• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: અમદાવાદમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં દુર્ઘટના, 3 નવેમ્બરે ગાંધીનગરને મળશે નવા મેયર, સહાય ખેડૂતો માટે મજાક સમાન: અમિત ચાવડા
Live Now

Gujarat News Live: અમદાવાદમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં દુર્ઘટના, 3 નવેમ્બરે ગાંધીનગરને મળશે નવા મેયર, સહાય ખેડૂતો માટે મજાક સમાન: અમિત ચાવડા

Gujarat Breaking News Live: 26 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written ByDilip Chaudhary
Published: Oct 26, 2026, 03:32 PM IST|Updated: Oct 26, 2026, 05:09 PM IST
joinshare
Gujarat News Live: અમદાવાદમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં દુર્ઘટના, 3 નવેમ્બરે ગાંધીનગરને મળશે નવા મેયર, સહાય ખેડૂતો માટે મજાક સમાન: અમિત ચાવડા
26 Oct 2026 16:58 IST (IST)
share

Gujarat News Live: સોલામાં બની રહેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં દુર્ઘટના

અમદાવાદના સોલામાં બની રહેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં મોટી દુર્ઘટના બની છે. વેલ્ડિંગ કામગીરી દરમિયાન ડ્રેનેજના ગેસની અસરથી એક શ્રમિક પાણીમાં પડ્યો હકો, જેને બચાવવા અન્ય ૩ પણ કૂદ્યા હતા. 4 પૈકીના બેને બચાવવામાં સફળતા મળી છે, જ્યારે બાકીના 2ની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. AMC ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.

26 Oct 2026 16:27 IST (IST)

Gujarat News Live: 3 નવેમ્બરે થશે ગાંધીનગર મનપાના હોદ્દેદારોની વરણી

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની નિમણૂક મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 3 નવેમ્બરના રોજ ગાંધીનગર મનપાના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. મેયર, ડે મેયર અને સ્ટેન્ડીગ કમિટીના ચેરમેનના નામો જાહેર કરવામાં આવશે. 3 નવેમ્બરે ગાંધીનગર મનપાની સામાન્ય સભા મળશે.

26 Oct 2026 16:07 IST (IST)

Gujarat News Live: સહાય ખેડૂતો માટે મજાક સમાન: અમિત ચાવડા

દુષ્કાળ અંગેની જાહેરાત પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે મોડે મોડે અમારી રજુઆત માની છે. પણ માત્ર 4 જિલ્લાઓ જ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. સરકારને રજુઆત છે કે અન્ય જિલ્લાઓ પણ અસરગ્રસ્ત જાહેર કરે. ખેતી ઉપરાંત પીવાની પાણી પણ સમસ્યાઓ છે. રાજ્ય સરકારે કરેલ સહાય રાશિ પણ ખૂબ જ ઓછી છે. સહાય ખેડૂતો માટે મજાક સમાન છે.

26 Oct 2026 15:49 IST (IST)

Gujarat News Live: રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતા ખેડૂતોમાં રોષ

રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેરાત કરાયા છે, ત્યારે રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સરકારે ફેર વિચારણા કરી રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માંગ છે. રાજકોટ જિલ્લાના અમુક તાલુકામાં માત્ર 7 ઇંચ જેવો વરસાદ પડ્યો હોવાનો ખેડૂતોનો દાવો છે. વરસાદ ન વરસતા ખેડૂતોના પાક સુકાઈ ગયા હતા.

સરકારે વ્હાલા દવલાની નીતિ છોડી સૌરાષ્ટ્ર આખાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ. ચોમાસુ પાકના વાવેતરનો ખર્ચ પણ હાથમાં આવ્યો નથી. સરકારે હાલ જે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત સહાય જાહેર કરી છે તે પણ ખૂબ ઓછી છે, 8500 રૂપિયા હેક્ટર દીઠ સહાયની જાહેર કરી ખેડૂતો સાથે રમત કરી છે, સરકર ઉદ્યોગપતિઓ દેવા માફ કરે તો રાજકોટ જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોની પડખે ઉભું રહેવું જોઈએ.
 

26 Oct 2026 15:34 IST (IST)

Gujarat News Live: અમદાવાદમાં બાળકને માર મારનાર શિક્ષક સસ્પેન્ડ

અમદાવાદની CN વિદ્યાલયમાં બાળકને માર મારવા મામલે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બાળક વર્ગમાં વાતચીત કરતા શિક્ષકે બાળકને છ લાફા ઝીંક્યા હતા. ઘટના બાદ વિદ્યાર્થીના વાલીએ DEO કચેરીએ રજુઆત કરી હતી. રજુઆત બાદ DEOએ શાળાને કારણદર્શક નોટીશ પાઠવી હતી. નોટિસ બાદ શાળાએ શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે. 

26 Oct 2026 15:34 IST (IST)

Gujarat News Live: વડોદરામાં વગર વરસાદે પડેલા ભૂવામાં ડમ્પર ખાબક્યું

વડોદરા શહેરમાં આયુર્વેદિક ત્રણ રસ્તા નજીક ભૂવો પડતા વાહન ખાબક્યું. વગર વરસાદે પડેલા ભૂવામાં ડમ્પર ખાબક્યું હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે રસ્તાની સાઇડ પર ઊભેલા બે યુવકોના બચી ગયા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. દરરોજના અનેકો વાહન આ રોડ પરથી પસાર થાય છે. ડમ્પર પલટી મારતા સ્થાનિકોએ ડમ્પર ચાલકને બહાર કાઢ્યો હતો.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વિનાશની ચેતવણી: 140 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું અર્નબ, 4 રાજ્યોને ખતરો!

વિનાશની ચેતવણી: 140 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું અર્નબ, 4 રાજ્યોને ખતરો!

2

અમદાવાદના સોલામાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં દુર્ઘટના, બે શ્રમિકોના મોત

3

ટાઇગર શ્રોફ નહીં અસલી નિશાન આમિર ખાન હોવાનો દાવો, આ કારણોસર શૂટરોએ બદલી દીધો પ્લાન

4

ઈરાન અને તુર્કિએના શહેરો પર કબજાથી લઈને ખજાના સુધી..., 2027ને લઈને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી, જાણો

5

વહેમનો કોઈ ઈલાજ નથી! અંકલેશ્વરમાં વહેલી પરોઢે સંબંધોનું થયું ખૂન, લોહીથી રૂમ લાલ થઈ ગયો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...