)
જૂનાગઢના શક્તિનાદ રાસોત્સવમાં મોટો હોબાળો જોવા મળ્યો. ઝાંઝરડા રોડ પર રાસોત્સવમાં પેમેન્ટ મામલે વિવાદ થયો. સિંગરને પેમેન્ટ ન મળતા કાર્યક્રમ રદ થઈ ગયો. પેમેન્ટ વિવાદ વચ્ચે મુખ્ય આયોજકો સ્થળ પરથી ગાયબ. કલાકારોએ પરફોર્મન્સ આપવાની ના પાડી દીધી. હજારો ખેલૈયાઓ ગરબા રમવા પહોંચ્યા, પણ કાર્યક્રમ બંધ. પાસના પૈસા પરત મેળવવા ખેલૈયાઓમાં ભારે રોષ. સત્યમ પાર્ટી પ્લોટ બહાર ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો. ઝાંઝરડા રોડ પર ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા. વાહનોની લાંબી કતારોથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન.આયોજકોની બેદરકારી સામે ખેલૈયાઓમાં ભારે આક્રોશ..
આજે દેશભરમાં વિજ્યાદશમીની ઉજવણી થઈ રહી છે. PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા X પર પાઠવી શુભકામના. 'ઉલ્લાસ અને વિશ્વાસના આ વિજય પર્વની પાઠવી શુભકામના' કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પાઠવી શુભકામના. અસત્ય પર સત્યના વિજયના મહાપર્વની પાઠવી શુભકામના. પ્રભુ શ્રી રામની કૃપા બધા પર વરસતી રહે તેવી શુભકામના.
રાજ્યમાં 24 કલાક છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિકના કારણે પડી શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ.
કેનેડામાં બે કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો જેમાં 4 ગુજરાતીઓનાં મોત નિપજ્યા. મૃતકોમાં અંકલેશ્વરની મિત્તલ મોદી પ્રજાપતિનો પણ સમાવેશ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. 16 ઓક્ટોબરે સર્જાયો હતો અકસ્માત.
કેન્દ્રીય રમતગમત મંત્રાલયે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત સરકારને ₹2,૦૦૦ કરોડની ભારેખમ આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. 4વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરની આ રમતો અમદાવાદમાં યોજાશે, જેમાં 15 થી 17 જેટલી રમત સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આયોજનો માટે રાષ્ટ્રીય ખેલ સંઘોને મળતી મદદની મર્યાદા ₹2 કરોડથી વધારીને રૂ. 50 કરોડ સુધી કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે 2026થી 2031 સુધી રમતગમત માટે ₹ 7386 કરોડના બજેટને મંજૂરી આપી છે, જેનો મુખ્ય હેતુ 2036 ઓલિમ્પિક્સની તૈયારીઓ કરવાનો છે. ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ: 2002માં માત્ર ₹2 કરોડનું સ્પોર્ટ્સ બજેટ ધરાવતા ગુજરાતે 2026-27 માટે ઐતિહાસિક ₹1331 કરોડની ફાળવણી કરીને રમતગમત ક્ષેત્રે ક્રાંતિ સર્જી.
ટાઇગર શ્રોફ પર ફાઇરિંગ મામલે મુંબઈ પોલીસ લોરેન્સની પૂછપરછ માટે સાબરમતી જેલ આવશે (બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની ગાડી પર થયેલા ગોળીબારના તાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાતા મુંબઈ પોલીસ પૂછપરછ કરશે. મુંબઈ પોલીસે ફાયરિંગ કરનારા ૩ શાર્પશૂટરોની ધરપકડ કરી છે, જેમણે લોરેન્સ ગેંગના કહેવાથી માત્ર ડરાવવા માટે ગોળીબાર કર્યાનું કબૂલ્યું છે. સાબરમતી જેલમાં કેદ: 2023થી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના હાઇ સિક્યોરિટી ઝોનમાં બંધ લોરેન્સની પૂછપરછ કરવા મુંબઈ પોલીસની વિશેષ ટીમ અમદાવાદ આવશે. ગૃહ મંત્રાલયે લોરેન્સ બિશ્નોઈ પર ક્રિમીનલ પ્રોસિજર કોડ હેઠળ સાબરમતી જેલની બહાર કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે. સિદ્ધુ મૂસેવાલા, બાબા સિદ્દીકી, સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા અને 195 કરોડના ડ્રગ્સ સ્મગલિંગ સહિતના 7 મુખ્ય ગુનાઓમાં લોરેન્સ સંડોવાયેલો છે
વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બંગાએ આગામી 10થી 15 વર્ષમાં વૈશ્વિક જોબ માર્કેટ અને બેરોજગારીને લઈને ચોંકાવનારી ચેતવણી આપી છે. આવનારા સમયમાં 120 કરોડ કુશળ યુવાનો નોકરીની શોધમાં આવશે, પરંતુ તેમાંથી માત્ર 40 કરોડને જ રોજગારી મળી શકશે, જેનાથી 80 કરોડ લોકો બેરોજગાર રહેશે. વિકાસશીલ દેશો પર બોજ: વૈશ્વિક યુદ્ધો, તણાવ અને વધતા દેવાના બોજને કારણે આંતરરાષ્ટ્રીય વિકાસ સહાય ઘટી રહી છે, જેની સીધી અસર વિકાસશીલ દેશો પર પડશે. ભારતીય ઉપખંડમાં દર વર્ષે 1.2 કરોડ યુવાનો શ્રમ બજારમાં ઉમેરાય છે, જેના પર આ વૈશ્વિક મંદીની બેવડી અસર પડી શકે છે. વર્લ્ડ બેન્કે ખાાનગી રોકાણ વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ સ્કીલ્સ અને ગ્રીન જોબ્સ જેવા મુખ્ય ૫ ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવા ભલામણ કરી છે.
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે દાન દ્વારા મંદિરને મળેલી સંપત્તિ દેવતાની હોય છે, સરકાર તેની માલિક બની શકતી નથી. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર દ્વારા મંદિરની જમીન પોતાના નામે કરીને ઓફિસ બનાવવા માટે અપાયેલા ગિફ્ટ ડીડને રદ કરી દીધું છે. દાનદાતા કે ટ્રસ્ટીનો હક નહીં: કોર્ટે ચુકાદામાં કહ્યું કે દાન આપ્યા પછી સંપત્તિ પર દાનદાતા, પૂજારી, ટ્રસ્ટી કે સરકારનો કોઈ માલિકી હક રહેતો નથી. સરકાર કે ટ્રસ્ટીઓ મંદિરની મિલકતનો ઉપયોગ માત્ર ધાર્મિક હેતુઓ માટે કરી શકે છે, તેઓ તેના સંરક્ષક છે માલિક નહીં. સુપ્રીમ કોર્ટે મંદિરની જમીન પર બનેલી ઓફિસ માટે દર મહિને રૂ. ૩૧,૦૦૦ ભાડું અને દંડ પેટે રૂ. ૧ લાખ ચૂકવવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.
.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...