1 નવેમ્બરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?
Rule Change From 1 November: આવતી કાલથી નવો મહિનો નવેમ્બર શરૂ થઈ રહ્યો છે અને આ સાથે જ કેટલાક નિયમો પણ લાગૂ થઈ રહ્યા છે. આ બદલાતા નિયમો તમારા ખિસ્સાને કેવી અસર કરશે તે ખાસ જાણો.
1 નવેમ્બરથી અનેક ફેરફાર જોવા મળશે જેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. જીએસટીના રૂલ ચેન્જથી લઈને હાઈવે ટોલ પાસના રિચાર્જને લઈને નિયમો લાગૂ થઈ રહ્યા છે. વિગતો ખાસ જાણો.
LPG સિલિન્ડરના ભાવ
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં સંશોધન કરીને નવા ભાવ જાહેર કરે છે. ગત મહિને ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 62.50 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. જો કે 14 કિલોવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહતા. આવામાં 1 નવેમ્બરે ભાવમાં ચેન્જ જોવા મળી શકે છે. આ સાથે ATF એટલે કે હવાઈ ઈંધણના ભાવમાં પણ ચેન્જ જોવા મળી શકે છે.
1500 રૂપિયાનો ટોલ પાસ
કેન્દ્ર સરકાર ટોલ પાસ રૂલમાં ફેરફાર લાવી રહી છે. જે હેઠળ એક નવેમ્બરથી ટોલ પ્લાઝા નજીક રહેતા લોકો માટે એક નવા ટોલપાસની જાહેરાત કરાઈ છે. 1500 રૂપિયાના એન્યુઅલ પાસનો ટોલપ્લાઝાની 20 કિમીની રેન્જમાં રહેતા પ્રાઈવેટ વ્હીકલ ઓનર તેનો ફાયદો ઉઠાવી શકે છે.
દારૂની ખરીદી પર પેમેન્ટ નિયમ
1 નવેમ્બરથી તમિલનાડુમાં દારૂના પેમેન્ટનો નિયમ બદલાઈ રહ્યો છે. તમિલનાડુ રાજ્ય વિમપન નિગમ (TASMAC)એ મોટો નિર્ણય લેતા હવે 1000 રૂપિયાથી મોંઘા દારૂની બોટલના છૂટક વેચાણ પર ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરાયું છે.
GST સંબંધિત નિયમ
1 નવેમ્બરથી જીએસટીસંબંધિત નિયમમાં પણ ફેરફાર જોવા મળશે. વેપારીઓ અને નાના વેપારીઓને તેમાં રાહત મળી શકે છે. રિપોર્ટ્સ મુજબ ટેક્સ રિફંડમાં વિલંબ ઘટાડવા અને વેપારીઓ પર ડોક્યુમેન્ટેશનનો બોજો ઘટાડવાની તૈયારીના ભાગ રૂપે કેલાક મામલાઓમાં રિફંડ ઓટોમેટિક એપ્રુવલની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત વાર્ષિક 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ જે ગ્રાહકોને સીધા સામાન કે સર્વિસ આપતા હોય તેમના માટે નવી રિટર્ન વ્યવસ્થા આવશે.
SIM કાર્ડ રૂલ ચેન્જ
1નવેમ્બરથી જે નિયમો બદલાઈ રહ્યા છે તેમાં મોબાઈલ યૂઝર્સ સંબંધિત ફેરફાર પણ છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ હવે 1 નવેમ્બરથી નવા નિયમ લાગૂ થવા જઈ રહયા છે. દૂરસંચાર વિભાગ તરફથી બહાર પડેલા આદેશ પર નજર ફેરવીએ તો બધા મોબાઈલ યૂઝર્સને કોલરનું નામ દેખાડવું જરૂર રહેશે. વાત જાણે એમ છે કે અનેકવાર અજાણ્યા નંબરથી ફોન આવતા કોલરનું નામ જાણવા માટે અનેક લોકો ટ્રુ કોલર જેવી મોબાઈલ એપનો ઉપયોગ કરતા હતા. આવમાં DoTએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને દિશા નિર્દેશ આપ્યા છે કે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP)ને 1 નવેમ્બર 2026થી લાગૂ કરે.