સ્વાદુપિંડ કેન્સરના લક્ષણો શું છે? જાણો આ ગંભીર કેન્સરના સંકેતો અને સારવારના વિકલ્પો
Pancreatic Cancer Symptoms: નેશનલ હેલ્થ સર્વિસ યુકે પ્રમાણે સ્વાદુપિંડ કેન્સરના લક્ષણ શું છે, અહીં જાણો. સ્વાદુપિંડ કેન્સરની સમય રહેતા માહિતી મળે તો સારવાર શરૂ કરી શકાય છે અને સ્વાદુપિંડને વધુ નુકસાન થવાથી બચાવી શકાય છે.
Pancreatic Cancer Treatment: સ્વાદુપિંડ કેન્સર કે Pancreatic Cancer એક ગંભીર કેન્સર છે. આ એક એવી બીમારી છે જેમાં સ્વાદુપિંડમાં સ્વસ્થ સેલ્સ કામ કરવાનું બંધ કરી દે છે અને કાબુ બહાર વધવા લાગે છે. અસામાન્ય કોષો વધવા પર સ્વાદુપિંડમાં ટ્યૂમર ઉદ્ભવવા લાગે છે. તેવામાં શરીરમાં એક નહીં ઘણા પ્રકારના લક્ષણ જોવા મળે છે. આ લક્ષણોને સમય રહેતા ઓળખી સારવાર કરાવવી જરૂરી હોય છે. તેવામાં નેશનલ હેલ્થ સર્વિસ યુકે પ્રમાણે સ્વાદુપિંડના કેન્સરના શું લક્ષણ હોય છે, જાણો અહીં. સાથે તે પણ જાણો કે સ્વાદુપિંડના કેન્સરના કારણ ક્યા છે અને તેની સારવાર કઈ રીતે કરવામાં આવે છે.
સ્વાદુપિંડના કેન્સરના શું લક્ષણ છે
સ્વાદુપિંડ કેન્સરના લક્ષણોને શરૂઆતી તબક્કામાં ઓળખવા મુશ્કેલ બની શકે છે, પરંતુ જ્યારે લક્ષણ જોવા મળે છે તો આવા દેખાય શકે છે-
- આંખનો સફેદ હિસ્સો પીળો પડી શકે છે
- ત્વચા પર ખંજવાળનો અનુભવ થઈ શકે છે
- પેશાબનો રંગ ઘેરો હોઈ શકે છે.
- મળનો રંગ ફીકો દેખાઈ શકે છે.
- ભૂખમાં ઘટાડો થઈ જાય છે
- પ્રયાસ કર્યા વગર વજન ઘટવા લાગે છે
- દરેક સમયે થાકનો અનુભવ થાય છે અને શરીરમાં એનર્જીની ઉણપ રહે છે.
- શરીરનું તાપમાન વધી શકે છે, ગરમી લાગી શકે છે, ઠંડી લાગે છે.
- બીમાર જેવો અનુભવ થાય છે
- ઝાડા કે કબજીયાતની સમસ્યા રહે છે કે મળમાં ફેરફાર થાય છે.
- પેટના ઉપરના ભાગ કે પીઠના ઉપરના ભાગમાં દુખાવો થઈ શકે છે.
- ભોજન સમયે કે સૂવા સમયે મુશ્કેલી વધી શકે છે.
- હંમેશા અપચાની સમસ્યા જોવા મળે છે, જેમ કે દરેક સમયે પેટ ફુલાયેલું લાગવું.
આ લક્ષણ પેટ કે આંતરડાની સમસ્યામાં પણ જોવા મળી શકે છે, તેથી જો કોઈ સમસ્યા શરૂ થાય તો ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ, જેનાથી યોગ્ય સારવાર મળી શકે.
સ્વાદુપિંડનું કેન્સર ક્યા કારણે થઈ શકે છે
સ્વાદુપિંડનું કેન્સર થવાનું ચોક્કસ કારણ હંમેશા જાણવા મળતું નથી, પરંતુ આ ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડ સેલ્સમાં જેનેટિક ફેરફાર થવા લાગે છે અને સેલ્સના ગ્રોથને પ્રભાવિત કરનાર જીન્સ પ્રભાવિત થાય છે. આ ફેરફારોને કારણે સેલ્સ ઝડપથી વધે છે અને ટ્યૂમર બનાવી શકે છે. સામાન્ય રીતે સ્વાદુપિંડ કેન્સરના આ કારણો હોઈ શકે છે-
જેનટિક ફેરફારઃ સેલ્સના ગ્રોથને રેગ્યુલેટ કરનાર જીન્સમાં ફેરફાર થવા લાગે છે. ડિવિજન અને રિપેરને કારણે સ્વાદુપિંડ સેલ્સ કાબુ બહાર વધવા લાગે છે.
આનુવંશિક ફેરફારોઃ કેટલાક લોકોમાં સ્વાદુપિંડ કેન્સર તેના માતા-પિતા સાથે જોડાયેલું હોઈ શકે છે. આનુવંશિક રીતે થનાર સ્વાદુપિંડ કેન્સર જીવનમાં ગમે ત્યારે થઈ શકે છે.
પ્રાપ્ત DNA ફેરફારોઃ સમયની સાથે કેટલાક જેનેટિક ફેરફાર થવા પર સ્વાદુપિંડ સેલ્સ વારંવાર વધે છે અને વિભાજીત થાય છે.
કેન્સરનું કારણ બનતી વસ્તુના સંપર્કમાં આવવુંઃ તમાકુ, ધૂમાડામાં રહેલી વસ્તુઓ સેલુલર ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી જેનેટિક ફેરફાર આવી શકે છે અને વ્યક્તિ કેન્સરનો શિકાર થઈ શકે છે.
સ્વાદુપિંડ કેન્સરની સારવાર શું છે
કેન્સર સારવારમાં કેન્સરના પ્રકાર અને સ્ટેજના આધારે સારવાર કરવામાં આવે છે. ટ્યુમરને સર્જરીથી હટાવી શકાય કે નહીં અને દર્દીનું સંપૂર્ણ સ્વાસ્થ્ય કેવું છે તેના પર પણ કેન્સરની સારવાર નિર્ભર કરે છે. સામાન્ય રીતે સ્વાદુપિંડના કેન્સરમાં સર્જરી, કીમોથેરેપી, રેડિએશન થેરેપી, ટારગેટેડ થેરેપી અને ઇમ્યુનોથેરેપી સામેલ હોઈ શકે છે.
(ડિસ્ક્લેમરઃ આ સમાચાર માત્ર તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. તે માટે અમે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો)