)
ટાઇગર શ્રોફ ફાયરિંગ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા મામલાની તપાસ અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચે કરી છે. આ કારણે ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્ફર કરવામાં આવી.
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં જુહુ પોલીસ દ્વારા BNS અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ: આરોપીઓની શોધખોળ તેજ, રેકી કર્યાની આશંકા #TigerShroff #BollywoodNews #BreakingNews #News https://t.co/UfXjZP9ROJ
— Zee 24 Kalak (@Zee24Kalak) October 19, 2026
સુરતમાં રોગચાળાથી મોતનો સિલસિલો યથાવત છે. સચિન વિસ્તારમાં 22 વર્ષીય યુવકનું ડેન્ગ્યૂથી મોત થયું છે. સાદીક મોહમ્મદ નામના યુવકને બે દિવસથી તાવ આવતો હતો. ત્યારબાદ રિપોર્ટ કરાવતા ડેન્ગ્યૂની પુષ્ટિ થઈ હતી. યુવકના મોતથી પરિવાર શોકમગ્ન બન્યો છે.
સુરતના ગોડાદરામાં પોલીસકર્મી પર હુમલો થયો છે. 15-20 લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે. સામાન્ય બાઇક ટક્કર બાદ વિવાદ ઉગ્ર બની ગયો હતો. પત્નીની નજર સામે રસ્તા પર માર મારવામાં આવ્યો છે. પોલીસે આ મામલો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલા મંડળી ગરબામાં રવિવારે રાત્રે વિવાદ થયો છે. બાઉન્સર્સ અને ખેલૈયાઓ વચ્ચે બબાલ થઈ છે. બાઉન્સર્સ લાકડી લઈ દોડતાં જોવા મળી રહ્યાં છે. આ વિવાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં નાશભાગ મચી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે.
રવિવારે બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર અચાનક ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ટાઇગર શ્રોફના ડ્રાઇવરને ઈજા પહોંચી છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. રવિવારે અજાણ્યા શખ્સોએ ટાઇગર શ્રોફને નિશાન બનાવતા ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે.
મુંબઈના જુહૂમાં બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર ફાયરિંગ! હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી #tigershroff #mumbai #firing #lawrencebishnoi #breakingnews https://t.co/9RY0j9DX91
— Zee 24 Kalak (@Zee24Kalak) October 18, 2026
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશના બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ તમને અહીં મળશે. તમામ સમાચારો માટે ઝી 24 કલાક સાથે જોડાયેલા રહો.