SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: વડોદરામાં આજે CMની રેલી પહેલા પોસ્ટરવોર, કેનેડા મોકલવાના નામે 50 લાખની છેતરપિંડી, સામી દિવાળીએ ફ્લાઈટના ભાડામાં વધારો

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 28 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Oct 28, 2026, 08:37 AM IST | Updated: Oct 28, 2026, 10:49 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..
 

28 Oct 2026, 10:49 AM

Gujarat News Live: બાબરા નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળામાં થઈ મારામારી.

અમરેલી: બાબરા પાલિકા આયોજિત મેળામાં મારામારી. સ્વદેશી મેળામાં રાઈડ્સ સંચાલક સાથે થઈ માથાકૂટ. રાઈડમાં બેસવા બાબતે બબાલ થતા મારામારી થઈ. ધોકા અને પાવડા વડે બે શખ્સોએ મારામારી કરી. મારામારીનો સમગ્ર વીડિયો સો. મીડિયામાં વાયરલ. નગરપાલિકાના પટાંગણમાં જ મેળાનું આયોજન થયું છે.
 

28 Oct 2026, 10:49 AM

Gujarat News Live: ખોખરામાં આવેલ આઈઆઈટી રામ કોલેજ ખાતે nsuiએ કરી તાળા બાંધી

અમદાવાદના ખોખરાની IITRAM કોલેજને તાળાબંધી. NSUIના કાર્યકરોએ કોલેજને કરી તાળાબંધી. પાર્કિંગ વિવાદને લઈને NSUIનો વિરોધ. સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિરોધ કરાશેઃ NSUI. માગણી પૂર્ણ નહીં થાય તો વિરોધ વધુ ઉગ્ર બનશેઃ NSUI.

28 Oct 2026, 10:49 AM

Gujarat News Live: વડોદરાના ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો

વડોદરાના ગોરવા વિસ્તારમાં હત્યાના બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં થયેલા મનદુઃખના કારણે ભાગીદારે જ પોતાના પાર્ટનરની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. મૃતકને મધુરનગર પાસેની કેનાલમાં ધક્કો મારી દીધો હોવાનો પોલીસનો દાવો છે. આ મામલે પોલીસે ઉત્તર પ્રદેશના રહેવાસી આરોપી સુફિયાન અબ્દુલસત્તાર સિદ્દીકીને ઝડપી પાડ્યો છે.

28 Oct 2026, 10:48 AM

Gujarat News Live: સામી દિવાળીએ ફ્લાઈટના ભાડામાં વધારો

સામી દિવાળીએ ફ્લાઈટના ભાડામાં વધારો. એર ઇન્ડિયા ની ફ્લાઈટમાં ધરખમ વધારો. સુરતથી દુબઇ અને શારજાહના વન વે ભાડું થયું આશરે રૂ  50000. 30 તારીખ સુધી આ ભાડું દર્શાવી રહ્યું છે. 1 તારીખના પણ રૂ 48000 રૂપિયા.

28 Oct 2026, 10:48 AM

Gujarat News Live: કાલુપુર રેલવે સ્ટેશન સાથે રસ્તાઓની પણ કાયા પલટ

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન સાથે રસ્તાઓની પણ કાયા પલટ કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન બહારનો રસ્તો પહોળો કરવામાં આવશે. 30 મીટર જેટલો રસ્તો પહોળો કરવામાં આવશે. સારંગપુર સર્કલથી dcp ઝોન 3 કચેરી સુધીનો રસ્તો પહોળો કરાશે. આ માટે કપાતમાં આવતી 17 મિલકત તોડવામાં આવશે.

28 Oct 2026, 10:48 AM

Gujarat News Live: સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કેદી સાથે અકસ્માત

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કેદી સાથે અકસ્માત. NDPS કેસમાં આજીવન કેદ ભોગવતો 29 વર્ષીય કેદી પગથિયાં પરથી પટકાયો. રિઝવાન મોહમ્મદ ગની શેખને માથા અને ડાબી આંખે ગંભીર ઈજા. બેરેકના પગથિયાં ઉતરતી વખતે અચાનક પગ લપસતાં અકસ્માત. કેદી પટકાતાં જેલ પરિસરમાં દોડધામ મચી. ઈજાગ્રસ્ત કેદીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો. સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં કેદી સારવાર હેઠળ. હોસ્પિટલના સૂત્રો મુજબ કેદીની હાલત હાલ સ્થિર. ચાર મહિના અગાઉ જ રિઝવાનને લાજપોર જેલમાં લવાયો હતો. મુંબઈમાં ફાયરિંગ સાથે હત્યાના પ્રયાસના ગુનામાં ચાર વર્ષ જેલમાં રહી ચૂક્યો છે.

28 Oct 2026, 10:47 AM

Gujarat News Live: સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કેદી સાથે અકસ્માત

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કેદી સાથે અકસ્માત. NDPS કેસમાં આજીવન કેદ ભોગવતો 29 વર્ષીય કેદી પગથિયાં પરથી પટકાયો. રિઝવાન મોહમ્મદ ગની શેખને માથા અને ડાબી આંખે ગંભીર ઈજા. બેરેકના પગથિયાં ઉતરતી વખતે અચાનક પગ લપસતાં અકસ્માત. કેદી પટકાતાં જેલ પરિસરમાં દોડધામ મચી. ઈજાગ્રસ્ત કેદીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો. સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં કેદી સારવાર હેઠળ. હોસ્પિટલના સૂત્રો મુજબ કેદીની હાલત હાલ સ્થિર. ચાર મહિના અગાઉ જ રિઝવાનને લાજપોર જેલમાં લવાયો હતો. મુંબઈમાં ફાયરિંગ સાથે હત્યાના પ્રયાસના ગુનામાં ચાર વર્ષ જેલમાં રહી ચૂક્યો છે.

28 Oct 2026, 10:47 AM

Gujarat News Live: મહેસાણામાં કેનેડા મોકલવાના નામે 50 લાખની છેતરપિંડીની ફરિયાદ

મહેસાણામાં કેનેડા મોકલવાના નામે 50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. કેનેડાના વર્ક પરમિટ અને PR વિઝા અપાવવાના બહાને છેતરપિંડી કરાઈ. અમદાવાદના કુશલકુમાર પટેલ અને અવનીબેન પટેલ સામે ફરિયાદ. વિદેશ મોકલવાનું કામ ન થાય તો પૈસા પરત આપવાની ખાતરી આપી હતી. અલગ-અલગ હપ્તામાં ફરિયાદી પાસેથી 50 લાખ જેટલી રકમ લીધી. કેનેડાના વિઝા ન અપાવી ઓફિસ બંધ કરી દીધી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. મહેસાણા તાલુકા પોલીસ મથકે  અમદાવાદ ના દંપતી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની નોંધાઇ ફરિયાદ.

28 Oct 2026, 10:46 AM

Gujarat News Live: વડોદરામાં આજે મુખ્યમંત્રીની રેલી પહેલા લાગ્યા પોસ્ટર

વડોદરામાં આજે મુખ્યમંત્રીની રેલી પહેલા લાગ્યા પોસ્ટર લાગ્યા છે. ભાજપ સુધારો, લોક તંત્ર બચાવોના પોસ્ટરો લાગ્યા. ક્રાંતિકારી સેના દ્વારા વાસણા વિસ્તારમાં લગાવ્યા પોસ્ટરો. એન્ટી બીજેપી, પ્રો મોદીના સ્લોગન સાથે પોસ્ટર લગાવ્યા. આજે મુખ્યમંત્રીની હાજરીમાં લોક તંત્ર બચાવો અરાજકતા હટાવો પદ યાત્રા યોજાવાની છે. યાત્રાના એક દિવસ પહેલા જ ભાજપ સુધારો, લોકતંત્ર બચાવોના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું. સ્થાનિક કોર્પોરેટરો અને સંગઠનથી નારાજગી.

28 Oct 2026, 8:57 AM

Gujarat News Live: માતા પિતાને વિવાદ વચ્ચે અટકેલા બાળકની પાસપોર્ટની મેટર પહોંચી હાઇકોર્ટ

અમદાવાદમાં માતા-પિતાના વિવાદ વચ્ચે અટકેલી એક સગીર બાળકના પાસપોર્ટની મેટર ગુજરાત હાઇકોર્ટ પહોંચી હતી, જ્યાં કોર્ટે બાળકનું ભવિષ્ય ધ્યાને રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે વિવાદ વચ્ચે બાળક માતાની કસ્ટડીમાં હોય, ત્યારે પિતાની સહી ન હોય તો પણ ચાલે. બાળકના હિતને પ્રાધાન્ય આપતાં કોર્ટે સંબંધિત વિભાગને આ ઓર્ડરની કોપી મળ્યાના ૮ સપ્તાહની અંદર બાળકનો પાસપોર્ટ ઈશ્યુ કરી દેવા માટે આદેશ કર્યો છે.

28 Oct 2026, 8:57 AM

Gujarat News Live: ગુજરાતમાં રેસ્ટોરન્ટોની 25 હજાર કરોડની કરચોરી ઝડપાઈ: IT વિભાગ દ્વારા દરોડા

સુરત, અમદાવાદ અને રાજકોટમાં આયકર (IT) વિભાગે દરોડા પાડીને રેસ્ટોરન્ટો દ્વારા કરવામાં આવતી ૨૫ હજાર કરોડ રૂપિયાની મોટા પાયે કરચોરીનો પર્દાફાશ કર્યો છે. સ્વિગી અને ઝોમેટોના ડેટા એનાલિસિસ દરમિયાન ૮ હજારથી વધુ રેસ્ટોરન્ટના ટીડીએસ (TDS) કપાયા હોવાનું સામે આવ્યા બાદ આ મોટી તપાસ હાથ ધરાઈ છે. રેસ્ટોરન્ટ ધારકો બિલિંગ સોફ્ટવેર, ક્લાઉડ સિસ્ટમ અને કેશ વેચાણ છુપાવીને આવક ઓછી દર્શાવતા હતા. હાલ આવકવેરા વિભાગે રૂપિયા ૨ કરોડથી ૫ કરોડ સુધીની વાર્ષિક આવક ધરાવતી હોટલો અને રેસ્ટોરન્ટો પર પોતાની તપાસ કેન્દ્રિત કરી છે.

28 Oct 2026, 8:56 AM

Gujarat News Live: ગુમ થયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે

ગુજરાતમાં મોબાઈલ રિકવરી રેટ 50.75 ટકા થયો. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2 લાખ 38 હજાર 533 મોબાઈલ બ્લોક કરાયા. 1 લાખ 47 હજાર 427 મોબાઈલ ટ્રેસ કરવામાં પોલીસને સફળતા. 74 હજાર 823 મોબાઈલ મૂળ માલિકોને પરત અપાયા. મોબાઈલ રિકવરીમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે. દેશમાં મોબાઈલ રિકવરીનો સરેરાશ દર 37.4 ટકા જ્યારે ગુજરાતનો દર 50.75 ટકા. ગત વર્ષની સરખામણીએ ગુજરાતના મોબાઈલ રિકવરી દરમાં 9.75 ટકાનો વધારો. CEIR પોર્ટલના શ્રેષ્ઠ અમલીકરણ બદલ ગુજરાત પોલીસના અધિકારીઓનું સન્માન. નાણાકીય વર્ષ 2026 27ના પ્રથમ છ મહિનામાં આણંદ જિલ્લો પ્રથમ ક્રમે. ડાંગ જિલ્લો બીજા ક્રમે અને અમદાવાદ શહેર ત્રીજા ક્રમે. આણંદ સાયબર સેલના પીઆઈ જયમીન ડોડિયાની કામગીરી શ્રેષ્ઠ. ડાંગ એલસીબીના પીએસઆઈ જે જી અનડકટને બીજો ક્રમ. અમદાવાદ શહેરના એએસઆઈ ભાવેશકુમાર વિષ્ણુપ્રસાદ અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ જયંતીલાલની કામગીરીને બિરદાવાઈ. ગુજરાત પોલીસ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો. સીઆઈડી ક્રાઈમના ડીજીપી ડૉ કે એલ એન રાવ અને DoT ગુજરાત LSAના એડિશનલ ડાયરેક્ટર જનરલ ગિરીશ કટારિયાની ઉપસ્થિતિમાં અધિકારીઓનું સન્માન કરાયું. ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ શોધવા માટે CEIR પોર્ટલ અસરકારક સાબિત થયું. મોબાઈલના દુરુપયોગ અને સાયબર છેતરપિંડી રોકવામાં ગુજરાત પોલીસ અને DoTનું સંકલન મહત્વપૂર્ણ.

28 Oct 2026, 8:56 AM

Gujarat News Live: ઇન્દોર-દાહોદ નવી રેલ લાઇન ૨૯૫૭ મીટર લાંબી ટનલનું નિર્માણ અંતિમ ચરણમાં પહોંચ્યું

ઇન્દોર-દાહોદ નવી રેલવે લાઇન યોજના અંતર્ગત ૨૯૫૭ મીટર લાંબી ટનલનું નિર્માણ કાર્ય હવે અંતિમ ચરણમાં પહોંચી ગયું છે. ટનલના બંને છેડા પર રેલવે ટ્રેક સફળતાપૂર્વક જોડાઈ ગયા બાદ, ટીડી તરફના P-1 છેડાથી પીથમપુર તરફના P-2 છેડા સુધી ટાવર વેગન ચલાવીને ટનલનું સફળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં ટીડીથી ધાર સુધીના આશરે ૪૭ કિલોમીટર લાંબા રેલ સેક્શનમાં બેલાસ્ટલેસ ટ્રેક બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તેની સાથે વીજળીકરણ તેમજ સિગ્નલિંગ સિસ્ટમની કામગીરી પણ આખરી ઓપ લઈ રહી છે.

28 Oct 2026, 8:56 AM

Gujarat News Live: બહુચરાજી મંદિરમાં છેલ્લા અઢી વર્ષથી કોથળામાં ભરેલા દાનની આજથી ગણતરી

બહુચરાજી મંદિરમાં છેલ્લા અઢી વર્ષથી કોથળામાં ભરેલા દાનની આજથી ગણતરી શરૂ થશે. ​દાનપેટીની રકમની આ ગણતરી આગામી 10 દિવસ એટલે કે 6 નવેમ્બર સુધી ચાલશે. ​ગણતરી પ્રક્રિયા માટે 1 નાયબ કલેક્ટર, 1 મામલતદાર, 2 નાયબ મામલતદાર અને 3 મહેસૂલી તલાટી તૈનાત કરાયા.  સુરક્ષા માટે ગણતરીદારોને વધુ ખિસ્સાવાળા કપડાં અને મોજાં પહેરવા પર સખત પ્રતિબંધ મુકાયો. ​ભંડાર કક્ષમાં મોબાઈલ, પાકીટ, રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના લઈ જવા પર સંપૂર્ણ મનાઈ. ​ગેરરીતિ અટકાવવા રોકડ રકમની ગણતરીનું સીસીટીવી કેમેરા દ્વારા સતત લાઈવ પ્રસારણ અને મોનિટરિંગ કરાશે. ​સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે નિયુક્ત મહેસૂલી અધિકારીઓની ફરજમાં રોજેરોજ ફેરફાર કરવામાં આવશે.
 

28 Oct 2026, 8:55 AM

Gujarat News Live: અર્નબ વાવાઝોડાના પગલે અનેક વૃક્ષો થયા ધરાશાયી

આંધ્રપ્રદેશના મંત્રી ગોટ્ટીપાટી રવિ કુમારે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં વીજળી પુરવઠો પૂર્વવત કરવા માટે તેલંગાણાની મદદ માગી. તેમણે ભારે વરસાદ અને તેજ પવનોના કારણે થયેલા નુકસાનના સમારકામ માટે કર્મચારીઓ અને સાધનો પૂરા પાડવા વિનંતી કરી. તેલંગાણા વીજ વિભાગ જરૂરી સ્ટાફ અને સાધનો મોકલવા માટે સંમત થયો છે. વાવાઝોડાને કારણે સમગ્ર આંધ્રપ્રદેશમાં વીજળી ખોરવાઈ ગઈ છે, જેમાં અનેક ગામડાઓમાં વીજળીના થાંભલા પડી ગયા છે અને લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે.

28 Oct 2026, 8:55 AM

Gujarat News Live: તાપીમાં 5 PI ની આંતરિક બદલી: વહીવટી કાર્યક્ષમતા વધારવાના ભાગરૂપે બદલીના આદેશ

તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તેમજ વહીવટી કાર્યક્ષમતા વધારવાના ભાગરૂપે ૫ પીઆઈ (PI) ની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ ફેરબદલ હેઠળ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા એમ. એમ. ગિલાતરને સોનગઢ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે, જ્યારે પીઆઈ ડી. વી. ઢોલાને સાયબર ક્રાઈમ, એન. આઈ. બારોટને કાકરાપાર પોલીસ સ્ટેશન, વી. કે. પટેલને ANW અને જે. એન. જોશીની કુકરમુંડા ખાતે બદલી કરવામાં આવી છે. આચિંતા કરાયેલા આંતરિક ફેરબદલને કારણે પોલીસ બેડામાં 'કહી ખુશી કહી ગમ' જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

28 Oct 2026, 8:55 AM

Gujarat News Live: જૂનાગઢમાંથી ફરી એકવાર નકલી ઘી ઝડપાયું: એસઓજી પોલીસે ચિત્રકૂટ સોસાયટીમાં પાડેલા દરોડામાં ઘીનો જથ્થો જપ્ત

જૂનાગઢમાં ખાધ્ય પદાર્થોમાં ચાલતી ભેળસેળ સામે SOG પોલીસે લાલ આંખ કરી છે, જ્યાં ફરી એકવાર શહેરમાંથી નકલી ઘી ઝડપાઈ આવતા ખળભળાટ મચી ગયો છે. SOG પોલીસે બાતમીના આધારે શહેરની ચિત્રકૂટ સોસાયટીમાં આવેલી એક જગ્યા પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં નકલી ઘી જપ્ત કર્યું છે. વિશેષ બાબત એ છે કે, આ અગાઉ માત્ર બે દિવસ પહેલા જ શહેરમાંથી અન્ય એક સ્થળેથી પણ નકલી ઘી પકડાયું હતું, જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું કરનાર તત્વો સક્રિય હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

28 Oct 2026, 8:54 AM

Gujarat News Live: ભરૂચના વાવલી ગામે નર્મદાની નહેર તૂટતાં ખેતરોમાં ભરાયા પાણી: ખેતરો જળબંબાકાર થતાં ખેડૂતોમાં ચિંતા

ભરૂચના વાવલી ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં તૂટેલી નહેરના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. પાણી ભરાઈ જવાના કારણે ખેતરોમાં વાવેલા ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી સ્થાનિક ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ પરિસ્થિતિને પગલે ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે નહેરનું સમારકામ હાથ ધરવા અને થયેલા નુકસાન સામે યોગ્ય વળતર તથા સહાય પૂરી પાડવા માંગ કરી છે.

28 Oct 2026, 8:54 AM

Gujarat News Live: 29 અને 30 ઓક્ટોબરે ગુજરાતમાં પડી શકે છે વરસાદ: અપર એર સાયક્લોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય

રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી ૨૯ અને ૩૦ ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા જણાવાયું છે.

28 Oct 2026, 8:54 AM

Gujarat News Live: બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ચક્રવાત અર્નબે ધારણ કર્યું ખતરનાક સ્વરૂપ: ચાર રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર

બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ચક્રવાત 'અર્નબ' અત્યંત ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત કુલ ચાર રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દરિયાકાંઠાના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES