SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા માણસા, માતાજીના મંદિરે કરશે આરતી-દર્શન

Gujarat News Live: રાજ્ય સહિત દેશ-દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.

Written By Gokani Dhaval
Published: Oct 16, 2026, 05:36 PM IST | Updated: Oct 16, 2026, 07:21 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશના બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ તમને અહીં મળશે. તમામ સમાચારો માટે ઝી 24 કલાક સાથે જોડાયેલા રહો.

16 Oct 2026, 7:20 PM

અમિત શાહ માણસા પહોંચ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે માણસાની મુલાકાતે છે. અમિત શાહની સાથે ICC ચેરમેન જય શાહ પણ માણસા પહોંચ્યા છે. નવરાત્રિ પર્વ નિમિતે અમિત શાહ કુળદેવી બહુચર માતાજીની આરતી કરશે. દર વર્ષે નવરાત્રિમાં પરિવાર સાથે અમિત શાહ કુળદેવીના દર્શને આવે છે.

16 Oct 2026, 6:38 PM

કનોટ પ્લેસમાંથી પ્રદર્શનકારીઓને હટાવી રહી છે દિલ્હી પોલીસ

દિલ્હીના કનોટ પ્લેસમાં પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. સ્થળ પર પહોંચેલા ડીસીપીએ પ્રદર્શનકારીઓને ત્યાંથી હટી જવાનું કહ્યું છે. 

16 Oct 2026, 6:21 PM

કનોટ પ્લેસ પર એકત્ર થયા લેફ્ટ અને સીજેપીના કાર્યકર્તા

AISA અધ્યક્ષ નેહા બોરા અને સીજેપી ફાઉન્ડર અભિજીત દીપકેની અટકાયત કર્યા બાદ સીજેપી, આપ અને લેફ્ટ પાર્ટીઓના ઘણા સમર્થક કનોટ પ્લેસની પાસે સેન્ટ્રલ પાર્ક તરફથી હાથમાં તિરંગા લઈ આગળ વધી રહ્યાં છે. દિલ્હી પોલીસે ઘણા લોકોની અટકાયત કરી બસમાં ભર્યાં છે.

16 Oct 2026, 5:46 PM

CJP Tiranga March Live: આમ આદમી પાર્ટીની તિરંગા માર્ચ

દિલ્હી આપ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે કહ્યુ કે, એક તિરંગા યાત્રાનું આહ્વાન કરવામાં આવ્યું છે અને અમે તૈયાર છીએ, અમારી પાસે મોટી સંખ્યામાં તિરંગા છે. આજે અમે મધ્ય દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીશું. 
 

16 Oct 2026, 5:41 PM

દીપકે બાદ નેહા બોરાની પણ અટકાયત

AISA અધ્યક્ષ નોહા બોરાની પણ દિલ્હી પોલીસે અટકાયત કરી છે. તેની મંડી હાઉસ પાસેથી અટકાયત કરવામાં આવી છે. નેહાએ વીડિયો જારી કરી મંડી હાઉસ આવી લોકોને માર્ચમાં સામેલ થવાનું આહ્વાન કર્યું હતું. કસ્ટડીમાં લેવા પર નેહાએ કહ્યું કે, આ હિન્દુસ્તાનને બચાવવાની લડાઈ છે, તિહાડ મોકલી દો. આ પહેલા પોલીસે દીપકેની અટકાયત કરી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES