)
ડાંગના આહવા પોલીસ સ્ટેશન ભવાનદગડ વિસ્તારમાં ભાઈએ ભાઈની હત્યા કરી છે. બે ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી છે. પોલીસે હત્યા કરનાર મોટાભાઈને હથિયાર સાથે ઝડપી લીધો છે.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યુ- ચૂંટણી પંચ જે પણ કરી રહ્યું છે, તેની પાછળ નરેન્દ્ર મોદી છે. એટલે કે મોદીજી ખુદ લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેથી અમે બધી પાર્ટીના લોકો મળી દેશના લોકોને જણાવવા ઈચ્છીએ છીએ કે તેમનો અધિકાર છીનવવામાં આવી રહ્યો છે. જનતાના અધિકારોની રક્ષા માટે અમારા પર ગમે એટલા કેસ કરવામાં આવે અમે ડરવાના નથી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ અને વિપક્ષી સાંસદ પ્રદર્શન માટે જંતર-મંતર જઈ રહ્યાં છે. આ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આમંત્રણ પર ઈન્ડિયા બ્લોકના સાંસદો દિલ્હીના જનપથ સ્થિત સાગર રેસ્ટોરન્ટમાં એકત્ર થયા હતા.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશના બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ તમને અહીં મળશે. તમામ સમાચારો માટે ઝી 24 કલાક સાથે જોડાયેલા રહો.