શરીરના આ મહત્ત્વના અંગને ન કરો નજરઅંદાજ; જાણો લિવર સિરોસિસના શરૂઆતી સંકેતો અને બચાવના ઉપાય
Liver Disease Symptoms: AIIMS, દિલ્હીના ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના પ્રોફેસર ડો. શાલીમાર પાસેથી જાણો લિવર સિરોસિસ શું છે અને લિવરની આ બીમારીના શરૂઆતી લક્ષણ કેવા જોવા મળે છે. આ ચેતવણી સંકેતોને ઓળખી લિવરને સમય રહેતા બચાવી શકાય છે.
Liver Cirrhosis Symptoms: લિવર શરીરનું તે અંગ છે જે ખરાબ થઈ જાય તો શરીર એક નહીં પરંતુ ઘણી રીતે પ્રભાવિત થાય છે. લિવર કચરાને ફિલ્ટર કરી બહાર કાઢે છે અને તે પાચનને સપોર્ટ કરે છે, પોષક તત્વોને સ્ટોર કરે ચે અને હોર્મોન્સનું બેલેન્સ કરવામાં મદદ કરે છે. તેવામાં લિવરને સ્વસ્થ રાખવું જરૂરી છે. AIIMS, દિલ્હીના ગેસ્ટ્રોએન્ટોરોલોજી વિભાગના પ્રોફેસર ડો. શાલીમારે જણાવ્યું કે લિવરની બીમારી લિવર સિરોસિસ શું છે અને તેની ચેતવણીના સંકેત કેવા જોવા મળે છે.
શું હોય છે લિવર સિરોસિસ
ડો. શાલીમાર જણાવે છે કે લિવર સિરોસિસ એક એવી સમસ્યા છે, જે વર્ષો સુધી ચુપચાપ વધે છે અને જ્યારે ખબર પડે છે ત્યારે લિવરનું ડેમેજ વધી જાય છે. લિવર સિરોસિસ ત્યારે થાય છે જ્યારે લિવરને નુકસાન પહોંચતુ જાય છે અને સમયની સાથે લિવરના નોર્મલ ટિશ્યૂ સ્કાર ટિશ્યૂથી રિપ્લેસ થઈ જાય છે. આ સ્કાર ટિશ્યૂ કામ કરતા નથી. તેનાથી લિવર સંકોચાઈ જાય છે, કડક થઈ જાય છે અને પોતાની કામ કરવાની ક્ષમતા ગુમાવે છે. આ બીમારીમાં જ્યાં સુધી લક્ષણ જોવા મળે છે, ત્યાં સુધી નુકસાન વધી ગયું હોય છે.
આ પણ વાંચોઃ પેશાબ કરવા સમયે આ લક્ષણ જોવા મળે તો નજરઅંદાજ ન કરો, હોઈ શકે છે Bladder Cancer
લિવર સિરોસિસની ચેતવણીના સંકેત શું છે
- સતત કારણ વગર થાક અને નબળાઈનો અનુભવ
- પેટમાં અને પગમાં સોજા
- ત્વચા અને આંખ પીળી પડવી
- બેભાન થવું
- ભૂખ ન લાગવી અને વજન ઘટવું
- લોહીની ઉલ્ટી થવી
- વારંવાર ઉબકા આવવા
લિવર ફાઇબ્રોસિસની જાણ થાય તો શું કરવું
ફાઇબ્રોસિસની પ્રગતિને ધીમી કરી શકાય છે અને તેમાં થનાર જટિલતાઓને નિયંત્રિત કરી શકાય છે. ફાઇબ્રોસિસથી સ્કાર ટિશ્યૂ ઉદ્ભવવાનું શરૂઆતી સ્ટેજમાં છે જે આગળ જતાં સિરોસિસનું રૂપ લઈ લે છે. તેથી ફાઇબ્રોસિસના મૂળ કારણની માહિતી મેળવવી અને તેને દૂર કરવા જરૂરી છે. દારૂનું સેવન બંધ કરવું, હેપેટાઇટિસ બી વાયરસ ઇન્ફેક્શન હોય તો તેની સારવાર કરવી અને જો ફેટી લિવર છે તો તેને ઠીક કરવા પર ધ્યાન આપવું જરૂરી છે.
ઉપચાર માટે લોહીની તપાસ અને અલ્ટ્રાસાઉન્ડથી લિવરને થતાં નુકસાન અને ખરાબી વિશે જાણી શકાય છે. ગંભીર મામલામાં લિવર ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ બચે છે.
- લિવર સિરોસિસથી બચવા માટે દારૂના સેવનથી બચો
- હેપેટાઇટિસ બીની રસી લગાવો
- કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખો
- વજનને કંટ્રોલમાં રાખો
- હાઈ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખો.
ડિસ્ક્લેમરઃ આ સમાચારને સામાન્ય જાણકારી માટે લખવામાં આવ્યા છે. જો તમને કોઈ શારીરિક સમસ્યા હોય તો નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.