મોંમાં ચાંદા અને ગાંઠ: ઓરલ કેન્સરના શું હોઈ શકે લક્ષણો? AIIMS ના ડૉક્ટરે જણાવ્યા ચેતવણીરૂપ સંકેતો અને બચવાના ઉપાયો
Mouth Cancer Symptoms And Signs: એમ્સ, નવી દિલ્હીના પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ ડો. ભારતી પુરોહિતે મોઢાના કેન્સર વિશે જણાવ્યું છે, મોઢાના કેન્સરના શું લક્ષણ હોય છે, તેનાથી બચવા માટે શું કરવું જોઈએ અને ક્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
Oral Cancer Symptoms: મોઢાનું કેન્સર એક ગંભીર બીમારી છે, જેની સમય રહેતા ઓળખ ન કરવામાં આવે તો બીમારી વધી જાય છે. આ વિશે જણાવતા AIIMS ની સત્તાવાર યુટ્યુબ ચેનલ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે. એમ્સ, નવી દિલ્હીના પબ્લિક બેલ્થ ડેન્ટિસ્ટ ડો. ભારતી રુપોહિત જણાવે છે કે મોઢાના કેન્સરમાં હોંઠ, જીભ, ગાલ અને કળાના કેન્સર સામેલ છે. ભારતમાં દર વર્ષો હજારો લોકો ઓરલ કેન્સરને કારણે પોતાનો જીવ ગુમાવે છે. તેવામાં આ કેન્સરની સમય રહેતા ઓળખ કરવાથી બચવાની સંભાવના વધી જાય છે. લોકોને હંમેશા લાગે છે કે માત્ર વ્યસ્ન કરનારને મોઢાનું કેન્સર થાય છે, પરંતુ અન્ય કારણ પણ છે, જે મોઢાના કેન્સરનું કારણ બની શકે છે.
મોઢાનું કેન્સર શું છે
મોઢાનું કેન્સર મોઢામાં થનાર એક પ્રકારનો ઘાવ કે ચાંદા છે, જે લાંબા સમય સુધી ઠીક થતાં નથી. આ સિવાય અસામાન્ય વૃદ્ધિ ગાંઠનું સ્વરૂપ લઈ શકે છે અને શરીરના અન્ય હિસ્સા સુધી ફેલાઈ શકે છે.
મોઢાના કેન્સરમાં કેવા લક્ષણ જોવા મળે છે
ઓરલ કેન્સરના શરૂઆતી લક્ષણ ઓળખવાથી જીવ બચાવી શકાય છે, પરંતુ તેના લક્ષણ સામાન્ય રીતે બાદના સ્ટેજમાં જોવા મળે છે. જો મોઢામાં ઘાવ કે ચાંદા બે સપ્તાહથી વધુ રહે, લાલ કે સફેદ ધબ્બા જોવા મળે, મોઢું ખોલવા કે ગળવામાં સમસ્યા થાય, ગાલ કે ગરદનમાં ગાંઠ કે સોજા થઈ ગયા છે, અવાજમાં અચાનક ફેરફાર કે અવાજ ભારે થાય કે આ પ્રકારના લક્ષણ જોવા મળે તો ડોક્ટરની તપાસ કરાવવામાં વિલંબ ન કરો.
આ પણ વાંચોઃ સાંધાના દુ:ખાવાથી પીડાતા હોવ તો આ 5 ફૂડ ભોજનમાં સામેલ કરો, દુ:ખાવામાં મળી શકે રાહત
મોઢાનું કેન્સર થવાના કારણ શું છે
- તમાકુનું કોઈ પ્રકારનું સેવન કરવાથી મોઢાના કેન્સરનો ખતરો વધે છે. સિગારેટ, બીડી, વેપિંગ કે તમાકુનું સેવન મોઢાના કેન્સરનું કારણ બની શકે છે. ડોક્ટર જણાવે છે કે 90 ટકાથી વધુ મોઢાના કેન્સરના મામલા તમાકુના સેવન સાથે જોડાયેલા હોય છે.
- બીજું સૌથી મોટું જોખમ છે દારૂનું વધુ માત્રામાં સેવન. તમાકુની સાથે દારૂનું સેવન પણ ઓરલ કેન્સરનો ખતરો વધારી શકે છે.
- હ્યુમન પૈપિલોમાવાયરસ એટલે કે HPV, ખાસ કરી સ્ટ્રેન 16 આજકાલ યુવાનોમાં ગળા અને ટોન્સિલ્સના કેન્સરનું સૌથી મોટું જોખમી ફેક્ટર છે.
- ઓરલ હાઇજીનની કમી અને ખાવામાં પૌષ્ટિક આહારની કમી ઓરલ કેન્સર પ્રત્યે સંવેદનશીલ બનાવી શકે છે.
- જે લોકો લાંબા સમય સુધી ધૂપમાં બહાર કામ કરે છે, તેમાં લિપ કેન્સરનો ખતરો વધી શકે છે.
મોઢાના કેન્સરથી કઈ રીતે બચવું
તમાકુથી દૂર રહેવુંઃ ઓરલ કેન્સરના ખતરાને ઘટાડવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરી શકાય છે. તમાકુનું કોઈપણ સ્વરૂપે સેવન બંધ કરવું જોઈએ. સેકેન્ડહેન્ડ સ્મોકથી બચવું અને થર્ડહેન્ડ સ્મોક એટલે કે તમાકુની ધૂળ કે ધૂમાડો જમા થયો હોય જેમ કે કપડાં કે ફર્નીચરથી બચવું. આ સિવાય દારૂનું સેવન ઓછું કરવું પણ જરૂરી છે.
HPV વેક્સીન- એચપીવી વેક્સીન એક પ્રભાવી ઉપાય છે તે વાયરસ સ્ટ્રેનથી બચવાનો જે ઓરલ કે અન્ય કેન્સરનું કારણ બને છે. તે મુખ્યરૂપથી યુવાઓ માટે ઉપલબ્ધ છે, પરંતુ વયસ્કને પણ તેનો લાભ મળી શકે છે.
હાઇજીનઃ મૌખિક સ્વાસ્થ્ય એટલે કે ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે. તે માટે દિવસમાં બે વખત બ્રશ કરો અને નિયમિત રૂપથી દાંતના ડોક્ટર પાસે તપાસ કરાવો.
આ પણ વાંચોઃ પેશાબમાં લોહીથી લઈને ભૂખ ન લાગવા સુધી: કિડની કેન્સરમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે
પોષક તત્વોથી ભરપૂર ભોજનઃ પોષક તત્વોથી ભરપૂર ડાયટ લેવા પર પણ કેન્સરનું જોખમ ઓછું રહે છે. પૌષ્ટિક આહાર શરીરની ઇમ્યુનિટી વધારે છે.
સૂર્યપ્રકાશથી બચવુંઃ સૂર્યના હાનિકારક કિરણોથી સ્કિન અને હોંઠને બચાવો અને તે માટે SPFવાળી સનસ્ક્રીન અને લિપ બામનો ઉપયોગ કરો.
ડિસ્ક્લેમરઃ આ સમાચાર લખવામાં અમે સામાન્ય માહિતીની મદદ લીધી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. જો તમને કોઈ સમસ્યા હોય તો નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો.