• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાની માંગ, વાવ-થરાદના પશુપાલકો માટે મોટી રાહત!
Live Now

ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાની માંગ, વાવ-થરાદના પશુપાલકો માટે મોટી રાહત!

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 29 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Oct 29, 2026, 08:37 AM IST|Updated: Oct 29, 2026, 04:00 PM IST
joinshare
ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાની માંગ, વાવ-થરાદના પશુપાલકો માટે મોટી રાહત!
29 Oct 2026 12:47 IST (IST)
share

Gujarat News Live: પોરબંદરમાં પીજીવીએલ કચેરી નજીક ટ્રેન પાટા પરથી ઉતરી

પોરબંદર શહેરના પીજીવીએલ કચેરી નજીક ટ્રેન પાટા પરથી ઉતરી. વધારાના ડબ્બાના સન્ટીંગ સમયે એક કોચ પાટા પરથી નીચે ઉતરી ગયો. ટ્રેન પાટા પરથી નીચે ઉતરતા રેલવે સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં કોચને ફરીથી ટ્રેક પર ચડાવાયો. ટ્રેનનો કોચ પાટા પરથી કઇ રીતે ઉતર્યો તેને લઇને રેલ્વે વિભાગે તપાસ હાથ ધરી.

29 Oct 2026 12:47 IST (IST)

Gujarat News Live: ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાની માંગ

ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાની માંગ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારના ધોરણે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને 3 ટકા મોંઘવારી ભથ્થું વધારવા રજૂઆત કરવામાં આવી છે. 1 જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થાનો લાભ આપવા માંગ કરાઈ છે.

29 Oct 2026 11:55 IST (IST)

Gujarat News Live: રાજકોટમાં દુષ્કાળની સ્થિતિને લઈને સદભાવના વૃદ્ધાધર્મની અનોખી પહેલ

રાજકોટ દુષ્કાળની સ્થિતિને લઈને સદભાવના વૃદ્ધાધર્મની અનોખી પહેલ. 1 લાખ બળદ માટે કેટલ કેમ્પ દ્વારા સેવા કરવાનો સંકલ્પ. અત્યાર સુધીમાં 8 હજાર બળદો સદભાવના બળદ આશ્રમમાં આશ્રય અપાઈ. 20 દિવસમાં 6000 બળદોનો ઉમેરો થયો. બળદોની સેવા કરવામાં સદભાવના બળદ આશ્રમનું ફંડ પૂર્ણ. સદભાવના બળદ આશ્રમમાં -15 કરોડ ફંડ. દાતાઓને ફંડ આપવા અપીલ. દરરોજ 12 લાખનો ખર્ચ, 2 લાખની દવાનો ખર્ચ. રિલાયન્સ ફાઉન્ડેશનમાંથી કેટલ કેમ્પને સહાય કરવા અનંત આંબાણી સાથે પણ ચર્ચા કરાઈ. સરકારે 4 જિલ્લા જ દુષ્કાળ દ્રસ્ટ જાહેર કર્યા. અન્ય જિલ્લાઓમાંથી પણ મોટા પ્રમાણમાં બળદો આવી રહ્યા છે. સરકાર કેટલ કેમ્પ માટે ઘાસચારો ખુલીને મૂકે તેવી માંગ. સરકાર માત્ર 30 રૂપિયા બળદ દીઠ સહાય આપે છે જે વધારો રૂ. 100 કરે તેવી માંગ.

29 Oct 2026 11:55 IST (IST)

Gujarat News Live: વાવ-થરાદના પશુપાલકો માટે મોટી રાહત!

વાવ-થરાદના પશુપાલકો માટે મોટી રાહત અપાઈ છે. શંકર ચૌધરીની રજૂઆત બાદ મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય. થરાદ અને રાહમાં ઘાસચારાના ડેપો શરૂ કરાયા.પશુપાલકોને માત્ર ₹2 પ્રતિ કિલોના ભાવે મળશે ઘાસચારો. પાંચ પશુ સુધીના પશુપાલકોને મળશે લાભ. પ્રતિ પશુ દૈનિક 4 કિલો ઘાસચારો અપાશે. ઓછા વરસાદને પગલે રાજ્ય સરકારનો પશુપાલકોના હિતમાં નિર્ણય. વાવ-થરાદ જિલ્લામાં હજુ વધુ ઘાસચારાના ડેપો શરૂ કરાશે.

29 Oct 2026 11:55 IST (IST)

Gujarat News Live: સુરતમાં બોગસ ડોક્ટરને ‘આયુર્વેદ સેવા રત્ન’ એવોર્ડ અપાયો

સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ‘વંદે આયુકોન-3’ કાર્યક્રમમાં વિવાદ! બોગસ ડોક્ટરને ‘આયુર્વેદ સેવા રત્ન’ એવોર્ડ આપ્યાનો આરોપ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સન્માન અપાતાં વિવાદ. નવસારી SOGએ અગાઉ બોગસ ડોક્ટર તરીકે પકડેલા ઈસમને એવોર્ડ આપ્યાનો 57થી વધુ ડોક્ટરોનો આક્ષેપ. આયુર્વેદના 57થી વધુ ડિગ્રીધારી ડોક્ટરોએ NCISM, નવી દિલ્હી ખાતે લેખિત ફરિયાદ કરી. એવોર્ડ માટે નામ નક્કી કરવામાં આયોજકોની ભૂમિકા સામે સવાલો. શું આયોજકોએ યોગ્ય ચકાસણી કર્યા વિના એવોર્ડ આપ્યો? સમગ્ર મામલે તપાસની માંગ. બોગસ ડોક્ટરને સન્માન આપવાના વિવાદમાં જવાબદારો સામે કાર્યવાહી થશે કે મામલો દબાવી દેવાશે? આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાલા ની સ્પષ્ટતા. ધરપકડ થયેલા ડોક્ટર ની જાણકારી મળતા તાત્કાલિક ધોરણે બીજા દિવસે એવોર્ડ પાછો લઈ લેવામાં આવ્યો છે. આયુ વિજ્ઞાન સંગઠન દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી. જાણકારી મળતા ડોક્ટરનો એવોર્ડ પાછો લેવાયો છે. આયુ વિજ્ઞાન એસોસિયેશનના પ્રમુખ જીગ્નેશ પટેલે માહિતી આપી. પોલીસમાં ધરપકડ થયેલા ડોક્ટર વિશે જાણકારી મળતા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી. 1200 જેટલા ડોક્ટરોને એવોર્ડ આપવા માટે નક્કી કરાયું હતું, જે પૈકીના આ ડોક્ટર ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ ની છબી કરતા અનેક સવાલો.

29 Oct 2026 11:54 IST (IST)

Gujarat News Live: મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પ્રેમ પ્રકરણમાં ખૌફનાક હત્યા

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પ્રેમ પ્રકરણમાં ખૌફનાક હત્યાની ઘટના સામે આવી. પ્રેમિકાને મળવા ગયેલા 31 વર્ષીય યુવક રણજીતજી ઠાકોરને યુવતીના પરિવારજનોએ પકડી લીધો. યુવકના હાથ-પગ દોરડાથી આંબલીના ઝાડના થડ સાથે બાંધીને ધોકાથી બેરહેમીપૂર્વક માર માર્યો. ગંભીર ઈજાઓના કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું, પોલીસે મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી. મૃતકના પિતાની ફરિયાદના આધારે ઠાકોર હિતેશજી, ભેમાજી, રાંમાજી અને હંસાબેન સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો. ખેરાલુ પોલીસ સ્ટેશનના પી.આઈ. દ્વારા સમગ્ર મામલે કાયદેસરની સઘન તપાસ શરૂ કરવામાં આવી.

29 Oct 2026 09:55 IST (IST)

Gujarat News Live: પાટણમાં સગીર વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષકને 4 વર્ષની સખત કેદ: વર્ષ 2024ના કેસમાં પાટણ સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો

પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે વર્ષ ૨૦૨૪ના છેડતીના કેસમાં મહત્વનો ચુકાદો આપતા શિક્ષક રણજીત ચૌધરીને ૪ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપી શિક્ષક ધોરણ ૧૧નું પેપર ચેક કરવાના બહાને સગીર વિદ્યાર્થિનીને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની છેડતી કરી હતી. સ્પેશિયલ પોક્સો જજ એમ.એ. શેખે આ ચુકાદો સંભળાવતા આરોપીને રૂ. ૨૫,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ મહિનાની કેદની સજા ફટકારી છે, તેમજ ભોગ બનનાર સગીરાને રૂ. ૫૦,૦૦૦નું વળતર આપવા ભલામણ કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કડક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે "ગુરુ જ રક્ષકના બદલે ભક્ષક બને તે અશોભનીય અને ધૃણાસ્પદ છે" અને સાથે જ સગીરાની હિંમત અને પ્રતિકારને પણ બિરદાવી હતી.

29 Oct 2026 09:55 IST (IST)

Gujarat News Live: સ્પેનમાં 200 કિમીની ઝડપે જતી હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ભયાનક ટક્કર, 68 લોકો મોતને ભેટ્યા અને 179 લોકો ઘાયલ

સ્પેનમાં એક અત્યંત ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં ૨૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલી હાઈ-સ્પીડ ટ્રેન પાછળથી બીજી ટ્રેન સાથે અથડાતા ભયાનક ટક્કર થઈ હતી. આ ગોઝારી અકસ્માતમાં ૬૮ લોકો મોતને ભેટ્યા છે, જ્યારે ૧૭૯ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને પગલે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

29 Oct 2026 09:55 IST (IST)

Gujarat News Live: ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં તાજી બરફવર્ષા, કેદારનાથ સહિત આસપાસના વિસ્તારોમાં સફેદ બરફની ચાદર ઢંકાઈ

ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામમાં તાજી બરફવર્ષા થતાં સમગ્ર વિસ્તારમાં અદભુત નજારો જોવા મળી રહ્યો છે. કેદારનાથ અને તેની આસપાસના પર્વતીય વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. આ ગાઢ બરફવર્ષા અને ઠંડીના માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓની આસ્થા અકબંધ રહી છે, અને ભક્તોએ ભારે ઉત્સાહ સાથે બાબા કેદારના દર્શનનો લહાવો લીધો હતો. 

29 Oct 2026 09:54 IST (IST)

Gujarat News Live: વાવાઝોડા 'અર્નબ'થી આંધ્રપ્રદેશમાં તબાહી, 5 લોકોના મોત અને રાજ્યમાં 31 ઘરને નુકસાન પહોંચ્યું, 57 હજાર લોકોનું સ્થળાંતર

આંધ્રપ્રદેશમાં 'અર્નબ' વાવાઝોડાએ ભારે તબાહી મચાવતા મોટું નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાની આ વિપરીત અસરને કારણે રાજ્યમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 31 જેટલાં મકાનોને નુકસાન પહોંચ્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 57 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે પવન અને વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે 50 જેટલી ટ્રેનો તેમજ વિજયવાડા અને વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર કુલ 21 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે.

29 Oct 2026 09:54 IST (IST)

Gujarat News Live: ઓનલાઇન એગ્રીગેટેડ કંપનીઓને અમદાવાદ RTO ની નોટીશ

અમદાવાદ RTO દ્વારા ઓનલાઇન એગ્રીગેટેડ કંપનીઓને નોટીશ ફટકારવામાં આવી છે. લાઇસન્સ સિવાયના વાહનોની સેવા શરુ કરવા બદલ નોટિસ આપી છે. RTO માંથી જો રીક્ષા અથવા કેબનું લાયસન્સ મેળવી ટુ-વહીલરની પણ સેવા આપતાં હોવાનું ધ્યાને આવ્યું. ઓલા, ઉબર અને રેપિડ઼ોને RTO ની નોટિસ. 7 દિવસની અંદર જવાબ આપવા નોટિસમાં ઉલ્લેખ. જો ગેરરીતિ દેખાશે તો 30 દિવસ સુધી લાયસન્સ સસ્પેન્ડ થવાની શક્યતા.

29 Oct 2026 09:54 IST (IST)

Gujarat News Live: કચ્છને મળી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ...

કચ્છથી બિહાર સુધી અમૃત ભારત એક્સપ્રેસને દોડાવવામાં આવશે. 2532 કિમી લાંબી રેલસેવા કચ્છવાસીઓ માટે મહત્વપૂર્ણ બનશે. વેપારીઓ, ઉદ્યોગકારો, શ્રમિકો, વિદ્યાર્થીઓ અને નાગરિકોને સીધો લાભ થશે. ઉત્તર ભારત સાથે વેપારિક, ઔદ્યોગિક અને સામાજિક સંપર્ક વધુ મજબૂત બનશે. રેલવે કનેક્ટિવિટીનો વિસ્તાર કરવા બદલ રેલવે મંત્રાલયની કામગીરીને સાંસદ વિનોદ ચાવડાએ બિરદાવી. આગામી 30 ઓક્ટોબરથી અમૃત ભારત ટ્રેનનો પ્રારંભ થશે. કચ્છ સહિતના વિસ્તારમાંથી રાજસ્થાન ,ઉતરપ્રદેશ, બિહાર જતા પેસેન્જર માટે ટ્રેન ઉપયોગી સાબિત થશે.

29 Oct 2026 09:54 IST (IST)

Gujarat News Live: સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી 6 નવેમ્બરે યોજાશે

સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી જાહેર. આગામી 6 નવેમ્બરના રોજ બંને પદ માટે ચૂંટણી યોજાશે. સાબર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત અઢી વર્ષની. શામળ પટેલ ચેરમેન અને ઋતુરાજ પટેલ વાઇસ ચેરમેન તરીકે કાર્યરત. અઢી વર્ષની મુદત પૂર્ણ થવાની પ્રક્રિયા વચ્ચે બંને પદની ચૂંટણી. ચૂંટણીની જાહેરાત થતાં જ ડેરીના રાજકારણમાં હલચલ વધી. શામળ પટેલ ચેરમેન પદ પર રહેશે કે ગુમાવશે તેની પર નજર. સાબરડેરી અને ચેરમેનના વિવાદોને લઈ શામળ પટેલના પદ જાળવવા પર સવાલ. 

29 Oct 2026 09:53 IST (IST)

Gujarat News Live: હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી આગ

રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી રનવે નજીક સૂકા ઘાસમાં આગ લાગી. રનવે પર વિઝિબિલિટી ઘટી જતાં દિલ્હીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળ્યું. પાયલોટે એરપોર્ટ પર લેન્ડિંગ માટે આકાશમાં 4 ચક્કર લગાવ્યા. બાદમાં ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇ. વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થતાં 100થી વધુ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યા બાદ ફ્લાઇટ બપોરે રાજકોટ પહોંચી. એરપોર્ટ પ્રશાસનની બેદરકારી સામે ઊઠ્યા ગંભીર સવાલો.

29 Oct 2026 09:53 IST (IST)

Gujarat News Live: હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી આગ

રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી રનવે નજીક સૂકા ઘાસમાં આગ લાગી. રનવે પર વિઝિબિલિટી ઘટી જતાં દિલ્હીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળ્યું. પાયલોટે એરપોર્ટ પર લેન્ડિંગ માટે આકાશમાં 4 ચક્કર લગાવ્યા. બાદમાં ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇ. વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થતાં 100થી વધુ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યા બાદ ફ્લાઇટ બપોરે રાજકોટ પહોંચી. એરપોર્ટ પ્રશાસનની બેદરકારી સામે ઊઠ્યા ગંભીર સવાલો.

29 Oct 2026 09:53 IST (IST)

Gujarat News Live: રાજકોટમાં સોની બજારમાં પિતા-પુત્ર વેપારીએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું

રાજકોટમાં સોની બજારમાં પિતા-પુત્ર વેપારીએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાના સમાચાર છે. મારુતિ જ્વેલર્સના માલિકે અનેક વેપારીઓની દિવાળી બગાડી છે. 45 કરોડથી વધુનું વેપારીઓનું કરી નાખ્યું. સોનાના બિસ્કીટનો કારોબાર કરતી પેઢીએ વેપારી પાસે પૈસા પડાવી રાતોરાત ભુગર્ભમાં ઉતરી ગયા. સાંજે 7 વાગ્યે સોનુ આપવાનો વાયદો કરી પિતા પુત્ર ફોન બંધ કરી થયા ફરાર. મારુતિ જ્વેલર્સના હસમુખ લોઢીયા અને તેનો પુત્ર દેવાંગ લોઢિયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ઠગ પિતા પુત્ર વિરુદ્ધ 8કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ભોગ બનનાર વેપારીઓને ફરિયાદ કરવા પોલીસે અપીલ કરી. છેતરપિંડીનો આંકડો હજુ વધે તેવી શક્યતા.

29 Oct 2026 09:52 IST (IST)

Gujarat News Live: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટનો મહત્વનો આદેશ

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખભાઈ પટેલને રાહત યથાવત. ઓરેવા ગ્રુપના MD જયસુખભાઈ પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત યથાવત. આગામી 2 ફેબ્રુઆરી, 2027ના રોજ વધુ સુનાવણી. આગામી સુનાવણી સુધી અંતરિમ રાહત ચાલુ રાખવાનો કોર્ટનો આદેશ. રાહત યથાવત રહેતા ત્યાં સુધી મોરબી કોર્ટમાં ચાર્જફ્રેમની કાર્યવાહી નહીં થઈ શકે. ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટનો મહત્વનો આદેશ.

29 Oct 2026 08:57 IST (IST)

Gujarat News Live: ભાવનગરમા 1લી નવેમ્બરે સૂર્યકિરણ એર શો

ભાવનગરમા 1લી નવેમ્બરે સૂર્યકિરણ એરશો યોજાશે. ભારતીય વાયુસેનાના 9 વિમાન વડોદરાથી ઉડાન ભરશે. શહેરના આકાશમાં સૂર્યકિરણ એરશો દ્વારા રોમાંચક કરતબો. શહેરના બોરતળાવ ખાતે સવારે 9 કલાકે વાયુબેન્ડ સાથે આયોજન. વાયુસેનાના 9 વિમાનો આકાશને કેસરી, સફેદ અને લીલા રંગોથી ભરી દેશે.

29 Oct 2026 08:57 IST (IST)

Gujarat News Live: વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગનો નિર્ણય

વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગનો નિર્ણય. પેપર ફૂટવાની આશંકાને લઈને શિક્ષણ વિભાગનો નિર્ણય. ધોરણ 6 અને 7ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા મોકૂફ. 29 ઓક્ટોબરે યોજાનારી પરીક્ષા હવે 2 નવેમ્બરે લેવાશે. ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ જ લેવાશે. પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવા શાળાના આચાર્યોને સૂચના. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર.

29 Oct 2026 08:56 IST (IST)

Gujarat News Live: પાટણના સગીર વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષકને 4 વર્ષની સખત કેદ

પાટણના સગીર વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષકને 4 વર્ષની સખત કેદ. વર્ષ 2024 મા બનેલ ઘટનાનો ચુકાદો આવ્યો. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે શિક્ષક રણજીત ચૌધરીને ફટકારી સજા. ધોરણ-11નું પેપર ચેક કરવાના બહાને સગીર વિદ્યાર્થિનીને ઘરે લઈ જઈ જાતીય સતામણી  કર્યાનો કેસ. પાટણ સ્પેશિયલ પોક્સો જજ એમ.એ. શેખે આરોપીને 4 વર્ષની સખત કેદની સજા ફટકારી. આરોપીને ₹25,000નો દંડ, દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સખત કેદનો હુકમ. ભોગ બનનાર સગીરાને ₹50,000નું વળતર ચૂકવવા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ. કોર્ટે નોંધ્યું કે  ગુરુ જ જ્યારે રક્ષકના બદલે ભક્ષક બને, ત્યારે તે અશોભનીય અને ધૃણાસ્પદ કૃત્ય છે. સગીરાની હિંમતને બિરદાવતાં કોર્ટે કહ્યું કે તેના પ્રતિકારથી અન્ય વિદ્યાર્થિનીઓની સુરક્ષામાં મદદ મળી શકે છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
'બંધ થવી જોઈએ 500 અને 2000 રૂપિયાની નોટો'... મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેમ ઉઠાવી આ માંગ?

'બંધ થવી જોઈએ 500 અને 2000 રૂપિયાની નોટો'... મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેમ ઉઠાવી આ માંગ?

2

White House Lockdown: વ્હાઇટ હાઉસ બહાર કારનો અકસ્માત, સમગ્ર વિસ્તારમાં લોકડાઉન!

3

કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્નની તૈયારીઓ પૂર્ણ, ક્યારે લેશે ફેરા અને કોણ હશે મહેમાનો ? જાણો

4

સરકારી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! 48 કલાકમાં થશે સસ્પેન્ડ, જાણો

5

જો દિવાળી બાદ આ 5 શુભ સંકેત જોવા મળે, તો સમજો તમારા પર છે મા લક્ષ્મીની કૃપા!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..