 1902 સંવેદનશીલ સ્થળોની ઓળખ પણ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી સુરેશ પૂજારીએ કહ્યું કે સરકાર ચક્રવાતથી પ્રભાવિત થનારા સંભવિત વિસ્તારોમાં લોકોની સુરક્ષા માટે પગલાં ભરી રહી છે. ઓડિશા સરકારે 74 રેસ્ક્યૂ ટીમો પણ તૈનાત કરી છે. દક્ષિણી જિલ્લાઓમાં સંવેદનશીલ વિસ્તારના લોકોને પહેલેથી જ સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
ઓડિશા સરકાર સામે ચક્રવાતની સાથે સાથે ભૂસ્ખલનનો પણ પડકાર છે. રાજ્યના 6 જિલ્લાઓને ભૂસ્ખલનની રીતે ખુબ જ સંવેદનશીલ ગણવામાં આવી રહ્યા છે જેમાં ગંજામ, ગજપતિ, રાયગઢા, કંધમાલ, મલકાનગિરી, કોરાપુટ સામેલ છે.
અત્રે જણાવવાનું કે ગત મહિને આવેલા ચક્રવાત અર્નબના કારણે ઓડિશામાં 11 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 લોકોના જીવ ભૂસ્ખલનના કારણે થયા હતા. છ લોકો હજુ પણ ગૂમ હોવાનું કહેવાયું હતું. રાયગઢ જિલ્લામાં પણ પ્રશાસને ભૂસ્ખલનની આશંકાવાળા 55 ગામડાઓની ઓળખ કરી છે.