Gujarat News Live: સુરત ટેક્સટાઈલ માર્કેટનો વીજળી બચાવવા માટે મોટો નિર્ણય, સોનગઢમાં હિન્દુ યુવકના ઘરે પોલીસની હાજરીમાં પથ્થરમારાનો દાવો
Gujarat Breaking News Live: 21 ઓક્ટોબરના રોજ આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાવવાની છે જેમાં મહત્વના નિર્ણયો લેવાઈ શકે તેમ છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
21 Oct 2026, 10:41 AM
India News Live: 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી, નવરાત્રી બાદ મેઘરાજા બોલાવશે ધડબડાટી
આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી, દિલ્હી અને NCRમાં વાતાવરણ સાફ રહેશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા હલકા દબાણના ક્ષેત્રને કારણે દેશના 14 રાજ્યોમાં વરસાદની આગાહી છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. કેરળ અને કર્ણાટક કિનારે માછીમારોને દરિયામાં ન જવા માટે વિશેષ સૂચના જારી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર, લદાખ તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં હવામાન સાફ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
21 Oct 2026, 9:33 AM
Gujarat News Live: સુરત ટેક્સટાઈલ માર્કેટનો વીજળી બચાવવા માટે મોટો નિર્ણય
સુરત ટેક્સટાઇલ માર્કેટ દ્વારા વીજ બચાવવા મહત્વનો નિર્ણય લેવાયો. એસટીએમના 50% હિસ્સામાં રોશની ટાળી વેપારીઓ ઉદ્યોગ જગતની વહારે આવ્યા. 15ને બદલે ફક્ત પાંચ દિવસ જ લાઇટિંગ. વીજ બચત માટે વેપારીઓની પહેલ. વીજળીની બચતથી ઉદ્યોગોને મળશે મોટી રાહત.
સુરતના જહાંગીરપુરામાં જ્વલનશીલ કેમિકલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ. હાઈવે પર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરમાંથી પાઈપ વડે કેમિકલ ચોરીનું કૌભાંડ. જહાંગીરપુરા પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. બે ટેન્કરમાંથી કેમિકલ કાઢી કેરબામાં ભરી સસ્તા ભાવે ખરીદી મોંઘા ભાવે વેચવાનું કાવતરું. સ્ટાયરીન મોનોમર અને મિથાઈલ આઈસોબ્યુટાઈલ કિટોન જેવા કેમિકલની ચોરીનો ખુલાસો. કુલ 1.20 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. કેમિકલ ભરેલા બે ટેન્કર, ટેમ્પો, બે ટુ-વ્હીલર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત. સાયણ-હજીરા હાઈવે પર આશારામજીનગર નજીક ઈંટના ભઠ્ઠાના કમ્પાઉન્ડમાં ચાલતું હતું ચોરીનું કાવતરું ત્રણ આરોપીઓ ઝડપાયા, જ્યારે ટેન્કરના બે ચાલક અને ત્રિકમ ખટીક સહિત ત્રણની શોધખોળ ચાલુ. જહાંગીરપુરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
21 Oct 2026, 8:49 AM
Gujarat News Live: આજે CM ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યમાં ઉદભવેલી વીજ સકંટની સ્થિતિ તેમજ ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ પર ચર્ચા થશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
21 Oct 2026, 8:48 AM
World News Live: અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાનુ ષડયંત્ર
ઇલિનોઇસના શ્રી વેંકટેશ્વર સ્વામી (બાલાજી) મંદિરમાં સામૂહિક ગોળીબારના કથિત કાવતરાની ફેડરલ હે્ટ ક્રાઇમ તરીકે તપાસ કરવા 100થી વધુ યુએસ કોંગ્રેસના સભ્યોએ એફબીઆઈ સમક્ષ માંગ કરી છે. અત્રે જણાવવાનું કે 19 વર્ષીય એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસે 11 ઓક્ટોબરે મંદિર પર ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાઇફલ બગડી જતાં તે નાસી ગયો હતો અને તે જ દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ અને અન્ય 104 કાયદા ઘડનારાઓએ એફબીઆઈ ડાયરેક્ટર કાશ પટેલને પત્ર લખીને આ મામલાની વ્યાપક તપાસની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે ધાર્મિક સ્થળ પર નફરત અને સામૂહિક હિંસાની આ તૈયારી માટે ગંભીર અને વ્યાપક ફેડરલ તપાસ જરૂરી છે. સાંસદોએ એફબીઆઈ પાસે હે્ટ ક્રાઇમ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટના સિવિલ રાઇટ્સ ડિવિઝન સાથેના સંકલન અંગે 29 ઓક્ટોબર સુધીમાં લેખિત જવાબ માંગ્યો છે. અહેવાલો અનુસાર તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા પર દક્ષિણ એશિયન સમુદાય વિરુદ્ધના નિવેદનો અને નફરતપૂર્ણ પોસ્ટમાં મોટો વધારો થયો છે. સાંસદોએ તાજેતરના કેટલાક સરકારી વિભાગોના વિવાદાસ્પદ સંદેશાઓ સામે પણ ચિંતા વ્યક્ત કરી છે જે નફરતને પ્રોત્સાહન આપી શકે છે.
અંબાજી પંથકમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રાવણ દહન કાર્યક્રમ દરમિયાન પથ્થર મારાની ઘટના ઘટી. પથ્થર મારાની આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં મચી ચકચાર છે. ત્રણથી ચાર લોકોને ઈજા પહોંચી. ઈજા ગ્રસ્તોને અંબાજીની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા. અંબાજી પંથકમાં પારાવાર બનતી આવી અસામાજિક તત્વોની લુખી દાદાગીરીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. બે જૂથો વચ્ચે ઉશ્કેરણી બાદ પથ્થરમારો થયા હોવાની ચર્ચા. છુટા હાથને મારામારી અને પથ્થર મારાના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ થયા છે. આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે. વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.