SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: અમદાવાદમાં અકસ્માતની 2 મોટી ઘટના, ગુજરાતના 4 જિલ્લામાં નવી મેડિકલ કોલેજને મંજૂરી, અમિત શાહ ગુજરાતની મુલાકાતે

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 16 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Oct 16, 2026, 09:11 AM IST | Updated: Oct 16, 2026, 10:07 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
 

16 Oct 2026, 10:07 AM

Gujarat News Live: ધંધુકા-ભાવનગર હાઈવે પર અકસ્માત

ધંધુકા-ભાવનગર હાઈવે પર અકસ્માત. ડમ્પરે ઈકો કારને ટક્કર મારતા કારમાં લાગી આગ. ધંધુકા ચાર રસ્તા પાસે થયો અકસ્માત. આગમાં ઈકો કાર બળીને ખાક થઈ. ડમ્પરનું કેબિન પણ બળી ગયું. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ફરાર. ઈકો કારમાં એક વ્યક્તિ જીવતો ભડથું થયો.

 

16 Oct 2026, 10:06 AM

Gujarat News Live: કચ્છના બન્નીમાં ચિત્તાને આફ્રિકાથી લાવવામાં આવશે

કચ્છના બન્નીમાં ચિત્તાને આફ્રિકાથી લાવવામાં આવશે. બન્નીમાં ચિત્તાના આગમનની તૈયારી પૂર્ણ કરાઈ. ચિત્તાને પુરતો ખોરાક મળે તેવી પણ વ્યવસ્થા કરાઈ. વન વિભાગે ચિત્તાના આગમનની તૈયારીઓ કરી. ડિસેમ્બરના અંત સુધીમાં ચિત્તા કચ્છમાં આવી જશે.

16 Oct 2026, 10:06 AM

Gujarat News Live: ગુજરાતમાં રહેતા વાઘને ડિસેમ્બર અંત સુધીમાં પાર્ટનર મળશે

ગુજરાતમાં રહેતા વાઘને ડિસેમ્બર અંત સુધીમાં પાર્ટનર મળશે. કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતને વાઘણ આપવાની આપી મંજૂરી. ગુજરાત વન વિભાગે વાઘણને આવકારવાની તૈયારી કરી. કેન્દ્રીય ટીમે ગુજરાત મુલાકાત બાદ આપ્યો રિપોર્ટ. ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં આવી જશે વાઘણ.

16 Oct 2026, 10:06 AM

Gujarat News Live: અમરેલી જિલ્લામાં શિક્ષણજગતમાં શર્મશાર કરતો કિસ્સો

અમરેલી જિલ્લામાં શિક્ષણજગતમાં શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જાફરાબાદ પંથકના એક શાળામાં સરકારી શિક્ષક દ્વારા 4 જેટલી સગીરવયની વિધાર્થીનીઓ સાથે દુષ્કર્મ કર્યું. શિક્ષક દ્વારા છેલ્લાં 5 મહિનાથી દુષ્કર્મ કરતો હતો. પોલીસએ હેવાન શિક્ષક આરોપી સામે પોક્સો હેઠળ ગુન્હો નોંધ્યો. આરોપી સરકારી શિક્ષક રામશંકાર બટુકભાઈ પંડ્યા અગાવ પોલીસ કર્મચારી તરીકે ગીર સોમનાથ જિલ્લામાં હતો. જાફરાબાદ પોલીસએ ગુન્હો નોંધ્યો આવતી કાલે ધરપકડ કરી પૂછ પરછ કરશે. શિક્ષક દ્વારા વિધાર્થિનીઓ સાથે અડપલા અને એક સાથે તો શારીરિક સબંધ બાંધ્યા હતા. વાલીઓ અને લોકોમાં શિક્ષક સામે રોષ પોલીસએ ઘટનાને ગંભીરતાથી લઈ કાર્યવહી શરૂ કરી. અમરેલી SP એ જાફરાબાદ પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી.

16 Oct 2026, 10:05 AM

Gujarat News Live: જામનગરના રિલાયન્સ ટાઉનશીપમાં શાહિદ કપૂરની ધમાકેદાર એન્ટ્રી

જામનગરના રિલાયન્સ ટાઉનશીપમાં નવરાત્રિના પાંચમા નોરતે બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શાહિદ કપૂરને પોતાની વચ્ચે જોઈને ઉપસ્થિત હજારો દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાહિદ કપૂરના ડાન્સ અને એનર્જીથી નવરાત્રિ મહોત્સવમાં ચાર ચાંદ લાગી ગયા હતા, અને દર્શકો પણ ઝૂમી ઊઠ્યા હતા. રિલાયન્સ ટાઉનશીપમાં યોજાઈ રહેલા નવરાત્રિ મહોત્સવમાં બોલિવૂડના સિતારાઓની હાજરી ઉત્સવને વધુ યાદગાર બનાવી રહી છે.

16 Oct 2026, 10:05 AM

Gujarat News Live: દિયોદર apmc ની ડિરેક્ટર પદ ની ચૂંટણી

દિયોદર apmc ની ડિરેક્ટર પદ ની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. દિયોદર Apmc ની 16 બેઠકો માટે આજે મતદાન. દિયોદર ampc ની 16 બેઠકો માટે 24 ઉમેદવારો સામે ચૂંટણી જંગ. ખેડૂત વિભાગની -10 બેઠકો પર 15 ઉમેદવારો મેદાને. વેપારી વિભાગની 4 બેઠકો પર 6 ઉમેદવારો મેદાને. ખરીદ્ય વેચાણ સંઘ ની 2 બેઠકો પર 3 ઉમેદવારો મેદાને. Apmc દિયોદર ખાતે થી વહેલી સવારે 9 વાગ્યાથી શરૂ થશે મતદાન. ખેડૂત વિભાગ ના અને વેપારી વિભાગના મતદારો કરશે મતદાન. 2599 મતદારો કરશે મતદાન...16 બેઠકો માટે 24 ઉમેદવારો માટે ચૂંટણી. Apmc ની ખેડૂત વિભાગ ની 10 બેઠકો પર ભાજપ સમર્થન પેનલના 10 ઉમેદવારો અને કોંગ્રેસ સમર્થન ના 5 ઉમેદવારો મેદાને. વેપારી વિભાગ ની 4 બેઠકો માટે ભાજપ સમર્થન પેનલના 4 અને કોંગ્રેસ સમર્થન પેનલના 2 ઉમેદવારો મેદાને. ખરીદ્ય વેચાણ સંઘ ની 2 બેઠકો માટે 3 ઉમેદવારો મેદાને..

16 Oct 2026, 10:04 AM

Gujarat News Live: સુરતનું સૌથી મોટું રાવણનું પૂતળું

સુરતના દશેરાના ત્યોહાર માટે તૈયાર થઈ રહ્યું છે સુરતનું સૌથી મોટું રાવણનું પૂતળું. 80 ફૂટ જેટલો પૂતળું રામલીલા મેદાન ખાતે દહન કરવામાં આવશે. આગ્રાના ખાસ  15 જેટલા કારીગરો તૈયાર કરી રહ્યા છે રાવણનો પૂતળું. સમગ્ર સુરતમાં 12 જેટલા રાવણના પૂતળા દહન કરવાનું આયોજન આ વર્ષે કરાઇ રહ્યું છે. આતશબાજી સાથે પૂતળા દહન કરવાની તૈયારીઓ કરાઈ રહી છે. રિમોટ કંટ્રોલ થી ઓપરેટ થતું રાવણ બનાવવા ની તૈયારી કરાઈ રહી છે. મુસ્લિમ સમાજના કારીગરો દ્વારા રાવણ ના પૂતળાઓ તૈયાર કરીને કોમી એકતા ના સંદેશ આપવામાં આવ્યા.
 

16 Oct 2026, 10:04 AM

Gujarat News Live: સરસાણા સ્થિત ડોમમાં સરપ્રાઈઝ ચેકિંગ

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સરસાણા સ્થિત ડોમમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખીને એનઓસી સંબંધિત ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડોમમાં ૩ થી ૪ સ્થળોએ ખુલ્લું વાયરિંગ જોવા મળ્યું હતું. ડોમમાં સિન્થેટિક મટિરિયલનો ઉપયોગ થયેલો હોવાથી ખુલ્લા વાયરિંગને લીધે આગ લાગવાનું મોટું જોખમ હતું. અગાઉના ઇન્સ્પેક્શનની સરખામણીએ એન્ટ્રન્સ સહિતની વ્યવસ્થામાં નિયમ વિરુદ્ધ ફેરફાર કરેલા જણાયા હતા. અગાઉ બે નોટિસ આપી હોવા છતાં અંદર ફૂડ કોર્ટમાં ફરીથી ૬ થી ૭ એલપીજી સિલિન્ડર વપરાતા ઝડપાયા હતા. નિયમોના ઉલ્લંઘન બદલ જનહિતને ધ્યાને રાખીને આ ડોમને ક્લોઝર નોટિસ ફટકારી બંધ કરવાનો આદેશ અપાયો. નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવા માટે આ અંગેની એક નકલ પોલીસ વિભાગને પણ મોકલી આપવામાં આવી.

16 Oct 2026, 10:04 AM

Gujarat News Live: WWF રેસલર ધ ગ્રેટ ખલી સુરતના મહેમાન બન્યા

WWF રેસલર ધ ગ્રેટ ખલી સુરતના મહેમાન બન્યા. સુરતની નવરાત્રીમાં હાજરી આપી. ડી જે ના તાલે ખલી ઝૂમી ઉઠ્યા. ખલી સૌ પ્રથમ વાર સુરતમાં આવ્યા છે. સુરતીઓના ભરપૂર વખાણ કર્યા. ખલીએ પણ ગરબાના તાલે તાળી પાળી ગરબાનો લ્હાવો લીધો.

16 Oct 2026, 10:04 AM

Gujarat News Live: સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનનો પ્રારંભ

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનું લોકાર્પણ. રાજ્યના 28 જિલ્લામાં 101 નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શરૂઆત કરવામાં આવી. અમદાવાદના ચાણક્યપુરી, ઘાટલોડિયાથી CM ના હસ્તે શરૂઆત. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવામાં આવશે. ફક્ત કડિયા નાકા નહીં પરંતુ બાંધકામ સાઇટ પર શ્રમિકોને મળશે સસ્તુ ભોજન. બાંધકામ સાઇટ પર સરકાર કરશે ફુડ ડિલિવરી. ગાહેડ અને ક્રેડાઈ ને સાથે રાખી કરવામાં આવશે આયોજન.

16 Oct 2026, 10:03 AM

Gujarat News Live: દમણની એક સોસાયટીમાં ગરબા બંધ કરાવતા બબાલ

સંઘપ્રદેશ દમણની એક સોસાયટીમાં ગરબા બંધ કરાવતા બબાલ. સર્વોદય સોસાયટીમાં પોલીસે ગરબા કરાવ્યા બંધ. ગરબા બંધ કરાવતા લોકોમાં રોષ. વધારે પડતા સાઉન્ડ અને પરવાનગી વિના ગરબા ગવાતા હોવાનું કહી પોલીસે કરી કાર્યવાહી. પોલીસથી કાર્યવાહી બાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચી નોંધાવ્યો વિરોધ.

16 Oct 2026, 10:03 AM

Gujarat News Live: ગુજરાતના ચાર જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થાપવાની મંજૂરી

ગુજરાતના ચાર જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થાપવાની મંજૂરી. ખેડા મહિસાગર બોટાદ અને ગીર સોમનાથમાં બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજો બનશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપી મંજૂરી. ચાર જિલ્લાની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરી આધુનિક સુવિધાઓ વિકસાવાશે. મેડિકલ કોલેજોની સ્થાપનાથી તબીબી શિક્ષણની બેઠકો વધશે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને મળશે વેગ. હાલની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ યથાવત રાખવાની સંસ્થાઓને સૂચના. ડાયાલિસિસ માટે ઓછામાં ઓછી દસ પથારીનું યુનિટ બનાવાશે. ટ્રોમા અને અકસ્માતના દર્દીઓને તાત્કાલિક નિઃશુલ્ક સારવાર અપાશે.

16 Oct 2026, 10:02 AM

Gujarat News Live: કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરને હાઇકોર્ટની રાહત

કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરને હાઇકોર્ટની રાહત. જાતિનો દાખલો રદ્દ કરવાના ઓથોરીટીના નિર્ણયને કોર્ટે રદ્દ કર્યો. ફરી તમામ પુરાવા સાથે કોર્પોરેટરે ઓથોરિટી સમક્ષ અરજી કરવી પડશે. ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસના કુબેરનગરના કોર્પોરેટર કલ્પના કોડેકરને મોટી રાહત આપી. જાતિના સર્ટિફિકેટને રદ કરવાના વિકસતી જાતિ કલ્યાણ વિભાગ ના જોઇન્ટ ડાયરેક્ટરના આદેશને હાઇકોર્ટે નકારી કાઢ્યો. આ મામલે અરજદાર કલ્પના કોડેકરને રજૂઆતની તક આપીને નવેસરથી નિર્ણય લેવાનો હુકમ કર્યો છે. 

16 Oct 2026, 10:02 AM

Gujarat News Live: ભેસ્તાનમાં માનસિક અસ્વસ્થ કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સુરતના ભેસ્તાનમાં માનસિક અસ્વસ્થ કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. ૧૩ વર્ષીય માનસિક અસ્વસ્થ કિશોર સાથે તેના સગા પિતરાઇ ભાઈએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. આરોપી યુવાને દસ રૂપિયા આપવાની લાલચ આપી હતી. કિશોરને પોતાના ઘરે લઈ જઈ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું. કિશોર ના પરિવારે ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી.

16 Oct 2026, 10:01 AM

Gujarat News Live: રાજકોટ તન્વી ગોલ્ડમાં થયેલી લૂંટ અને મર્ડરનો મામલો

રાજકોટ તન્વી ગોલ્ડમાં થયેલી લૂંટ અને મર્ડરનો મામલે રાજસ્થાન પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશના ચન્દ્રૌલીના અજીતકુમાર પાંડે અને શિવમ પાંડેની ઉદયપુર પોલીસે કરી હતી ધરપકડ. રાજસ્થાનના સિરોહી પોલીસે પિંડવાડા ખાતે થી ઉત્તર પ્રદેશના ગાજીપૂરના વિશાલસિંહ વિનોદસિંહ, શિવમ ગિરીશચંદ્ર ગુપ્તા, અનુરાગસિંહ ઓમપ્રકાશસિંહ અને અશ્વિનીસિંહ ઉર્ફે લંકેશ મનોહરસિંહની કરી ધરપકડ. કુલ 6 આરોપીઓ લૂંટને અંજામ આપી રાજસ્થાન તરફ ફરાર થયા હતા. બે અલગ અલગ કારમાં ફરાર થયા હતા આરોપીઓ. આરોપીઓએ 900 ગ્રામ સોનુ શૂઝના તળીયામાં સંતાડયું હતું. લૂંટ વિથ મર્ડર કેસમાં તન્વી ગોલ્ડના પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી. લૂંટ વિથ મર્ડર કેસમાં કુલ 9 આરોપીઓ પોલીસ સકંજામાં આવ્યા.
 

16 Oct 2026, 10:01 AM

Gujarat News Live: અમદાવાદના વેજલપુરમાં બેફામ કાર ચાલકે વાહનોને લીધા અડફેટે: સમગ્ર અકસ્માત CCTVમાં કેદ, જાનહાની ટળી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક બેફામ સ્પીડે આવી રહેલા કાર ચાલકે રોડ કિનારે પાર્ક કરેલા તેમજ પસાર થતા વાહનોને જોરદાર અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાની ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોના આધારે પોલીસે અકસ્માત સર્જનાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

16 Oct 2026, 9:42 AM

Gujarat News Live: સુરતના કીમ ચાર રસ્તા પાસે બે જૂથ વચ્ચે મારામારી: લાઈવ વીડિયો વાયરલ

સુરતના કીમ ચાર રસ્તા નજીક સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યાં બાઈક અથડાવાના મામલે બે જૂથ વચ્ચે અચાનક બોલાચાલી બાદ સામસામે સશસ્ત્ર અને હિંસક મારામારી થઈ હતી. જોતજોતામાં વાતાવરણ તંગ બની ગયું હતું અને આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

16 Oct 2026, 9:42 AM

Gujarat News Live: સુરતના કીમ ચાર રસ્તા પાસે બે જૂથ વચ્ચે મારામારી: લાઈવ વીડિયો વાયરલ

સુરતના કીમ ચાર રસ્તા નજીક સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યાં બાઈક અથડાવાના મામલે બે જૂથ વચ્ચે અચાનક બોલાચાલી બાદ સામસામે સશસ્ત્ર અને હિંસક મારામારી થઈ હતી. જોતજોતામાં વાતાવરણ તંગ બની ગયું હતું અને આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

16 Oct 2026, 9:32 AM

Gujarat News Live: અમિત શાહનો ગુજરાત પ્રવાસ: વિવિધ કાર્યક્રમોમાં હાજરી અને કલોલમાં કુળદેવીના દર્શન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં આયોજિત વિવિધ સરકારી અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. દિવસભરના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, સાંજના સમયે તેઓ પોતાના વતન કલોલ (માણસા) ખાતે જશે, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે કુળદેવી માતાજીના મંદિરે દર્શન અને ભાવપૂર્વક પૂજા-અર્ચના કરશે.

16 Oct 2026, 9:32 AM

Gujarat News Live: આજે નવલી નવરાત્રિનું છઠ્ઠું નોરતું, આજે કાત્યાયની માતાની કરવામાં આવે છે પૂજા

આજે નવલી નવરાત્રિનું પવિત્ર છઠ્ઠું નોરતું છે, જે અંતર્ગત આજે મા કાત્યાયનીની ભાવપૂર્વક પૂજા-અર્ચના અને ભક્તિ કરવામાં આવી રહી છે. ગઈકાલે પાંચમા નોરતે ખેલૈયાઓ પરંપરાગત પરિધાનમાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને ગરબાના તાલ પર અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. મા જગદંબાની આરાધના અને ખેલૈયાઓનો આ નવરોઝ ઉત્સવ સમગ્ર વાતાવરણને ભક્તિમય તેમજ આનંદદાયક બનાવી રહ્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES