SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવી જાપાનના પ્રવાસે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા થયો લીક, બોલીવુડના 4 દિગ્ગજો 'ટાર્ગેટ' પર...!!

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 21 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Oct 21, 2026, 03:22 PM IST | Updated: Oct 21, 2026, 05:58 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

21 Oct 2026, 3:47 PM

Gujarat News Live: વડોદરાથી મુંબઈ પોલીસે વધુ એક યુવકની કરી ધરપકડ

મુંબઈ પોલીસે વડોદરામાંથી અંકિત નામના યુવકની ધરપકડ કરી છે. આરોપીને ગોહાના કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અંકિત લોરેન્સ બિશ્નોઈ ગેંગના રાઈટ હેન્ડ અનિલ પંડિતના સંપર્કમાં હતો અને તેના પર ગુનાહિત પ્લાનમાં સામેલ હોવાનો ગંભીર આરોપ છે. એટલું જ નહીં, અંકિત અને અનિલ પંડિત વચ્ચે નાણાકીય લેવડ-દેવડ પણ થઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર સંયુક્ત કાર્યવાહી ગોહાના પોલીસ અને મુંબઈ પોલીસ દ્વારા સાથે મળીને કરવામાં આવી છે.

21 Oct 2026, 3:39 PM

Gujarat News Live: ગાંધીનગરના વરસોડા ગામમાં ફાયરિંગની ઘટના, ગરબા કાર્યક્રમમાં અવાજને લઈને થઈ હતી માથાકૂટ

ગાંધીનગરના વરસોડા ગામમાં ગરબાના કાર્યક્રમ દરમિયાન અવાજ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ માથાકૂટમાં 4 જેટલા શખ્સોએ પહેલા તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફાયરિંગને અંજામ આપ્યો હતો. આ હુમલા અને ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

21 Oct 2026, 3:39 PM

Gujarat News Live: મોરબીના નવલખી રોડ પર ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવાનોના મોત, 12 ઈજાગ્રસ્ત

મોરબીના નવલખી રોડ પર ટ્રક અને બોલેરો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે આ દુર્ઘટનામાં ૧૨ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં ૩ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

21 Oct 2026, 3:38 PM

Gujarat News Live: અમદાવાદમાં રિચી રિચ પાર્લરનો માલિક ભાવિક ગજ્જર હજુ પણ પોલીસ પકડથી દૂર, બોપલ સ્થિતિ ભાવિકનું ઘર બંધ

રિચી રિચ પાર્લરનો માલિક ભાવિક ગજ્જર પોલીસ પકડથી હજુ પણ દૂર છે. બોપલ સ્થિત તેનું ઘર હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જ્યારે તેના પાન પાર્લર પર પણ કોઈ પણ વ્યક્તિ આ અંગે મુખ ખોલવા કે કઈ પણ બોલવા તૈયાર નથી. સમગ્ર ઘટના સર્જાયા ત્યારથી જ ભાવિક ગુનાહિત પૃષ્ઠભૂમિ હેઠળ ફરાર ચાલી રહ્યો છે, અને પોલીસ દ્વારા તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

21 Oct 2026, 3:34 PM

Gujarat News Live: ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો, બોલીવુડના 4 દિગ્ગજો હતા શૂટર્સના નિશાને..

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાના કેસમાં તપાસ દરમિયાન એક મોટો ખુલાસો સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે શૂટર્સના નિશાને માત્ર ટાઈગર જ નહીં પરંતુ બોલીવુડના ચાર દિગ્ગજ કલાકારો અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમાર પણ હતા. આ તમામ દિગ્ગજોના ઘરની સુરક્ષા એજન્સીઓ દ્વારા રેકી કરવામાં આવી હતી, પરંતુ તેમના ઘરોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક હોવાના કારણે આતંકવાદી કે અપરાધી જૂથોએ પોતાનો પ્લાન બદલીને ટાઈગર શ્રોફને મુખ્ય ટાર્ગેટ બનાવ્યો હતો. આ ચોંકાવનારી વિગતો બહાર આવતા જ ફિલ્મ ઉદ્યોગ અને સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ છે.

21 Oct 2026, 3:34 PM

Gujarat News Live: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા થયો લીક: 3,897 ગ્રાહકોની અંગત માહિતી જાહેર

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એક ગંભીર સિક્યુરિટી ભંગનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંદાજે 3,897 ગ્રાહકોની સંવેદનશીલ માહિતી લીક થઈ હોવાની જાણકારી મળી છે. આ ડેટા લીકમાં ગ્રાહકોના ઈમેલ આઈડી, જન્મતારીખ, રહેઠાણના સરનામા અને લોનને લગતી મહત્વપૂર્ણ વિગતો જાહેર થઈ ગઈ છે. આ ઘટના બાદ બેંકે તાત્કાલિક ધોરણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જને આ અંગેની સત્તાવાર જાણ કરી છે અને સુરક્ષા ખામીને સુધારવા માટે જરૂરી પગલાં ભરી રહી છે.
 

21 Oct 2026, 3:34 PM

Gujarat News Live: તાપીના સોનગઢમાં તોફાન મચાવનારા વિધર્મીઓની સાન લવાઈ ઠેકાણે, 10 યુવાનોની અટકાયત કરીને ભણાવ્યો પાઠ

તાપી જિલ્લાના સોનગઢમાં સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરીને અશાંતિ ફેલાવનારા અને તોફાન મચાવનારા 10 યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ વિધર્મી યુવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેની ગંભીર નોંધ લઈને સોનગઢ પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તમામ 10 યુવાનોની અટકાયત કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે, જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે. પોલીસની આ કડક કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેનો સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES