• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /એક તરફ રોશનીનો ઝળહળાટ, બીજી તરફ કાળો અંધકાર : ઉદ્યોગોની હાલત થશે ખરાબ

એક તરફ રોશનીનો ઝળહળાટ, બીજી તરફ કાળો અંધકાર : ઉદ્યોગોની હાલત થશે ખરાબ

Power cut in Gujarat : એક તરફ તહેવારોની મોસમમાં આખું રાજ્ય ઝગમગી રહ્યું છે તો બીજી તરફ રાજ્યમાં વીજ સંકટ ઘેરાઈ રહ્યું છે. સતત વધતી માંગ અને ઓછા પુરવઠાના કારણે આ મુસીબત ઉભી થઈ છે. જેની સૌથી વધુ અસર ઉદ્યોગો પર પડી રહી છે. એક તરફ કાચા માલની અછત અને કારીગરોના પ્રશ્નો વચ્ચે વીજકાપથી ઉદ્યોગોને બેવડો માર પડી રહ્યો છે. આખરે કેમ ઉભું થયું છે આવું વીજ સંકટ અને શું છે તેનો ઉપાય? જુઓ આ અહેવાલમાં....

Edited ByKaran Rajput
Published: Oct 20, 2026, 05:59 PM IST|Updated: Oct 20, 2026, 07:07 PM IST
joinshare
એક તરફ રોશનીનો ઝળહળાટ, બીજી તરફ કાળો અંધકાર : ઉદ્યોગોની હાલત થશે ખરાબ
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમેરિકા અને ભારતના વિદેશ મંત્રીઓની મુંબઈમાં થઈ મુલાકાત, ટ્રેડ ડીલ પર આવ્યું મોટું અપડેટ, જાણો

અમેરિકા અને ભારતના વિદેશ મંત્રીઓની મુંબઈમાં થઈ મુલાકાત, ટ્રેડ ડીલ પર આવ્યું મોટું અપડેટ, જાણો

2

શેફાલી વર્મા સામે ICCની કાર્યવાહી, ઝિમ્બાબ્વે સામેની મેચમાં કરેલી આ ભૂલ પડી ગઈ ભારે!

3

એક તરફ રોશનીનો ઝળહળાટ, બીજી તરફ કાળો અંધકાર : ઉદ્યોગોની હાલત થશે ખરાબ

4

કેન્દ્રીય કર્મચારીઓને 30 દિવસનું બોનસ, કેવી રીતે આપી રહી છે સરકાર, સમજો ગણિત

5

શું તમને ખબર છે ટાઈગર શ્રોફનું સાચું નામ? જેકી શ્રોફનો દિકરો કઈ રીતે બન્યો Tiger, જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat power crisis : ગુજરાતમાં વીજળી વધતી માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાતા વીજ સંકટ વધુ ઘેરું બન્યું છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજ કાપના આયોજનોથી ઉત્પાદકોનું ગણિત ખોરવી નાખ્યું છે. સરકાર વીજ સરપ્લસ હોવાના દાવાઓ કરી રહી હતી પણ અલનીનોના સંકટે તમામ આયોજનો ફેલ કરી દીધા છે. હવે સરકાર વીજ માગને પહોંચી વળવા સતત બેઠકો કરી રહી છે. 

  • ગુજરાતમાં વીજ સંકટના ભણકારા
  • ઉદ્યોગોમાં વીજકાપની જાહેરાત
  • દિવાળી સમયે જ વીજકાપથી પરેશાની
  • ઉદ્યોગકારોમાં વીજકાપના કારણે નારાજગી
  • વધુ ઘેરું બની રહ્યું છે વીજસંકટ


દિવાળીનો સમય છે અને ઉત્પાદન વધારવાનું છે, એવા જ સમયે વીજ સંકટના કારણે ઉત્પાદનમાં કાપ મુકવાની સ્થિતિ ઉભી થઈ છે. ઓર્ડર પુરા કરવાના હોય એવા જ સમયે વીજકાપથી ઉદ્યોગો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વીજળી એ ઉદ્યોગો માટે ધબકારા સમાન છે. વીજળી ન હોય તો ઉદ્યોગો અટકી જાય એમ છે. પરંતુ હાલની સ્થિતિને જોતા સરકારે ઉદ્યોગો માટે કાપની જાહેરાત કરી છે. જેનાથી ઉદ્યોગોમાં નારાજગી પણ છે.

  • વીજસંકટની ઉદ્યોગો પર સીધી અસર
  • ગુજરાતનું ઔદ્યોગિક ચક્ર થંભી જશે!
  • ઉત્પાદનમાં કાપ મુકવાની સ્થિતિ
  • મુખ્યમંત્રીએ ખાસ બેઠક બોલાવી
  • રાજ્યમાં વીજળીની સ્થિતિની સમીક્ષા

તો સરકાર પણ વીજ સંકટને લઈને ગંભીર છે. ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ સતત બેઠક કરી રહ્યા છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તો આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મહત્વની બેઠક મળી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હાલની વીજ ડિમાન્ડ અને સપ્લાય અંગે સમીક્ષા કરી. ગુજરાતમાં વીજ સંકટ છે, એ નક્કી છે. 

કેન્દ્ર પાસે વધારાની વીજળીની કરાઈ માગ

ગુજરાતમાં ઉદ્યોગો પર તેની અસર પડશે તે સ્વાભાવિક છે. ગુજરાત સરકારની સ્થિતિ પર નજર છે. કેન્દ્ર પાસે વધારાની વીજળી પણ માંગવામાં આવી છે. ત્યારે હાલ સૌથી મોટો સવાલ એ છે કે, રાજ્યમાં ક્યાં સુધી વીજ સંકટ રહેશે? અને ક્યાં સુધી ઉદ્યોગોને વીજ કાપનો માર સહન કરવો પડશે?

રાજ્યમાં વીજ પુરવઠો અને ઉત્પાદન અંગે લાંબાગાળાનું જે આયોજન કેન્દ્ર સરકારના સહયોગથી  કરવામા આવ્યું છે તે અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ થયાં હતા. તેમાં જણાવવામાં આવ્યું હતુ કે,સેન્ટ્રલ જનરેટિંગ થર્મલ સ્ટેશનમાંથી ૧૩૦૦+ મેગાવોટ રાજ્યને ફાળવવામાં આવ્યું છે અને તે વર્ષ ૨૦૨૮-૨૯ થી તબક્કાવાર ઉપલબ્ધ થશે.સેન્ટ્રલ જનરેટિંગ હાઇડ્રો સ્ટેશનમાંથી પણ ૧૨૦૦+ મેગાવોટ વીજળીની ફાળવણી કરવામાં આવી છે, તે પણ ૨૦૨૮-૨૯ થી મળશે.

ક્યાંથી આવશે આ વીજળી

  • ૨૦૩૧-૩૨ ની વીજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ જનરેટિંગ થર્મલ સ્ટેશનમાંથી વધુ ૫૦૦૦+ મેગાવોટ વીજળી ફાળવવા કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે.
  • રાજ્યમાં નવા પ્રોજેક્ટ્સ અને ટેન્ડરિંગ સંદર્ભમાં આ બેઠકની ચર્ચાઓમાં જણાવવામાં આવ્યુ હતુ કે, GUVNL દ્વારા SHAKTI સ્કીમ હેઠળ ૪,૦૦૦ મેગાવોટ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે, તેનાથી ૨૦૩૦-૩૧ થી વીજળી પ્રાપ્ત થશે. NPCIL સાથે ૪,૨૦૦ મેગાવોટના ન્યુક્લીઅર પાવર પ્રોજેક્ટ માટે MoU કરવામાં આવ્યા છે, તેનું પ્રથમ યુનિટ ૨૦૩૨ માં કાર્યરત થવાની સંભાવના છે.
  • આ ઉપરાંત ઉકાઈ ખાતે ૮૦૦ મેગાવોટનો નવો થર્મલ પ્લાન્ટ નિર્માણાધીન  છે તે સપ્ટેમ્બર ૨૦૨૯ થી વીજ ઉત્પાદન શરૂ કરશે. તેમજ સિનોર, વણાકબોરી અને ગાંધીનગર ખાતે નવા થર્મલ પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે જમીન સંપાદન અને સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.

૭૧૬ મેગાવોટના કરારની મુદત એક વર્ષ લંબાવાઈ

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સમક્ષ કરાયેલી રજૂઆતના ભાગરૂપે, NTPCના ફરક્કા પ્લાન્ટમાંથી નવેમ્બર માસ માટે ૩૨૯ મેગાવોટ વીજળી ફાળવવામાં આવી છે. આસામના કેન્દ્ર સરકારના પાવર જનરેશનના ફાળામાંથી લાંબા ગાળા માટે ૫૫૧ મેગાવોટ વીજળી પ્રાપ્ત થઈ છે. હાલમાં કરારિત NTPC ના બાઢ-I અને દાદરી-I થર્મલ પાવર સ્ટેશનના ૭૧૬ મેગાવોટના કરારની મુદત એક વર્ષ વધારીને માર્ચ ૨૦૨૮ સુધીની કરવામાં આવી છે.

ખેતીવાડી લોડ માત્ર દિવસના સૌર કલાકોમાં જ વપરાય તેવું સુદ્રઢ આયોજન 

  1. કેન્દ્ર સરકાર હસ્તકના પાવર જનરેશનના અન-એલોકેટેડ ફાળામાંથી ૫૦૦ મેગાવોટની વધારાની ફાળવણી માટે રાજ્ય દ્વારા માંગણી કરવામાં આવી છે.
  2. રાજ્યમાં ઉત્પન્ન થતી આશરે ૧૨,૦૦૦ મેગાવોટ સોલાર ઊર્જાનો દિવસ દરમિયાન મહત્તમ ઉપયોગ થાય અને ખેતીવાડી લોડ માત્ર દિવસના સૌર કલાકોમાં જ વપરાય તેવું સુદ્રઢ આયોજન પણ કરવામાં આવ્યું છે તેમ પણ બેઠકની ચર્ચાઓમાં જણાવાયું હતું.
  3. મુખ્યમંત્રીને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અને લાંબા ગાળાનું આયોજન અંગે ઊર્જા વિભાગે કરેલા આયોજનની વિગતો આપતા ઊર્જા અગ્ર સચિવે કહ્યુ કે, સાંજના પીક અવર્સની માંગને પહોંચી વળવા માટે વિભાગે અત્યાધુનિક ટેકનોલોજી અને ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી દીધું છે.

હાલ ૧૯૨ મેગાવોટની BESS સિસ્ટમ કાર્યરત

દિવસની સોલાર ઊર્જાનો સંગ્રહ કરી સાંજે તેનો ઉપયોગ કરવા માટે કાયમી ઉકેલ તરીકે BESS ક્ષમતા વધારવામાં આવી રહી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, રાજ્યમાં હાલ ૧૯૨ મેગાવોટની BESS સિસ્ટમ કાર્યરત છે. ૨,૭૪૨ મેગાવોટ / ૫,૫૧૭ મેગાવોટ-કલાક ક્ષમતા માટેના નવા કરારો પૂર્ણ થઈ ચૂક્યા છે. માર્ચ ૨૦૨૭ સુધીમાં ૫૦૦ મેગાવોટ / ૧,૦૦૦ મેગાવોટ-કલાકની ક્ષમતા કાર્યરત થઈ જશે. ૧,૦૦૦ મેગાવોટ / ૪,૦૦૦ મેગાવોટ-કલાકની ક્ષમતાના પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

 

 

Add Zee News as a Preferred Source