SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ડાયાબિટીસ અને વધતી શુગરથી છો પરેશાન? દવા વગર પણ કાબૂમાં આવશે શુગર, જાણી લો આ ખાસ એક્સપર્ટ ટિપ્સ

Sugar Control Tips: આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. તમે ડોક્ટર શાલિની સિંહ સોલંકીએ જણાવેલી ટિપ્સને તમારા જીવનનો હિસ્સો બનાવી શકો છો, જેનાથી તમને ફાયદો થઈ શકે છે.

Written By Gokani Dhaval
Published: Oct 05, 2026, 11:37 AM IST | Updated: Oct 05, 2026, 11:38 AM IST
Join

આજના સમયમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ સુગરની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળી રહી છે. તેના કોઈ એક કારણ નથી, કારણ કે ખાનપાનમાં ફેરફાર, શારીરિક ગતિવિધિનો અભાવ, ઓછી ઊંઘ કે પછી વધેલું વજન તેના માટે જવાબદાર હોઈ શકે છે. પરંતુ સુગરને કંટ્રોલ કરવા માટે રોજિંદી આદતો પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમને ડાયાબિટીસ છે અને તમે દવા લેવાનું બંધ ન કરો. યોગ્ય સારવાર લઈને ડાયાબિટીસના ટાઇપ અને બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. તેને લઈને MBBS ડોક્ટર શાલિની સિંહ સોલંકીનું કહેવું ચે કે દવા વગર પણ સુગરને કંટ્રોલ કરી શકાય છે.

ઇસબગુલનું સેવન કરવું
એક્સપર્ટનું કહેવું છે કે સુગરને કંટ્રોલ કરવા માટે ઇસબગુલ ઉપયોગી છે. તમે ડિનર કરવાની 30 મિનિટ પહેલા હુંફાળા પાણીમાં ઇસબગુલ નાખી પી શકો છો. તેનાથી તમને આરામ મળશે અને સુગર કંટ્રોલ રહેશે.

ડિનર જલ્દી અને હળવું કરવું
રાતનું ભોજન જલ્દી અને હળવું કરવું જોઈએ. તમે રાતના ભોજનમાં દાળ કે શાકભાજી સામેલ કરી શકો છો. ઓછા મસાલાવાળા ભોજનથી ફાયદો થાય છે. બાકી રોટલી અને ભાતની માત્રા ઓછી રાખો, જેથી સૂવામાં કોઈ સમસ્યા ન થાય.

આ પણ વાંચોઃ 60 વર્ષે પણ હાડકાં લોખંડ જેવા મજબૂત રહેશે, અત્યારથી આહારમાં સામેલ કરી લો આ 5 દેશી વસ્તુઓ

રાત્રે ભોજન બાદ ચાલવું
ભોજન કર્યા બાદ લગભગ અડધો કલાક વોક પર જાવો. તમે ધીમે-ધીમે ચાલો. તેનાથી તમને ફાયદો થઈ શકે છે અને સુગર પણ કંટ્રોલમાં રહેશે. જો તમને કોઈ સમસ્યા હોય તો એક્સસાઇઝ કરતાં પહેલા ડોક્ટરની સલાહ લો.

તજનું પાણી
રાત્રે સૂતા પહેલા એક કપ કે પછી એક ગ્લાસ તજનું પાણી પીવો. જો તમને તેનો સ્વાદ પસંદ ન આવે તો આદુ અને હળદરનો ઉકાળો તમારા રૂટીનમાં સામેલ કરી શકો છો. તેનાથી ન માત્ર પેટની ચરબી ઘટશે, પરંતુ સુગર લેવલમાં પણ ફાયદો થશે.

રાત્રે સૂવાનો સમય નક્કી કરવો
રાત્રે લગભગ 11 વાગ્યા સુધી સૂઈ જાવ અને 7-8 કલાકની ઊંઘ લો. તેનાથી ન માત્ર તમને ફાયદો થશે, પરંતુ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહેશે. તમે નિયમિત રૂપથી યોગ્ય રૂટીન અપનાવો અને તમારા સ્વાસ્થ્યમાં સુધારાનો અનુભવ કરો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES