• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /યુપીમાં પત્ની-પુત્ર અને બે પૂજારીઓની હત્યા કરનારો આરોપી એન્કાઉન્ટરમાં માર્યો ગયો, 8 કલાક ચાલ્યું બંધક સંકટ

યુપીમાં પત્ની-પુત્ર અને બે પૂજારીઓની હત્યા કરનારો આરોપી એન્કાઉન્ટરમાં માર્યો ગયો, 8 કલાક ચાલ્યું બંધક સંકટ

ઉત્તર પ્રદેશથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. એક યુવકે તેની પત્ની, બે પુજારીઓ અને પુત્રની ગોળી મારીને હત્યા કરી અને ત્યારબાદ પોતાના જ બાળકોને ઘરમાં બંધક બનાવી રાખ્યા. 8 કલાકની ભારે જદ્દોજહેમત બાદ પોલીસે આ બંધક સંકટ ખતમ કરવામાં સફળતા મેળવી અને આરોપી અરવિંદ સિંહ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો.

Written ByViral Raval
Published: Sep 23, 2026, 09:16 AM IST|Updated: Sep 23, 2026, 09:20 AM IST
joinshare
યુપીમાં પત્ની-પુત્ર અને બે પૂજારીઓની હત્યા કરનારો આરોપી એન્કાઉન્ટરમાં માર્યો ગયો, 8 કલાક ચાલ્યું બંધક સંકટ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

2

ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

3

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

4

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

5

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં એક યુવકે પહેલા તો તેની પત્ની અને બે પુજારીઓ તથા એક 10 વર્ષના પુત્રની હત્યા કરી નાખી અને ત્યારબાદ આરોપી અરવિંદ સિંહ તેના ત્રણ બાળકોને લઈને પોતાના જ ઘરમાં પુરાઈ ગયો. બહાર પોલીસ અને અંદર આ આરોપી તેના ત્રણ બાળકો સાથે....લગભગ 8 કલાકની ભારે મથામણ બાદ આ બંધક સંકટનો અંત આવ્યો. આરોપીએ અંદરથી ફાયરિંગ કરતા ઓપરેશન ખતરનાક વળાંક પર પહોંચી ગયું અને ત્યારબાદ સ્ટન ગ્રેનેડ અને ટિયર ગેસ વચ્ચે પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર એન્ટ્રી કરી તથા જવાબી ફાયરિંગમાં આરોપી એન્કાઉન્ટરમાં માર્યો ગયો.

શું હતો મામલો
પોલીસના જણાવ્યાં મુજબ બે પુજારીઓ ઘરે પૂજા કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન વિવાદ થયો અને આરોપી અરવિંદ સિંહે કથિત રીતે પત્ની અને પૂજા માટે આવેલા બે પૂજારીઓને મારી નાખ્યા ત્યારબાદ આરોપી તેના બાળકોને લઈને ઘરમાં જતો રહ્યો અને કેદ  થઈ ગયો. પોલીસે  ભારે મથામણ કરીને બાળકોને બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ છતાં આરોપી માન્યો નહીં અને અચાનક ઘરમાંથી ફાયરિંગનો અવાજ આવ્યો તો આરોપીએ પોતાના એક બાળકને પણ ગોળી મારી દીધી હતી. ગોળીનો અવાજ સાંભળતા જ પોલીસની ટીમ સ્ટેન ગ્રેનેડ અને ટિયર ગેસનો ઉપયોગ કરીને ઘરમાં જબરદસ્તીથી ઘૂસી ગઈ.

પોલીસને જોતા જ આરોપીએ પોતાની લાઈસન્સી રિવોલ્વરથી ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. લગભગ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી અને આરોપી અરવિંદ સિંહ ગંભીર રીતે ઘાયલ થયો અને ત્યારબાદ તેનું પણ મોત નિપજ્યું. આઠ કલાક સુધી આ બંધક સંકટ ચાલ્યું. જો કે પોલીસે વાતચીત દ્વારા સ્થિતિ સંભાળવાની કોશિશ પણ કરી હતી. પણ સફળતા ન મળી શકી.

એડીજી નવીન અરોરાએ જણાવ્યું કે પોલીસની સૂજબૂજ  અને સારી ટ્રેનિંગના કારણે આ ખૌફનાક ઓપરેશનમાં ત્રણ માસૂમ બાળકોના જીવ બચ્યા. ઘાયલ પુત્રને તરત સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવાયો. બાકી બંને બાળકો લાંબા સમય સુધી બંધક રહેવાના કારણે ડિહાઈડ્રેશન, ભૂખ તરસ અને ભારે ટ્રોમા ભોગવી રહ્યા હતા. આરોપીની સાથે 6 વર્ષ અને આઠ મહિનાની બે પુત્રીઓ તથા એક ચાર વર્ષનો બાળક હતો. બાળકોને સુરક્ષિત કાઢવા માટે કમાન્ડો સ્તરની કાર્યવાહી થઈ.

ભૂતપ્રેતનો મામલો?
મીડિયા રિપોર્ટ મુજબ શંભુપુર ગામના રહીશ અરવિંદ સિંહ પર ભૂતપ્રેતનો ઓછાયો હોવાનો પરિવારને શક હતો. તે દારૂનો પણ વ્યસની હતો. અરવિંદ પરથી ભૂતપ્રેતનો સાયો હટાવવા માટે ઘરમાં ચાર દિવસથી અનુષ્ઠાન ચાલુ હતું. બુધવારે પૂર્ણાહૂતિ હતી. મંગળવારે સાંજે અરવિંદની પત્ની 32 વર્ષની બબિતા પૂજામાં બેઠી હતી. અહરૌલા વિસ્તાના પઠખૌલી ગામના 55 વર્ષના મહેન્દ્ર પાઠક અને છિતાના ગોઝા ગામના રહીશ 50 વર્ષના અખિલેશ મિશ્રા સહિત ચાર પુજારીઓ અનુષ્ઠાન કરાવતા હતા.

એવું કહેવાઈ રહ્યું છે કે સાંજે લગભગ સાડા છ વાગે અરવિંદ નશામાં ધૂત થઈને ઘરે પહોંચ્યો અને અનુષ્ઠાનનો વિરોધ કરવા લાગ્યો હતો. આ દરમિયાન અરવિંદે પૂજારીઓ પાસે આધાર કાર્ડ માંગ્યા. જેને લઈને પૂજારીઓ સાથે વિવાદ થયો. બબિતાએ જ્યારે અરવિંદને શાંત કરવાની કોશિશ કરી તો  તે ગુસ્સે  ભરાયો અને રિવોલ્વર લઈને આવી ગયો.

બે પૂજારીઓએ ભાગીને જીવ બચાવ્યો
આરોપીએ પહેલા પત્નીને ગોળી મારી અને ત્યારબાદ પૂજારીઓ પર  ફાયરિંગ  કર્યું. ત્રણનું તો ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જ્યારે અન્ય બે પૂજારીઓ અને પરિજનો બહાર ભાગી ગયા. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘરમાંથી બહાર આવી ગયા. અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. આ બધા વચ્ચે કોઈએ પોલીસને જાણ કરી દીધી. પોતાના ત્રણ બાળકોને ઢાલ બનાવીને યુવક રૂમમાં ઘૂસી ગયો હતો.

એટીએસ કમાન્ડો પહોંચ્યા
ઘટનાની જાણકારી આપતા ડીઆઈજી સુનિલકુમાર સિંહ અને એસએસપીડો. અનિલ કુમાર ત્રણ પોલીસ મથકની ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. રાતે લગભગ સાડા 11 વાગે એડીજી વારાણસી ઝોન નવીન અરોરા પણ ત્યાં પહોંચી ગયા હતા. આરોપીને રૂમમાંથી બહાર કાઢવા માટે લખનઉથી રાતે લગભગ સાડા બાર વાગે એટીએસના કેટલાક કમાન્ડો પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પહોંચતા જ તેમણે મોરચો સંભાળી લીધો હતો. આરોપી ઠાર કરાયો. એવું કહેવાય છે કે તે પહેલા તેણે પુત્રને ગોળી મારી હતી.

એડીજીના જણાવ્યાં મુજબ આરોપી અરવિંદ માનસિક રીતે બીમાર હતો. તેની સારવાર પણ ચાલુ હતી. પરિજનોને આશંકા હતી કે તેના પર ભૂતપ્રેતનો સાયો હતો. જેને લઈને ઘરમાં ચાર દિવસથી પૂજા પાઠ ચાલતા હતા. આ મુદ્દે વિવાદ થયો અને તેણે પત્ની, પૂજારીઓની હત્યા કરી નાખો. એક માસૂમે પણ જીવ ગુમાવ્યો.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Uttar Pradesh