SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: અમદાવાદમાં ફરી 10 જેટલી સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, રેપો રેટમાં ફરી વધારો, ભાવનગર-સોમનાથ હાઈ-વે પર ફરી અકસ્માત

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 07 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Oct 07, 2026, 08:48 AM IST | Updated: Oct 07, 2026, 11:30 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

07 Oct 2026, 11:26 AM
Gujarat News Live: ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયસર પાલન માટે નવી SOP લાગુ

ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયસર પાલન માટે નવી SOP લાગુ કરાઈ છે. તમામ સરકારી વિભાગો માટે કોર્ટ આદેશોના અમલની સમયમર્યાદા નક્કી કરવામાં આવી. બિનજરૂરી વિલંબ રોકવા અને વહીવટી પારદર્શિતા વધારવા નિર્ણય. અદાલતી અવમાનના એટલે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સ્થિતિ હવે અટકાવી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં નિર્ણય લેવાયો. હાઈકોર્ટના નિર્ણયો મળ્યા બાદ વિભાગોએ તાકીદે ટાઈમ-બાઉન્ડ પગલાં લેવા પડશે.

07 Oct 2026, 11:26 AM
Gujarat News Live: અમદાવાદમાં ફરી શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલ

અમદાવાદની શાળાઓમાં ફરી એકવાર ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલ મળ્યો છે. એશિયા સ્કૂલમાં ઇ-મેઇલ મળતા પોલીસને જાણ કરાઇ છે.

07 Oct 2026, 11:25 AM
Gujarat News Live: આજથી મહેસુલી કર્મીઓની આરપાર ની લડાઈ શરૂ

સુરતમાં આજથી મહેસુલી કર્મીઓની આરપારની લડાઈ શરૂ. મહેસુલી કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ. નાયબ મામલતદાર, તલાટી સહિત 500 કર્મચારીઓ દ્વારા પેન ડાઉન. વિવિધ દાખલા ,સર્ટિફિકેટ માટે અરજદારો રઝડશે. પીજીના જે વિદ્યાર્થીઓ છે તે નોન ક્રિમિનલ દાખલા માટે ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ ધક્કા ખાઈ રહ્યા છે. આજે બપોરે 1:00 વાગ્યા સુધીમાં નોન ક્રિમિનલ દાખલો જમા કરાવવાનો છે. વિદ્યાર્થીઓના પીજીમાં એડમિશન અટવાયા. એક દિવસ અગાઉ માસ સીએલ પર કર્મચારીઓ ઉતર્યા હતા. વિવિધ માંગણીઓ નહીં સંતોષાતા આજે અચોક્કસ મુદતની હડતાલ પર.

07 Oct 2026, 10:54 AM
Gujarat News Live: મહેસાણામાં મહિલા ડિજિટલ અરેસ્ટ

મહેસાણામાં મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી ₹૫૭.૫૬ લાખ પડાવ્યા. મોઢેરા રોડ પેરેડાઇઝ બંગલોઝમાં રહેતી મહિલા બની સાયબર ઠગાઈનો શિકાર. દૂરસંચાર વિભાગ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે આવ્યો હતો વોટ્સએપ કોલ. મની લોન્ડરિંગ કેસમાં ધરપકડનો ડર બતાવી મહિલાને સતત ફોન પર રાખી નજરકેદ. બેંકની FD તોડાવી તેમજ સોનાની લગડીઓ વેચાવી લાખો રૂપિયા પડાવ્યા. અલગ-અલગ બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે ₹૫૭.૫૬ લાખ ટ્રાન્સફર કરાવ્યા. ઠગ ટોળકીએ વધુ ₹૨૧.૫૦ લાખની માંગણી કરતાં ભાંડો ફૂટ્યો. મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

07 Oct 2026, 10:54 AM
Gujarat News Live: રાજકોટમાં કૌભાંડી અલ્પેશ દોંગા વિરુદ્ધ તપાસ

રાજકોટમાં કૌભાંડી અલ્પેશ દોંગા વિરુદ્ધ તપાસ ચાલું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે વધુ 100 ખેડૂતોની જમીન સંબધિત દસ્તાવેજો કબજે કર્યા. 150 ફૂટ રીંગ રોડ પર આવેલી અલ્પેશની ઓફિસમાંથી દસ્તાવેજો કબજે કરાયા. અગાઉ ગ્રામ્ય પોલીસે 150 જેટલા ખેડૂતોની જમીન સંબધિત દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કબજે કરવામાં આવેલ દસ્તાવેજ સંદર્ભે તપાસ શરૂ કરાઈ. જેલમાં બંધ રહેલા અલ્પેશ દોંગાનો કબજો મેળવવા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચની કવાયત શરૂ. અલ્પેશના બે ફાઇનાન્સર ત્રણ દિવસના રિમાન્ડ પર. કૌભાંડનો વ્યાપ કેટલો તે દિશામાં પોલીસ તપાસ. 

07 Oct 2026, 10:54 AM
Gujarat News Live: સુરત મેટ્રો બનશે દેશ-દુનિયા માટે એન્જિનિયરિંગનું મોડેલ

સુરત મેટ્રો દેશ-દુનિયા માટે એન્જિનિયરિંગનું મોડેલ બનવા જઈ રહ્યું છે. સુરતની સંસ્કૃતિ, વારસા અને એન્જિનિયરિંગ કૌશલ્યનો અનોખો સમન્વય જોવા મળ્યો છે. મેટ્રો કોચમાં ‘ડાયમંડ કટ્સ’ થીમની ડિઝાઇન જોવા મળશે. ટ્રેનમાં પ્રવેશતા જ મુસાફરોને હીરાના વિવિધ કટ્સનો અનુભવ થશે. દેશમાં પ્રથમ વખત બે સ્ટેક્ડ મેટ્રો સ્ટેશનનું નિર્માણ. મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ખાતે આશરે 110 ફૂટ ઊંડાઈએ સ્ટેક્ડ સ્ટેશન. ગીચ અને સાંકડા વિસ્તારોમાં જમીન સંપાદન ટાળવા ઊભી જગ્યાનો ઉપયોગ. ભાગળ અને કાપોદ્રા વિસ્તારમાં પણ અંડરગ્રાઉન્ડ સ્ટેક્ડ સ્ટેશનનું આયોજન. એક જ સ્ટેશનમાં બંને દિશાના ટ્રેક ઉપર-નીચે અલગ લેવલ પર. TBM સહિતની અદ્યતન એન્જિનિયરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ.  અડાજણ ગામના 700 વર્ષથી વધુ જૂના ઐતિહાસિક ‘ચોર આમલી’ વૃક્ષને બચાવવા મેટ્રો રૂટની અલાઈનમેન્ટ બદલાઈ. પર્યાવરણ અને વારસાના જતનને પ્રોજેક્ટમાં વિશેષ પ્રાધાન્ય. 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશનો IGBCના ગ્રીન બિલ્ડિંગ ધોરણો મુજબ ડિઝાઈન. ડેપોમાં STP અને ETP મારફતે પાણીના પુનઃઉપયોગની વ્યવસ્થા. પ્રકૃતિ, વારસા અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી સુરત મેટ્રો બનશે અનોખું મોડેલ.

07 Oct 2026, 10:53 AM
Gujarat News Live: આણંદમાં 10 રૂપિયાની નોટના સિરિયલ નંબરના આધારે 45 લાખની ઠગાઈ

આણંદ શહેરમાં આંગડિયા પેઢીમાં 10 રૂપિયાની નોટના સિરિયલ નંબરના આધારે 45 લાખ રૂપિયાની ઠગાઈનો મામલો સામે આવ્યો છે.આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આ કેસમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જયારે અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

07 Oct 2026, 10:53 AM
Gujarat News Live: ભરૂચના જંબુસરમાં 10 વર્ષની બાળકી સાથે અડપલાનો પ્રયાસ

ભરૂચના જંબુસરના એક ગામમાં 10 વર્ષની બાળકી સાથે અડપલાનો પ્રયાસ થયો હોવાની ઘટનાં પોલીસ ચોપડે નોંધાઈ છે. મરણ પ્રસંગે પરિવાર બહાર ગયો હતો અને બાળકી ઘરમાં એકલી હતી. બાળકીની એકલતાનો લાભ લઈ 50 વર્ષીય આધેડ ઘરમાં ઘૂસ્યો અને શારીરિક અડપલા કર્યા. બાળકીની બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતા નરાધમ ફરાર થયો. માતા-પિતા પરત ફરતાં બાળકી દ્વારા સમગ્ર ઘટનાની જાણ કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. વડુ પોલીસ મથકે આરોપી હનીફ ઉર્ફે અનવર ઉર્ફે અન્યો કાયમ ચૌહાણ સામે ગુનો નોંધાયો. POCSO સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી.

07 Oct 2026, 10:53 AM
Gujarat News Live: આજે વિશ્વ કપાસ દિવસ; દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો 25 ટકા ભાગ

આજે વિશ્વ કપાસ દિવસ છે. દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો 25 ટકા ભાગ છે. વાવેતરમાં 20 ટકા ગુજરાતનો ફાળો રહેલો છે. કપાસના વાવેતરમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને છે. ગુજરાતમાં કપાસનું ૨૩.૭૧ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર. મનુષ્ય માટે રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે 7 ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ' તરીકે ઉજવવામાં આવે આવે છે. વર્ષ ૧૯૬૦માં ગુજરાતની કપાસ ઉત્પાદક્તા ૧૩૯ કિ.ગ્રા. રૂપિયા પ્રતિ હેક્ટર હતી. અને તે હવે વધીને ૫૧૨ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે પહોંચી છે. ૨૦૦૧- ૦૨ સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર ૧૭.૪૯ લાખ હેક્ટર હતો, તે વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં વધીને ૨૩.૭૧ લાખ હેક્ટર થયો છે. આ ઉપરાંત કપાસનું ઉત્પાદન પણ ૧૭ લાખ ગાંસડીથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૧ લાખ ગાંસડી થયું. અને ઉત્પાદકતા ૧૬૫ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં ૫૧૨ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨૧.૩૯ લાખ હેક્ટર કપાસનું વાવેતર થયું છે અને આવર્ષે પણ કુલ ૭૩ લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે. સમગ્ર દેશમાં બીટી સંકર જાતો વિકસાવવા અને તેની માન્યતા મેળવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું.

07 Oct 2026, 10:52 AM
Gujarat News Live: જામનગરમાં 15 લોકોને ફુડ પોઈઝનિંગની અસર

જામનગરમાં 15 જેટલા લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ છે. બેડેશ્વર વિસ્તારમાં નોનવેજ રેસ્ટોરન્ટમાંથી પાર્સલ ઘરે લઈ જઈ આરોગ્યા બાદ અસર થઈ છે. તમામ અસરગ્રસ્તો એક પછી એક સારવાર માટે જીજી હોસ્પિટલ પહોંચ્યા છે. ગઈકાલ સવારથી મોડી સાંજ સુધી આશરે 15 જેટલા લોકોને અસર થઈ છે. જામનગર મનપાની ફુડ શાખા દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ.

07 Oct 2026, 10:39 AM
Gujarat News Live: ઓલ ઈન્ડિયા રેડિયોમાં ઘૂસણખોરી કરવા બદલ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ FIR દાખલ

ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા દિલ્હી પોલીસમાં દાખલ કરાયેલી ફરિયાદના આધારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 6 ઓક્ટોબરના રોજ ઈન્ડિયા બ્લોક ઈલેક્શન કમિશન કૂચ દરમિયાન પરવાનગી વિના ઓલ ઈન્ડિયા રેડિયો ભવન સંકુલમાં પ્રવેશવાનો આરોપ છે. પોલીસે ચૂંટણી પંચ સામે વિરોધ કરી રહેલા વિપક્ષી નેતાઓને આગળ વધતા અટકાવ્યા હતા. આ પછી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય ઘણા નેતાઓ ઓલ ઈન્ડિયા રેડિયો સંકુલમાં પ્રવેશ્યા અને ધરણા કર્યા. નવ કલાક ચાલેલા સંઘર્ષ બાદ દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા નેતાઓની અટકાયત કરી. ઓલ ઈન્ડિયા રેડિયોની ફરિયાદ બાદ હવે પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

07 Oct 2026, 10:11 AM
Gujarat News Live: લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો; રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 ટકાનો કર્યો વધારો

સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો વાગ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વ્યાજદરો અંગે મહત્વનો નિર્ણય લેતા રેપોરેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. રિઝર્વ બેંકના આ નિર્ણય બાદ હવે તમામ પ્રકારની બેંક લોન, જેવી કે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન પરના વ્યાજદરો વધી શકે છે, જેના કારણે સામાન્ય લોકો પર માસિક હપ્તા (EMI) નું ભારણ વધશે. દેશમાં વધતી જતી મોંઘવારી પર કાબૂ મેળવવા માટે રિઝર્વ બેંક દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

07 Oct 2026, 10:00 AM
Gujarat News Live: હોર્મુઝ અને બ્લેક સીમાં ઘાતક હુમલા! 34 ભારતીયોનો આબાદ બચાવ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફરી એકવાર કોમર્શિયલ જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. પનામાના જહાજ પર થયેલા હુમલામાં 11 ભારતીય નાવિક ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. તો રશિયાના બ્લેક સીમાં લાઈબિરિયાના જહાજ પર હુમલો કરવાામાં આવ્યો છે. આ હુમલામાં 23 ભારતીયોનો બચાવ થયો છે.
 

07 Oct 2026, 9:59 AM
Gujarat News Live: ગાંધીનગર મનપાની ચૂંટણી સભામાં ગેનીબેન ગર્જ્યા, કહ્યું- 'તાકાત હોય તો દિવસે બેનર ફાડજો...'

ગાંધીનગર વોર્ડ નંબર 6ની જાહેર સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. બેનર ફાડવા મુદ્દે ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે રાત્રે બેનરો ના ફડાય. રાત્રે કોઈને ખબર ના હોય એવી રીતે બેનર ના ફડાય. તમારામાં તાકાત હોય 56 ઇંચની છાતી હોય તો દિવસે બેનરો ફાડજો તો તમને છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો નહીં. પોલીસ અહીંથી બધાને ધમકી આપે છે રિક્ષાવાળાને અને બધાને એસપી ખુદ ફોન કરે છે. 

07 Oct 2026, 9:58 AM
Gujarat News Live: ભાવનગર-સોમનાથ હાઈવે પર ફરી ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત

ભાવનગર-સોમનાથ હાઈવે પર ફરી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા છે. મહુવા નજીક આવેલી રોહીશા ચોકડી પાસે અકસ્માત થયો છે. અકસ્માત બાદ ટ્રકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘાયલ તમામ લોકો પરપ્રાંતિય હોવાની જાણકારી મળી રહી છે. ખાનગી કારખાનામાં કામ કરતા લોકો મહુવા તરફ જતા હતા.

07 Oct 2026, 9:02 AM
Gujarat News Live: અમદાવાદ એરપોર્ટ પરથી 45 લાખનું સોનું ઝડપાયું, કુવૈતથી આવેલા દંપતીએ બેગેજ, પર્સ અને કપડાંમાં છુપાવ્યું હતું સોનું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ફ્લાઈટ મારફતે કુવૈતથી આવેલા એક દંપતી પાસેથી ₹45 લાખની કિંમતનું 308.710 ગ્રામ ગેરકાયદેસર સોનું ઝડપી પાડ્યું છે. શાતિર દંપતીએ સોનાની તસ્કરી કરવા માટે બેગેજ, પર્સ તેમજ પોતાના કપડાંમાં સોનું છુપાવી રાખ્યું હતું, પરંતુ એરપોર્ટ પર તૈનાત કસ્ટમ્સ અધિકારીઓને શંકા જતાં હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન આ બિનહિસાબી સોનું પકડાઈ ગયું હતું. હાલમાં કસ્ટમ વિભાગે સોનાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

07 Oct 2026, 9:01 AM
Gujarat News Live: જૂનાગઢના વીજાપુરમાં પ્રેમસંબંધની આશંકાએ યુવક અને તેના ભાઈઓ પર છરી વડે જીવલેણ હુમલો

જૂનાગઢના વીજાપુર ગામમાં પ્રેમસંબંધની આશંકા રાખી સાગર વાળા નામના શખ્સે એક યુવક પર છરી વડે નિષ્ઠુર હુમલો કર્યો હતો. પોતાના ભાઈને લોહીલુહાણ હાલતમાં જોઈને તેને બચાવવા વચ્ચે પડેલા તેના અન્ય ભાઈઓ પર પણ હુમલાખોરે છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર લોહિયાળ અને ભયાનક ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી અને ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

07 Oct 2026, 9:01 AM
Gujarat News Live: દહેગામમાં કારની અડફેટે માસૂમ બાળકીનું મોત

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ બ્લોક હેલ્થ ઓફિસ કેમ્પસની આંગણવાડી પાસે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. આંગણવાડીમાં વજન કરાવવા માટે આવેલી એક અબુધ માસૂમ બાળકીને અચાનક પૂરપાટ ઝડપે આવેલી કારે જોરદાર અડફેટે લીધી હતી. પોતાની વહાલી દીકરીને બચાવવા માટે માતાએ વચ્ચે પડીને ભગીરથ પ્રયાસ કર્યો હતો, પરંતુ આ કરૂણ ઘાતમાંથી બાળકીને બચાવી શકાઈ ન હતી અને તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં દીકરીને બચાવવા ગયેલી માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અચાનક બનેલી દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

07 Oct 2026, 9:00 AM
Gujarat News Live: સુરત નવરાત્રીને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું

સુરતમાં નવરાત્રીના પાવન તહેવારને લઈને પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. સુરત શહેરમાં નવરાત્રી અને દુર્ગા મૂર્તિ વિસર્જનને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં દુર્ગા માતાની 4 ફૂટથી વધુ ઊંચાઈની માટીની મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપવા અને જાહેર માર્ગે લઈ જવા પર પ્રતિબંધ. POPની મૂર્તિઓ બનાવવા, વેચવા, સ્થાપવા અને જાહેર માર્ગે પરિવહન કરવા પર પ્રતિબંધ. SMC દ્વારા નક્કી કરાયેલા સ્વીકાર કેન્દ્રો સિવાય અન્ય કુદરતી સ્થળે મૂર્તિ વિસર્જન નહીં કરી શકાય. વિસર્જન બાદ બે દિવસથી વધુ મંડપ રાખી શકાશે નહીં. પરમીટમાં દર્શાવેલા રૂટ સિવાયના અન્ય રૂટ પરથી મૂર્તિ વિસર્જન માટે જવા પર પ્રતિબંધ. ઝેરી કેમિકલયુક્ત અને પાણીમાં સરળતાથી ન ઓગળે તેવા રંગોના ઉપયોગ પર પ્રતિબંધ. તળાવ, કૂવા, નદી અને નહેર સહિતના કુદરતી જળસ્ત્રોતોમાં સીધું વિસર્જન નહીં કરી શકાય. 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે BNS કલમ-223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

07 Oct 2026, 9:00 AM
Gujarat News Live: બોટાદમાં ત્રણ વર્ષ પહેલા દાદા, દાદાની હત્યા કરનાર ભત્રીજાને આજીવન કેદ

બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગઢડાના ધુફણીયા ગામે ત્રણ વર્ષ પહેલા દાદા, દાદાની હત્યા કરનાર ભત્રીજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જમીનના ભાગ બાબતે દાઝ રાખીને ભત્રીજાએ દાદા-દાદીને ટ્રેક્ટરથી કચડી નાખ્યા હતા. 23 ઓગષ્ટ 2023ના રોજ ગણેશભાઈ રાઘવાણી તેમજ બાઘુબેન રાઘવાણી ઉપર ટ્રેક્ટર ચડાવી હત્યા કરાઈ હતી. જે કેસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી જયદિપ વશરામભાઈ રાઘવાણીને આજીવન કેદની સજા ફટકારી છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES