Gujarat News Live: ટાઈગર શ્રોફ હુમલામાં ગુજરાત કનેક્શન સામે આવ્યું, શૂટર્સે પિસ્તોલ-મોબાઈલ સુરતમાં છૂપાવ્યા હોવાની આશંકા
Gujarat Breaking News Live: આજે 22 ઓક્ટોબર 2026નો દિવસ છે. પંચાંગ મુજબ વિક્રમ સંવત 2082 આસો સુદ અગિયારસ છે. આજના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયાની સાંપ્રત રાજકારણ સહિતની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
22 Oct 2026, 11:24 AM
Gujarat News Live: ટાઈગર શ્રોફ પર હુમલામાં ગુજરાત કનેક્શન સામે આવ્યું
ટાઈગર શ્રોફ પર હુમલા કેસમાં ગુજરાત કનેક્શન આવ્યું બહાર. શૂટર્સે સુરત પહોંચીને પિસ્તોલ છૂપાવી હોવાની પોલીસને આશંકા. આરોપીઓએ મોબાઈલ પણ સુરતમાં છૂપાવ્યા હોવાની માહિતી સામે આવી છે. મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ જ્યારે સુરત પહોંચ્યા તો તે જગ્યાએ જ તેમણે ક્યાંક બંદૂક છૂપાવી દીધી હતી. આરોપીઓ પાસેથી મળેલી માહિતીને પોલીસ હાલ વેરિફાય કરાવી રહી છે અને સુરતમાં લોકલ મદદથી પિસ્તોલ અને મોબાઈલની ભાળ મેળવવામાં આવી રહી છે.
22 Oct 2026, 11:18 AM
Gujarat News Live: ગરીબ રથ ટ્રેનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, શૌચાલય પાસે મૂક્યો હતો દારૂ
વડોદરા: ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. વિદેશી દારૂ ઘુસાડવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો રેલવે પોલીસે કર્યો પર્દાફાશ થયો છે. ગરીબરથ ટ્રેનમાંથી વિદેશી દારૂ ઝડપાયો. રેલવે એડીજીપીની ટીમે ચોક્કસ બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ટ્રેનના ટોઇલેટ કોરિડોર પાસેથી 3.41 લાખનો દારૂ ઝડપી પાડ્યો. નાઈજિરિયન બનાવટની પ્રીમિયમ બિયર અને બિટર્સની 216 બોટલો-ટીન મળી આવી. વિદેશી દારૂ ઈથોપિયન એરલાઇન્સ મારફતે ભારત મંગાવવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. વડોદરા રેલવે પોલીસ સ્ટેશને ગુનો નોંધી બુટલેગરોને શોધવા તપાસ શરૂ કરી.
22 Oct 2026, 11:15 AM
Gujarat News Live: ગુજરાતના શહેરોમાં 23 ટકા રસ્તાઓ હજુ પણ કાચા
રાજ્યની 11 મહાનગરપાલિકાઓ અને ૧૨૦ નગરપાલિકાઓના તાજેતરના અહેવાલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સૌથી વધુ કાચા રસ્તા અમદાવાદ મનપા વિસ્તારમાં જોવા મળ્યા છે. અમદાવાદમાં કુલ રસ્તાઓના 52 ટકાથી વધુ એટલે કે 2102 કિમી રસ્તાઓ કાચા છે. રાજ્યભરમાં રસ્તાઓના નેટવર્ક અને સફાઈ પાછળ એક જ વર્ષમાં અંદાજે 2523 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. પાકા અને કાચા રસ્તા વચ્ચેનો તફાવત જાણવા જેવો છે. એસ્ફાલ્ટ, ડામર કે સિમેન્ટ-કૉન્ક્રીટ વિના સાદી માટી કે કાંકરીથી બનેલા માર્ગોને કાચા રસ્તા ગણવામાં આવે છે. અમદાવાદ ઉપરાંત પોરબંદર, નવસારી અને રાજકોટમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં કાચા રસ્તાઓ અસ્તિત્વ ધરાવે છે.
22 Oct 2026, 10:29 AM
Gujarat News Live: ગાંધીનગર મનપા મેયર અંગે મોટા સમાચાર, કોર્પોરેટરોની સેન્સ લેવાશે
ગાંધીનગર મનપામા મેયરની લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે મેયર સહિત પદાધિકારીઓ માટે લેવાશે સેન્સ. બપોરે 2 વાગ્યા બાદ ચૂંટાયેલા કોર્પોરેટરની સેન્સ લેવાશે. સંગઠનના હોદેદારો સાથે પણ થશે મુલાકાત. પ્રદેશ ભાજપના ત્રણ આગેવાનો નિરીક્ષક તરીકે આવશે. 30 ઓક્ટોબર પહેલા મેયર વરણી થવાની સંભાવના. અત્રે જણાવવાનું કે મેયર પદ ઓબીસી અનામત છે.
શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વાલીઓમાં નારાજગી જોવા મળી છે. વાલી મંડળનો આક્ષેપ છે કે સત્યને છુપાવવા માટે સરકારે પરિપત્ર બહાર પાડ્યો. શાળાઓમાં જો ઘટના બને તો વાલી આચાર્યની મંજૂરી જ લેતો રહી જાય. સરકારે AC ચેમ્બરમાં બેસીને પરિપત્ર કરી નાખ્યો. વાલીની તરફેણમાં કેમ શિક્ષણ વિભાગ નિર્ણય લેતુ નથી.
22 Oct 2026, 9:39 AM
Gujarat News Live: સરકારી શાળાઓમાં હવે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે
રાજ્યભરની સરકારી શાળાઓમાં હવેથી મંજૂરી વગર પ્રવેશ કરી શકાશે નહીં. આચાર્ય અથવા સંસ્થાની લેખિત મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયામાં શાળાની બદનામી રોકવા શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. વધુ વિગતો ખાસ જાણો.
22 Oct 2026, 8:54 AM
Gujarat News Live: અમિત શાહનો આજે જન્મદિવસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 63મો જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. અમિત શાહના જન્મદિવસે પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક હસ્તીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી.
22 Oct 2026, 8:54 AM
Gujarat News Live: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક છબરડો
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. B.COM સેમ-5ના કોર્પોરેટ એકાઉન્ટિંગના પેપરમાં કરી ભૂલ. 15 માર્ક્સના જવાબમાં 2 હજારને બદલે 20 હજાર લખતા થોડીવાર માટે પરીક્ષાર્થીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરીક્ષા વિભાગને ભૂલ ધ્યાનમાં આવતા તાત્કાલિક સુધારવામાં આવી. અગાઉ પણ અનેક વખત પરીક્ષા સમયે છબરડા સામે આવ્યા છે. યુનિવર્સિટીએ પેપર કાઢનાર અધ્યાપકને નોટિસ પાઠવી સંતોષ માની લીધો.
22 Oct 2026, 8:53 AM
Gujarat News Live: ગ્રામ પંચાયત ચૂંટણી ધમધમાટ
ગુજરાતમાં 10 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. વિધાનસભા 2027 પહેલાની આ સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માનવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓને કારણે સરકારી કર્મચારીઓની રજાઓ પર અસર પડશે. રાજ્ય ચૂંટણી આયોગે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ચેકલિસ્ટ તથા મતદાર યાદી સુધારણા પતાવી દેવા આદેશ આપ્યા છે. 10899 સરપંચ અને 86702 વોર્ડ સભ્યો માટે આશરે 2.7 લાખ ઉમેદવારો મેદાનમાં ઊતરવાની શક્યતા છે. 182 ધારાસભ્યો અને રાજકીય પક્ષો માટે ગ્રામીણ સ્તરે જનાધાર ચકાસવાનો આ મોટો અવસર બનશે.
વિદેશી દારૂ ઘુસાડવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો રેલવે પોલીસે કર્યો પર્દાફાશ. ગરીબરથ ટ્રેનમાંથી વિદેશી દારૂ ઝડપાયો. રેલવે એડીજીપીની ટીમે ચોક્કસ બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો ટ્રેનના ટોઇલેટ કોરિડોર પાસેથી 3.41 લાખનો દારૂ ઝડપી પાડ્યો. નાઈજિરિયન બનાવટની પ્રીમિયમ બિયર અને બિટર્સની 216 બોટલો-ટીન મળી આવી. વિદેશી દારૂ ઈથોપિયન એરલાઇન્સ મારફતે ભારત મંગાવવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. વડોદરા રેલવે પોલીસ સ્ટેશને ગુનો નોંધી બુટલેગરોને શોધવા તપાસ શરૂ કરી.
22 Oct 2026, 8:52 AM
Gujarat News Live: પરીક્ષાઓ અને દિવાળી વેકેશન
રાજ્યમાં 80 લાખથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ. નવરાત્રીની ઉજવણી બાદ ધોરણ 3થી 8 અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થઈ ગઈ છે. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જીસીઈઆરટી દ્વારા નક્કી કરાયેલા કોમન ટાઈમ ટેબલ મુજબ જ પરીક્ષા લેવામાં આવશે. 5 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન હશે. રાજ્યની શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ એકેડેમિક કૅલેન્ડર મુજબ 5 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થશે. ખાનગી શાળાઓને 30 ઓક્ટોબર સુધીમાં પોતાની રીતે તૈયાર કરાવેલા પ્રશ્નપત્રોથી પરીક્ષા પૂર્ણ કરવા છૂટ અપાઈ છે.
આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે. વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.