• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /આડેધડ ચા ગટકાવતા પહેલા સાવધાન! જાણો કોણે ન પીવી જોઈએ Tea? શું થઈ શકે નુકસાન

આડેધડ ચા ગટકાવતા પહેલા સાવધાન! જાણો કોણે ન પીવી જોઈએ Tea? શું થઈ શકે નુકસાન

Side effects of tea: ચા કોને ન ભાવે? આમ પણ ભારતીયોમાં ચાનો નશો કઈક અલગ જ હોય છે. બીજુ કઈ હોય કે નહોય પરંતુ ચા તો જોઈએ જ. પરંતુ શું તમને ખબર છે કે ચાનું સેવન કેટલાક લોકો માટે નુકસાન કારક પણ હોઈ શકે છે. તો ખાસ જાણો.

Written ByViral Raval
Published: Sep 29, 2026, 02:40 PM IST|Updated: Sep 29, 2026, 02:47 PM IST
joinshare
આડેધડ ચા ગટકાવતા પહેલા સાવધાન! જાણો કોણે ન પીવી જોઈએ Tea? શું થઈ શકે નુકસાન

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

મોટાભાગના લોકો એવા જોવા મળે કે તેમના ઘરમાં સવાર ચાની ચૂસકી સાથે જ પડતી હોય છે. સવારે ઉઠે કે તરત ચા જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે ચાનું સેવન કેટલાક લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે. એક્સપર્ટ જણાવે છે કે કેટલાક લોકોએ ચાનું સેવન કરવાથી બચવું જોઈએ અને વધુ પડતી ચા સ્વાસ્થ્યને શું નુકસાન પહોંચાડે છે તે પણ જાણો.

ચાથી શું નુકસાન થઈ શકે

  • સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે ચામાં ટેનિન હોય છે અને તે ચાને કલરમાં ડાર્ક અને સ્વાદમાં કડક બનાવે છે. 
  • આમ તો તે તરત એનર્જીને બુસ્ટ કરવામાં પણ ફાયદો કરાવે છે પરંતુ એટલું જ જલદી તમને ડાઉન પણ ફીલ કરાવી શકે છે. 
  • ચામાં રહેલું ટેનિન એન્ટી ઓક્સીડેન્ટ હોય છે પરંતુ તેનું વધતું પડતું સેવન કરવાથી ગેસ્ટ્રિક બેરિયર ઈરિટેટ થાય છે. 
  • જેનાથી તમને એસિડિટી કે બળતરા પણ મહેસૂસ થઈ શકે છે. 
  • જ્યારે ચામાં દૂધ અને ખાંડ ભળે તો તેની કેલરી અને શુગર પણ વધે છે. જે ઈન્શ્યુલિનના સ્તરને પણ પ્રભાવિત કરી શકે છે.

કોણે ચા પીવાથી બચવું જોઈએ?

  • આમ તો ચા મોટાભાગે બધા પીતા હોય છે પરંતુ કોણે ચાના સેવનથી બચવું જોઈએ તે  ખાસ જાણવું જરૂરી છે. 
  • એક્સપર્ટ કહે છે કે ગેસ્ટ્રોએસોફિઝિયલ રિફ્લક્સ ડિસિસ એટલે કે (GERD) થી પીડાતા લોકોએ ખાસ કરીને ગંભીર સ્થિતિમાં હોય તેમણે ચા પીવાથી બચવું જોઈએ. 
  • ગર્ભવતી મહિલાઓએ પણ ચાનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ કારણ કે તેમાં રહેલું કેફીન પ્લેસેન્ટા દ્વારા બાળક સુધી પહોંચી શકે છે. 
  • જો તમારા શરીરમાં આયર્નની કમી હોય તો પણ ચાનું સેવન ઓછું કે બંધ કરવાની સલાહ અપાતી હોય છે. 
  • આ ઉપરાંત જે લોકોને એન્ઝાયટી કે પેનિક એટેકની સમસ્યા હોય તેમણે પણ કેફીનવાળી ચાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

ચા પીવાની યોગ્ય રીત

  • જો તમને કોઈ સમસ્યા ન હોય તો પણ તમારે દરરોજ બે કપથી વધુ ચા પીવાનું ટાળવું જોઈએ. 
  • સારી ઊંઘ માટે તમે પાંચ વાગ્યા બાદ ચા ન પીવો તો સારું કહેવાય. 
  • રિફાઈન્ડ શુગરનો ઉપયોગ કરવાનો ટાળવું જોઈએ. 
  • સવારે ઉઠીને ખાલી પેટે ચા પીવાથી ગટ હેલ્થને નુકસાન પહોંચી શકે છે. 
  • આથી સવારે ઉઠીને સૌથી પહેલા હૂંફાળું પાણી પીવો અને હળવો નાસ્તો કરવો જોઈએ. ત્યારબાદ ચાલીસ મીનિટ પછી ચા પીવી જોઈએ. 
  • ભારે ભોજન કર્યા બાદ ક્યારેય ચા ન પીવી જોઈએ કારણ કે તે બોડીમાં આયર્ન, ઝિંક અને પ્રોટીનના એબ્ઝોર્બ્શનને બ્લોક કરે છે. 
  • ભોજન કરો તેની 45 મિનિટ પહેલા અને ભોજન બાદ 45 મિનિટ સુધી ચા પીવાથી બચવું જોઈએ.

(Disclaimer: પ્રિય વાંચકો આ લેખ ફક્ત સામાન્ય જાણકારી અને સલાહ આપે છે. કોઈ પણ પ્રકારે તે તબીબી મત કે વિકલ્પ નથી. આથી વધુ જાણકારી માટે હંમેશા કોઈ વિશેષજ્ઞ કે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.  Z 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source