SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: ટ્રાફિક પોલીસ PSIએ નશામાં કર્યો અકસ્માત? ભરત પંડ્યા સામે ફરિયાદ, MLAના ઘરની સફાઈ માટે ફાયર ફાઈટરનો ઉપયોગ!

Gujarat Breaking News Live: 05 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...

Written By Viral Raval
Published: Oct 05, 2026, 08:50 AM IST | Updated: Oct 05, 2026, 11:43 AM IST
Join

 Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
 

05 Oct 2026, 11:43 AM
Gujarat News Live: અમરેલીના અરજણસુખમાં લોકો પર હુમલા કરતી સિંહણનું હડકવાથી મોત!

અમરેલીના અરજણસુખ ગામમાં લોકો પર હુમલો કરનાર સિંહણનું મોત નિપજ્યું. પાંજરે પુર્યા બાદ અચાનક સિંહણનું મોત થયું. હડકવા થવાના કારણ સિંહણનું મોત થતા વન વિભાગની ટીમ પણ ચિંતામાં જોવા મળી. 

05 Oct 2026, 11:31 AM
Gujarat News Live: અમદાવાદમાં મધરાતે કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા, CCTV ફૂટેજ સામે આવ્યા

અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલક યુવકે રાત્રિ દરમિયાન આ અકસ્માત સર્જ્યો હતો. સ્વીફ્ટ કાર ચાલકે કાબુ ગુમાવતા પાર્ક કરેલ વાહનોને ટક્કર મારી. અક્સ્માતમાં પાર્ક કરેલ વાહનોને ટક્કર મારતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા  છે.  SG 2 ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે. 

05 Oct 2026, 10:09 AM
Gujarat News Live: PSI ભરત પંડ્યાનો વીડિયો વાયરલ, ફરિયાદ દાખલ થઈ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના PSI ભરત પંડ્યાનો વિડ્યો વાયરલ થતા હડકંપ મચી ગયો. વાયરલ વીડિયોમાં PSI ભરત પંડ્યા નશાની હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.  PSI ભરત પંડ્યા એ ત્રાગડ રબારી વાસના નાકે અકસ્માત સર્જ્યો હતો. હાલ PSI ભરત પંડ્યા M ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં PSI સામે ફરિયાદ દાખલ થઈ છે. 

05 Oct 2026, 9:24 AM
Gujarat News Live: સફાઈકામ માટે ફાયર ફાઈટર કામે લગાડ્યું?

દાહોદના દેવગઢ બારિયાના ફાયર ફાઈટરનો એક વીડિયો વાયરલ થયો છે.  જેમાં MLA બચુ ખાબડના નિવાસે ફાયર ફાઈટર પહોંચ્યાના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી છે. ફાયર ફાઈટરનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલ ઉઠ્યા છે કે આખરે આ ફાયર ફાઈટર ત્યાં શાં કારણસર પહોંચ્યું? નગરપાલિકા કર્મચારીના જણાવ્યા મુજબ પ્રમુખ ધર્મેશભાઈ કલાલના કહેવા બાદ ફાયર ફાઈટર ત્યાં મોકલાયું હોવાનો દાવો કરાયો છે. જો સફાઈના કામ માટે ફાયર ફાઈટરનો ઉપયોગ થયો હોય તો નિયમ મુજબ ભાડું વસૂલાયું કે નહીં? ઈમરજન્સી વાહનના ઉપયોગ અંગે નગરપાલિકા પાસે કોઈ સત્તાવાર મંજૂરી કે નોંધ હતી કે કેમ? સમગ્ર મામલે નગરપાલિકા તંત્રની સત્તાવાર સ્પષ્ટતા મહત્વની બની છે. 
 

05 Oct 2026, 9:11 AM
Gujarat News Live: અંકલેશ્વરની પાનોલી GIDCમાં કંપનીમાં લાગી ભીષણ આગ

ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં હોસ્ટર લાઇફ સાયન્સ પ્રા. લી. કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી. રાત્રિના આશરે 2 વાગ્યે કંપનીમાં આગ ફાટી નીકળીતા કંપનીના કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહતના સમાચાર એ છે કે ચાર જેટલા ફાયર બ્રિગેડની મદદથી પાણીનો મારો ચાલવી આગ પર કાબૂ મેળવામાં આવ્યો છે.  

05 Oct 2026, 9:01 AM
Gujarat News Live: આજથી વકીલો હડતાળ પર

નવા ભાડા કરાર વિધેયકને લઈને વકીલોની વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આજથી વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે.  બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ આ હડતાળને ટેકો જાહેર કર્યો છે. જેને કારણે હવે આમ જનતાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. 

05 Oct 2026, 8:59 AM
Gujarat News Live: કિર્તી પટેલની જોડીદાર પકડાઈ

કિર્તી પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સુરત પુણા પોલીસે ધરપકડ કરી છે. પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી તેમજ આઈટી એક્ટ હેઠળના ગંભીર ગુનામાં તે લાંબા સમયથી નાસતી ફરતી હતી. સુરત પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને લોકેશન ટ્રેસ કરીને આરોપી નયનાને સાસણગીરથી ઝડપી પાડી છે. મૂળ ભાવનગરના સિહોર પંથકની રહેવાસી ૩૩ વર્ષીય નયના બારૈયા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી મહિલા સામે ભાવનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, પ્રોહિબિશન અને એટ્રોસિટી સહિત કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે. સાસણગીરથી ધરપકડ બાદ પુણા પોલીસે મહિલા આરોપીને સુરત લાવી આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

05 Oct 2026, 8:51 AM
Gujarat News Live: નવસારીમાં ફરી હીટ એન્ડ રનની ઘટના

નવસારી શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના ઘટી. શહેરના તીધારા જકાતનાકા પાસે ગત મોડી રાતે ફૂલ સ્પીડમાં કાર હંકારી ચાલકે બે બાઈકને ટક્કર મારી. કારની ટક્કરમાં બાઈક ચાલકોને થઈ સામાન્ય ઈજા. મોડી રાતે ફૂલ સ્પીડમાં કાર હાંકનાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.  અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરતા કાર ચાલકને સ્થાનિકોએ પકડી પાડ્યો હતો.  પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ચાલકનો કબ્જો લઈને તપાસ હાથ ધરી. નવસારીમાં એક અઠવાડિયામાં નશામાં ફૂલ સ્પીડમાં લોકોના જીવ જોખમમાં મૂકી કાર હાંકવાની ત્રીજી ઘટના જોવા મળી. એક અકસ્માતમાં તો એક આધેડે જીવ પણ ગુમાવવા પડ્યો હતો. 

05 Oct 2026, 8:51 AM
Gujarat News Live: અલગ અલગ અકસ્માતોમાં 5ના મોત

રાજ્યમાં અકસ્માતોની વણઝાર યથાવત. ખેડાના માતરમાં ઈકો કારે રિક્ષાને ટક્કર મારતાં 3નાં મોત, 4ને ઈજા થઈ જ્યારે વડોદરાના સાવલી પાસે બે કાર સામસામે ટકરાતાં 2નાં મોત, 2ને ઈજા થઈ જોવાના સમાચાર છે.  

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES