• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /Elaichi: જમ્યા પછી એક એલચી ખાવી હેલ્થ માટે ગેમચેન્જર, આ 4 ફાયદા તો 24 કલાકમાં દેખાશે

Elaichi: જમ્યા પછી એક એલચી ખાવી હેલ્થ માટે ગેમચેન્જર, આ 4 ફાયદા તો 24 કલાકમાં દેખાશે

Elaichi Benefits: જમ્યા પછી એલચી ખાવાની આદત હેલ્થ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એલચી ખાવાથી આમ તો ઘણા ફાયદા થાય છે પણ 4 ફાયદા એવા છે જે તુરંત જોવા મળી શકે છે. ચાલો આજે તમને એલચીના કમાલના ફાયદા વિશે જણાવીએ.

Written ByKrupa Shah
Published: Sep 23, 2026, 01:37 PM IST|Updated: Sep 23, 2026, 01:41 PM IST
joinshare
Elaichi: જમ્યા પછી એક એલચી ખાવી હેલ્થ માટે ગેમચેન્જર, આ 4 ફાયદા તો 24 કલાકમાં દેખાશે

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

    ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

    2

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    3

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    4

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    5

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Elaichi Benefits:  જમ્યા પછી તમે પણ મુખવાસ ખાતા જ હશો. મુખવાસને બદલે જો તમે જમ્યા પછી એક એલચી ચાવીને ખાવાનું શરૂ કરશો તો આ આદત તમારી હેલ્થ માટે બેસ્ટ સાબિત થશે. આજના સમયમાં જ્યારે નાની ઉંમરમાં જ સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે ત્યારે એક નાનકડી આદત હેલ્થ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એક નાનકડી એલચી મોઢાની દુર્ગંધથી લઈને પાચનની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

    એક્સપર્ટ અનુસાર જમ્યા પછી મોટાભાગના લોકો મુખવાસ ખાતા હોય છે. જમ્યા પછી ખાંડવાળા મીઠા મુખવાસ ખાવાને બદલે જો એલચી ચાવીને ખાવામાં આવે તો ફાયદો થાય છે. મીઠાઈ અને રસોઈમાં ઉપયોગમાં લેવાતી એલચી સ્વાદ અને સુગંધ માટે પ્રખ્યાત છે. ખૂબ ઓછા લોકો જાણતા હોય છે કે રાત્રે જમ્યા પછી એક એલચી ખાવાથી શરીરને કેવા ફાયદા થાય છે ? જો તમને પણ આ ફાયદા વિશે જાણકારી ન હોય તો ચાલો તમને જણાવીએ. રોજ રાત્રે જમ્યા પછી એક એલચી ચાવીને ખાવાથી થતા આ ફાયદા વિશે જાણી લેશો તો તમે બીજા મુખવાસ ખાવાનું છોડી દેશો.

    જમ્યા પછી એલચી ખાવાના ફાયદા

    મોં માંથી આવતી વાસ

    જમ્યા પછી એક એલચી ચાવીને ધીરે ધીરે ખાવાથી સૌથી મોટો ફાયદો થાય છે મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવામાં. તેલ મસાલા વાળું, ડુંગળી- લસણ વાળું ભોજન કર્યા પછી શ્વાસમાંથી તીવ્ર ગંધ આવતી હોય છે. જો તમે જમ્યા પછી એક એલચી ખાઈ લેશો તો આ ગંધથી છુટકારો મળી જશે અને એલચી ચાવવાથી મોં પણ ફ્રેશ થઈ જશે.

    પાચનમાં મદદરૂપ

    લીલી એલચી પેટ માટે ફાયદાકારક છે. રાત્રે જમ્યા પછી એક એલચી ખાઈ લેવાથી પેટનું ભારેપણું બ્લોટીંગ જેવી સમસ્યાઓ થવાની શક્યતા ઘટી જાય છે. એલજીમાં રહેલા પોષક તત્વો અને રસ પાચનમાં મદદ કરે છે. રાત્રે જમ્યા પછી એલચી ખાઈ લેવાથી પાચન સરળતાથી થઈ શકે છે.

    મીઠાઈ ખાવાની ક્રેવિંગ નહીં થાય

    ઘણા લોકોને રાત્રે જમ્યા પછી આઈસ્ક્રીમ, મીઠાઈ જેવી વસ્તુઓ ખાવાની ક્રેવિંગ થતી હોય છે. રાત્રે આ પ્રકારની વસ્તુઓ નિયમિત ખાવાથી વજન વધવાથી લઈને બ્લડ સુગર વધવા સમસ્યા થઈ શકે છે. આ ક્રેવિંગને કંટ્રોલ કરવામાં પણ એલચી મદદ કરી શકે છે. જમ્યા પછી એલચી ખાઈ લેવાથી મીઠાઈ ખાવાની ક્રેવિંગ થતી નથી.

    cardamom

    જમ્યા પછી રોજ એક એલચી ચાવીને ખાવાથી ગળું સાફ થાય છે અને તાજગીનો અનુભવ થાય છે. એલચી ચાવીને ધીરે ધીરે તેનો રસ ગળે ઉતારવાથી ગળું પણ ક્લીન થઇ જશે. એલચી ખાવાથી ગળાની ખરાશ અને ગળાના દુખાવામાં પણ રાહતનો અનુભવ થઈ શકે છે.

    (Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source