• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: અમદાવાદમાં CMએ કર્યું રાવણ દહન, જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું વાતાવરણ, કચ્છમાં LCBનો સપાટો, 7800 બોટલ દારૂ જપ્ત
Live Now

Gujarat News Live: અમદાવાદમાં CMએ કર્યું રાવણ દહન, જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું વાતાવરણ, કચ્છમાં LCBનો સપાટો, 7800 બોટલ દારૂ જપ્ત

Gujarat Breaking News Live: દેશભરમાં આજે દશેરાના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં વીજળીની વધતી માંગને લઈને CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી છે. 20 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી આવી જ તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written ByDilip Chaudhary
Published: Oct 20, 2026, 03:47 PM IST|Updated: Oct 20, 2026, 09:53 PM IST
joinshare
Gujarat News Live: અમદાવાદમાં CMએ કર્યું રાવણ દહન, જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું વાતાવરણ, કચ્છમાં LCBનો સપાટો, 7800 બોટલ દારૂ જપ્ત
20 Oct 2026 21:09 IST
share

Gujarat News Live: કચ્છમાં LCBનો સપાટો, 7800 બોટલ દારૂજપ્ત

કચ્છમાં પશ્ચિમ કચ્છ LCBએ મોટી કાર્યવાહી કરી ₹72.28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCBને પ્રથમ દરોડામાં ત્રગડીમાં ઘાસના ગોડાઉનમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી વિદેશી દારૂની 7,800 બોટલો મળી આવી હતી. બીજા દરોડામાં દારૂની 396 બોટલ અને બીયરના 238 ટીન કબજે કરાયા હતા. આ ઉપરાંત શંકાસ્પદ ટ્રેલરમાંથી ચોખાની 835 બોરીઓ મળી આવી હતી. ચોખા અને બે વાહનો સહિત ₹41.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂના કેસમાં યુવરાજસિંહ જાડેજા સહિતના આરોપીઓ વોન્ટેડ છે. મુખ્ય આરોપી સામે અગાઉ પ્રોહિબિશનના 42થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

20 Oct 2026 20:25 IST

Gujarat News Live: ભાજપ યુવા મોરચાની નવી ટીમની જાહેરાત

ભાજપે ભારતીય જનતા યુવા મોર્ચા (BJYM) માટે નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની નિમણૂક કરી છે. ઉત્તર પ્રદેશના નિખિલ મણિ તિવારીને યુવા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે શગુન પરિહાર, અરવિંદ દમાની અને માલોથ કોમાલી નાઈક સહિત અન્ય કેટલાક નેતાઓને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, અર્પિતા અપરાજિતા બાજેના, હર્ષ વર્ધન સિંહ અને મિટ્ટા વંશી કૃષ્ણની રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
 

20 Oct 2026 19:29 IST

Gujarat News Live: અમદાવાદમાં CMએ કર્યું રાવણ દહન

અમદાવાદમાં થલતેજ દૂરદર્શન ટાવર પાસે આવેલા AES ગ્રાઉન્ડ ખાતે વિજ્યાદશમીના તહેવારની ઉજવણી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 52 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું. રાવણ દહનની સાથે 40 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું પણ દહન કરાયું. આજે ગુજરાત સહિત દેશભરમાં અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે.

20 Oct 2026 18:52 IST

Gujarat News Live: PM મોદીએ દેશવાસીઓને વિજ્યાદશમીની શુભકામના પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વિજયાદશમીની ઉજવણીમાં ભાગ લીધો હતો અને દેશવાસીઓને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે સત્તા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય જનકલ્યાણ છે. તેમણે કહ્યું કે, વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી.

 

Vijaya Dashami celebrates the victory of good over evil. It reminds us of the enduring strength of truth and righteousness. https://t.co/jJSlQdNhu2

— Narendra Modi (@narendramodi) October 20, 2026

 

વિજયાદશમીના અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન રામના આદર્શોનું સ્મરણ કર્યું. તેમણે જણાવ્યું કે આજે દેશનો દરેક નાગરિક અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી કરી રહ્યો છે. ભગવાન રામે રાવણનો અંત આણ્યો અને માનવજાતને એવા આદર્શો આપ્યા જેનો ઇતિહાસમાં કોઈ જોટો નથી. તેમણે આપણને શીખવ્યું કે મુશ્કેલ સંજોગોમાં પણ સત્ય અને નૈતિકતાના માર્ગનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ.

20 Oct 2026 18:20 IST

Gujarat News Live: ગાંધીનગરમાં 65 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરાશે

ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન દ્વારા વિજયાદશમી નિમિત્તે ભવ્ય રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેસરીયા ગરબા ગ્રાઉન્ડમાં રામલીલાનું આયોજન કરાયું છે. રામલીલા બાદ રાવણ દહન કરવામાં આવશે. રાવણનું 65 ફૂટ ઉંચું પૂતળું બનાવવામાં આવ્યું છે.  રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું પણ દહન કરવામાં આવશે.

20 Oct 2026 16:31 IST

Gujarat News Live: કચ્છના ભચાઉમાં ગમખ્વાર અકસ્માત

કચ્છમાં ભચાઉના કકરવા ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. બોલેરોને ટ્રકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. તો 5થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સાંતલપુરના ફાગલીથી કબરાઉ મોગલધામ દર્શનાર્થે જતાં કુટુંબીજનોને અકસ્માત નડ્યો છે. 

20 Oct 2026 15:52 IST

Gujarat News Live: દશેરાના પર્વ પર વાહનોની ધૂમ ખરીદી

દશેરાના દિવસે વાહનોની ખરીદીને શુભ માનવામાં આવે છે. જેને લઈને લોકો મહિના પહેલાથી જ એડવાન્સ બુકિંગ કરતા હોય છે. આ વર્ષે ગત વર્ષ કરતાં 20% વધુ એડવાન્સ બુકિંગ થયું છે. આજના દિવસે લોકો મોટા પ્રમાણમાં વાહનોની ખરીદી કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં વાહનોની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. તો અમદાવાદમાં પણ વહેલી સવારથી શોરૂમો પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.

 

20 Oct 2026 15:49 IST

Gujarat News Live: રાજ્યમાં વીજળીની વધતી માંગને લઈને CMએ કરી સમીક્ષા

ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રે સતત વધી રહેલી માંગ અને વીજ પુરવઠાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, મુખ્ય સચિવ મનોજ દાસ, ઊર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વનીકુમાર, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલ સહિત પાવર સેક્ટરના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે લીધેલાં તાત્કાલિક પગલાં અને ભવિષ્યના સુદ્રઢ આયોજન અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
શેખ હસીનાને પરત લાવવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ, બાંગ્લાદેશે કહ્યું: હવે નિર્ણય ભારતે લેવાનો છે

શેખ હસીનાને પરત લાવવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ, બાંગ્લાદેશે કહ્યું: હવે નિર્ણય ભારતે લેવાનો છે

2

ઝી ન્યૂઝનું ઓપરેશન 'કાલા પાણી', સત્ય બોલવા બદલ ગ્રામજનોને ધમકી આપ્યાનો આરોપ

3

ઘર ખરીદનારા અને ભાડૂઆતો માટે ખુશખબર, મોદી સરકાર આપશે પૈસાથી સહાય

4

ઠાકોર સમાજના સ્નેહમિલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર, ગેનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોરના કર્યા વખાણ

5

Heroની નવી સરપ્રાઇઝ! રસ્તા પર દોડતી જોવા મળી નવી બાઈક, જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...