Gujarat News Live: રાજકોટ-મોરબીના ખેડૂત આંદોલનને લઇને મોટા સમાચાર, ટાઇગર શ્રોફ કેસમાં સુરત કનેક્શન, PM મોદી 30 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 24 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
24 Oct 2026, 12:33 PM
Gujarat News Live: અમદાવાદ ગ્રામ્યમાં મોટી ચોરીની ઘટના, વેરહાઉસમાં 99.98 લાખના મતાની ચોરી
અમદાવાદ ગ્રામ્યમાં મોટી ચોરીની ઘટના. ચાંગોદર ના વેરહાઉસમાં 99.98 લાખના મતાની ચોરી. સનાથલ સર્કલ પાસેના શેડમાં ત્રાટકેલા તસ્કરોએ એક કલાકમાં હાથ સાફ કર્યો. ખેતરમાંથી આવીને દીવાલ પરના પતરા ખોલીને બે બુકાનીધારીએ ચોરી કરી. તસ્કરોએ 20 કીબોર્ડ, 40 આઇફોન-17, 30 આઇફોન-16, 2 આઇપેડ, 36 આઇવોચ, 26 લેપટોપની ચોરી કરી. ચાંગોદર પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી.
નરનારાયણ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ કાર્યક્રમ દરમિયાનની ઘટના. મહિલાઓ ભજન કિર્તન કરતા હતા એ દરમિયાન ઘટના સર્જાઈ. વીસ ફૂટ ઉંચી સિડી વૃદ્ધ મહિલાના માથા પર પડતા મોત, અન્ય એક મહિલાને ઈજા. મૃતક વૃદ્ધા રાજ્યના નાણાં પંચના સભ્ય જેડી પટેલના પત્ની. ભાજપના સ્થાનિક આગેવાન અને નાણાં પંચના સભ્યના પત્નિનું અવસાન થતાં શોક. ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું. લક્ષદ્વીપ પ્રશાસક, સાંસદ, ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ભીલડી ખાતેથી 'પીએમ કિસાન સન્માન નિધિ'નો 24મો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બનાસ ડેરીના ₹325 કરોડના ખર્ચે તૈયાર થયેલા બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર, પાલનપુર સ્થિત ઓટોમેટેડ સ્ટોરેજ સિસ્ટમ તેમજ સણાદર બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, રાધનપુર અને થરાદ ખાતે બનાસ બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીના આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ અને આરોગ્ય ક્ષેત્રે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.
24 Oct 2026, 12:32 PM
Gujarat News Live: જૂનાગઢની કેશોદ સિવિલ હોસ્પિટલમાં જામ્યો સંગ્રામ, ચૂંટણીની અદાવતને લઈને એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ
જૂનાગઢના કેશોદમાં ચૂંટણી સમયની જૂની અદાવતને લઈને એક જ સમાજના બે જૂથો વચ્ચે ઉગ્ર બબાલ સર્જાઈ હતી. અગાઉ ત્રાંગણસા પીર પાસે બંને પક્ષો વચ્ચે થયેલી અથડામણ બાદ, આ માથાકૂટ કેશોદની સિવિલ હોસ્પિટલ પરિસર સુધી પહોંચી ગઈ હતી જ્યાં હોસ્પિટલના આંગણમાં જ બંને જૂથો સામસામે આવી જતાં ભારે સંગ્રામ જામ્યો હતો. સિવિલ હોસ્પિટલ પરિસરમાં થયેલી આ હિંસક મારામારી અને જૂથ અથડામણમાં પાલિકાના એક સભ્ય સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. વેરહાઉસની સુરક્ષાને સેંધ મારીને ઘૂસેલા ઇસમો અંદાજે 1 કરોડ રૂપિયાના માલસામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા છે, જેમાં મુખ્યત્વે 70 નંગ મોંઘા આઈફોન (iPhone) ઉપરાંત આઈવોચ (iWatch) અને લેપટોપ (Laptop) સહિતનો કિંમતી ટેકનોલોજીકલ મુદ્દામાલ ચોરાયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા વેરહાઉસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
વાપીમાં સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યુઝ મેળવવાના ચક્કરમાં એક યુવતી દ્વારા તમામ મર્યાદાઓ નેવે મૂકવાનો કિસ્સા સામે આવ્યો છે. વાપીના જાહેર રોડ પર એક યુવતી ચાલુ મોપેડ પર યુવકના ખોળામાં ઊંધી બેસીને અશોભનીય વર્તન કરતી જોવા મળી હતી. આ જોખમી અને અશોભનીય સ્ટંટનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારથી ધમધમતા રસ્તા પર રીલ્સબાજીના ચક્કરમાં કરાયેલી આ બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
24 Oct 2026, 12:31 PM
Gujarat News Live: સુરતના હોટ મિક્સ કચરાના વિવાદ પર ધારાસભ્ય કુમાર કાનાણીની લાલ આંખ, તંત્રને આપી ચેતવણી
સુરતમાં હોટ મિક્સ કચરાની સમસ્યાને લઈને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવતા આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ અંગે તેમણે ચાર વર્ષ પહેલાં જ ફરિયાદ કરી હતી, છતાં આજે પણ શહેરના જે ખૂણે જુઓ ત્યાં હોટ મિક્સ કચરો અને આગ લાગવાની સમસ્યા જોવા મળી રહી છે. રહેણાંક વિસ્તારોમાં આવા મશીનો લગાડવામાં આવ્યા ત્યારે પણ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. કચરાના યોગ્ય નિકાલની મુખ્ય જવાબદારી તંત્રની હોવાનું જણાવીને કાનાણીએ ચેતવણી આપી હતી કે જો તંત્ર આ અંગે યોગ્ય વ્યવસ્થા નહીં કરે, તો સુરત સ્વચ્છતામાં પોતાનો નંબર-1નો તાજ ગુમાવી બેસશે.
રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલી RB ફૂડ પ્રોડક્ટ પર ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી ગેરરીતિ પ્રકાશમાં આવી છે. તંત્ર દ્વારા લેવાયેલા ફ્રૂટ સોસના નમૂના ફેલ સાબિત થયા છે, જેમાં ખુલાસો થયો છે કે 'ટોમેટો સોસ'ના નામે વેચાતો સોસ ખરેખર પપૈયામાંથી બનાવવામાં આવતો હતો અને તેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા પ્રતિબંધિત કલરનો પણ ઉપયોગ કરાતો હતો. આ ભેળસેળયુક્ત સોસ છેલ્લા 8 વર્ષથી માર્કેટમાં વેચાઈ રહ્યો હતો, જ્યાં 5 કિલોનો કેરબો માત્ર રૂ. 250માં વેચવામાં આવતો હતો. ફૂડ વિભાગની આ કાર્યવાહીથી અખાદ્ય અને નકલી ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરાના હરિનગર બ્રિજ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એન્ડેવર કાર ચાલકે ઓવરટેક કરવાની લહાયમાં બે બાઈક, એક કાર અને રિક્ષા સહિત ત્રણથી વધુ વાહનોને અડફેટે લીધા હતા. આ કાળજાળ અકસ્માતમાં અર્જુનસિંહ પઢિયાર નામના રિક્ષાચાલકનું સ્થળ પર જ દર્દનાક મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં બેસેલા એક વૃદ્ધાની હાલત અત્યંત ગંભીર છે અને અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કાર ચાલક બિલ્ડરનો પુત્ર તાહા શબ્બીર પડદાવાલા હોવાનું ખુલતા જ પોલીસે તેની ધરપકડ કરી કાર જપ્ત કરી લીધી છે. ઘટનાને પગલે બ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો અને બેફામ કાર ચલાવનારાઓ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
24 Oct 2026, 12:30 PM
Gujarat News Live: રાજકોટ-મોરબીના ખેડૂત આંદોલનને લઇને મોટા સમાચાર, ૨૪ પૈકી ૨૧ મુદ્દાઓમાં અગાઉ સહમતી સધાઇ હતી.
મોરબીના જેતપુર ખેડૂત આંદોલનને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે હવે ઉમિયા ધામ સિદસર મધ્યસ્થીની ભૂમિકામાં આવ્યું છે....મળેલી જાણકારી મુજબ, ખેડૂતોના 24માંથી 21 મુદ્દાઓ પર અગાઉ જ સહમતી સધાઈ ચૂકી છે, જ્યારે બાકીના ૩ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકાર સકારાત્મક નિર્ણય લે તેવી પ્રબળ સંભાવના છે. ખાસ કરીને, હાઈ-વોલ્ટેજ લાઈનના વળતર અને જમીનના ભાવ નક્કી કરવા માટે ખેડૂત પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકાવાળી કમિટી બનાવી સરેરાશ ભાવ નક્કી કરવાની વિચારણા ચાલી રહી છે. ઉમિયા ધામના ઉપપ્રમુખે મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ અને કૃષિ મંત્રી સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી મંત્રણા કરી છે, જેને પગલે ટૂંક સમયમાં જ જેતપુર ખેડૂત આંદોલનનો સુખદ અંત આવે તેવી પૂરી આશા છે...
24 Oct 2026, 12:30 PM
Gujarat News Live: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં સુરત કનેક્શન સામે આવ્યું, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં ગુપ્ત ઓપરેશન
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં સુરત કનેક્શન સામે આવ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું. 23 ઓક્ટોબરે સુરતમાંથી 2 ગેરકાયદે હથિયાર જપ્ત કરાયાં. હથિયારો સાથે 10 જીવતા કારતૂસ પણ મળી આવ્યા. બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો. ફાયરિંગ કેસના તાર સુરત સાથે જોડાતાં પોલીસ બેડામાં ચકચાર. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ દરમિયાન રિકવરી કરી. 19 ઓક્ટોબરે મુંબઈ DCB CIDમાં CR No. 143/26 હેઠળ ગુનો નોંધાયો. BNSની કલમ 109(1), 3(5) અને આર્મ્સ એક્ટની કલમ 3, 25 હેઠળ કાર્યવાહી. હથિયારો કોણે સપ્લાય કર્યા તેની દિશામાં પોલીસની વધુ તપાસ ચાલુ છે.
24 Oct 2026, 10:56 AM
Gujarat News Live: રાજકોટ-મોરબીના ખેડૂત આંદોલનને લઇને મોટા સમાચાર
રાજકોટ-મોરબીના ખેડૂત આંદોલનને લઇને મોટા સમાચાર. ૨૪ પૈકી ૨૧ મુદ્દાઓમાં અગાઉ સહમતી સધાઇ હતી. ત્રણ મુદ્દાઓને લઇને ખેડૂતોમાં હતી નારાજગી. ખેડૂતોના મુદ્દે સરકાર સકારાત્મક હોવાનો દાવો. ઉમિયાધામ સિદસર બન્યું સરકાર સાથે મધ્યસ્થી. ત્રણ મુદ્દાઓ પર ટૂંક સમયમાં સરકાર સકારાત્મક નિર્ણય લઇ શકે છે. હાઇ વોલ્ટેજ લાઇન કોરિડોરના વળતરને લઇને મહત્વનો નિર્ણય આવી શકે છે. જમીનના ભાવ નક્કી કરવાની કમિટીમાં ખેડૂત પ્રતિનિધીની ભુમિકા મહત્વની રહેશે. ત્રણ નહિ પરંતુ બે બહુમતી ભાવના સરેરાશ ભાવ નક્કી કરાઇ તેવી વિચારણા. સિદરસ ઉમિયાધામના ઉપપ્રમુખ જગદિશ કોટડિયાએ મુખ્યમંત્રી,પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કૃષિમંત્રી સાથે ગાંધીનગરમાં કરી મુલાકાત. ટૂંક સમયમાં આંદોલનકારી ખેડૂત પ્રતિનિધીઓને મળીને આવી શકે છે મહત્વો નિર્ણય.
નરનારાયણ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ કાર્યક્રમ દરમિયાનની ઘટના. મહિલાઓ ભજન કિર્તન કરતા હતા એ દરમિયાન ઘટના સર્જાઈ. વીસ ફૂટ ઉંચી સિડી વૃદ્ધ મહિલાના માથા પર પડતા મોત, અન્ય એક મહિલાને ઈજા. મૃતક વૃદ્ધા રાજ્યના નાણાં પંચના સભ્ય જેડી પટેલના પત્ની. ભાજપના સ્થાનિક આગેવાન અને નાણાં પંચના સભ્યના પત્નિનું અવસાન થતાં શોક. ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું. લક્ષદ્વીપ પ્રશાસક, સાંસદ, ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા.
24 Oct 2026, 10:55 AM
Gujarat News Live: અમદાવાદ ગ્રામ્યમાં મોટી ચોરીની ઘટના, વેરહાઉસમાં 99.98 લાખના મતાની ચોરી
અમદાવાદ ગ્રામ્યમાં મોટી ચોરીની ઘટના. ચાંગોદર ના વેરહાઉસમાં 99.98 લાખના મતાની ચોરી. સનાથલ સર્કલ પાસેના શેડમાં ત્રાટકેલા તસ્કરોએ એક કલાકમાં હાથ સાફ કર્યો. ખેતરમાંથી આવીને દીવાલ પરના પતરા ખોલીને બે બુકાનીધારીએ ચોરી કરી. તસ્કરોએ 20 કીબોર્ડ, 40 આઇફોન-17, 30 આઇફોન-16, 2 આઇપેડ, 36 આઇવોચ, 26 લેપટોપની ચોરી કરી. ચાંગોદર પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી.
24 Oct 2026, 10:54 AM
Gujarat News Live: અમદાવાદની સીએન વિદ્યાલયમાં ધોરણમાં 9મા અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ઝીંક્યા લાફા: DEO શાળા પાસે ખુલાસો માગ્યો
અમદાવાદની જાણીતી સીએન વિદ્યાલયમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. આ ઘટના બાદ વિદ્યાર્થીના વાલીએ ગુસ્સો વ્યક્ત કરી સંબંધિત શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માગણી કરી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શાળાને નોટિસ પાઠવવામાં આવી છે અને આચાર્ય પાસે આ સમગ્ર મા અંગે સ્પષ્ટ ખુલાસો માગવામાં આવ્યો છે.
મહેસાણામાં ખેતરની એક બોરની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ધમધમતા નકલી શેરબજાર કોલ સેન્ટરનો સાયબર ક્રાઈમની ટીમે પર્દાફાશ કર્યો છે. લોકોને ઊંચા વળતરની લાલચ આપી ઠગાઈ આચરતા આ નેટવર્ક પર દરોડા પાડીને પોલીસે સ્થળ પરથી 8 શખ્સોની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેમની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે.
24 Oct 2026, 10:53 AM
Gujarat News Live: વડોદરાના હરિનગર પર સર્જાયો ભયાનક અકસ્માત: કારની ટક્કરે રિક્ષાચાલકનું મોત, ચાર ઈજાગ્રસ્ત
વડોદરાના હરિનગર વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવતી કારે એકસાથે ત્રણથી વધુ વાહનોને જોરદાર ટક્કર મારતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ કરુણ ઘટનામાં એક રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરીને કાર ચાલકની ધરપકડ કરી લીધી છે અને અકસ્માત સર્જનાર કારને જપ્ત કરીને આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે.
વલસાડ જિલ્લાના વાપી સ્થિત તીઘરા બોર્ડર નજીકથી એસઓજી (SOG) પોલીસ ટીમે નશાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને ₹12 કરોડથી વધુની કિંમતનો 2500 કિલોથી વધુ નશીલો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ઝડપાયેલો પદાર્થ 'કેનાબીસ' હોવાની આશંકા સેવાઈ રહી છે, જેનો ઉપયોગ પાવડરમાંથી નશાની ગોળીઓ બનાવીને સપ્લાય કરવા માટે કરવામાં આવતો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના તાર મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશ સુધી લંબાયેલા હોવાથી મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ તેજ કરી દીધી છે.
વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા એફિડેવિટમાં ન્યાયિક અધિકારી સામે કરવામાં આવેલી ટિપ્પણીને પગલે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી કડક ફટકાર લગાવી છે. કલેક્ટરે પોતાની ટિપ્પણી બદલ બિનશરતી માફી માગીને એફિડેવિટ પરત ખેંચવાની વિનંતી કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેમની માફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતે કલેક્ટર સામે શિસ્તભંગના પગલાં લેવાનો આદેશ આપવાની સાથે સામાન્ય વહીવટ વિભાગના અધિકારીને ઓનલાઈન હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, હાઈકોર્ટે કલેક્ટર સામે કાયદાકીય કાર્યવાહી અંગે જવાબ માગતાં 27 નવેમ્બર સુધીમાં સમગ્ર મામલે ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો છે.
સુરતમાં ચંદી પડવાની ધામધૂમથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ તહેવાર માટે સૂરતીઓની પ્રિય મીઠાઈ 'ઘારી'ની ખરીદીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વર્ષે બજારમાં ખાસ 'ગોલ્ડ ઘારી'નું આગમન થયું છે, જેની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. આ ઘારી પર શુદ્ધ સોનાનું વરખ ચઢાવવામાં આવ્યું છે અને તેને અલગ-અલગ સુકા મેવા તથા કિસમિસથી વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. ગોલ્ડ ઘારીનો ભાવ પ્રતિ કિલો ₹21,000 સુધી પહોંચ્યો હોવા છતાં લોકોમાં ભારે આકર્ષણ છે, અને આ લાઈમલાઈટમાં આવેલી ઘારી માટે સ્થાનિકો ઉપરાંત વિદેશથી પણ એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે.
કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.