)
ખેડા જિલ્લાના મહેમદાવાદના કેશરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં બે મહિલાઓનાં કરુણ મોત થયા છે. અમદાવાદ–ડાકોર હાઈવે પર આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બે મહિલાઓનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં હતા.
રોડ પર ખાડા પૂરવાની કામગીરી દરમિયાન ડિવાઈડર કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતને પગલે ઘટનાસ્થળે આસપાસના લોકોનાં ટોળેટોળાં એકઠાં થયા હતા. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદમાં ફટાકડા બજારમાં મોંઘવારીના કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે દિવાળીમાં મોંઘવારી નડશે. આ વર્ષે ફટકડામાં સામાન્ય વર્ષ કરતા બમણા જેવો ભાવ વધારો થયો છે. સામાન્ય રીતે દર વર્ષે 5થી 10 ટકા ભાવ વધતા હોય છે. જ્યાં આ વર્ષે 25થી 30 ટકા ભાવ વધારો જોવા મળ્યો. ફટકડામાં વપરાતા કેમિકલના ભાવ વધતા અને માલ ઓછો આવતા ઉત્પાદન ઘટવાને લઈને ભાવ વધ્યા છે. ભાવ વધતા આ સમયે ખરીદીમાં જોવા મળતી ભીડ સામે ભીડ ઘટી હોવાનું વેપારીઓનું કહેવું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 ઓક્ટોબરના નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે, તો 30 ઓક્ટોબરના ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 31 ઓક્ટોબરના રોજ ભાવનગર, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...