રાત્રે સૂતી વખતે હાથ સુન્ન થઈ જાય છે? ભૂલીને પણ ન કરતા આ વાતની અવગણના, હોઈ શકે છે ગંભીર બીમારીના લક્ષણો
જો રાત્રે સૂવા સમયે હાથ અચાનક સુન્ન થાય, ઝણઝણાટ લાગે તો તેની પાછળ ઘણા કારણ હોઈ શકે છે. હંમેશા આ સમસ્યા સૂવાની ખોટી પોઝીશનને કારણે થાય છે, પરંતુ લાંબા સમય સુધી આવું થવું ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આવો તેના વિશે જાણીએ.
રાત્રે સૂવા સમયે હાથ સુન્ન થવા, ઝણઝણાટ થવી કે કંઈક ખૂંચવા જેવો અનુભવ થવો એક સામાન્ય સમસ્યા લાગી શકે છે. ઘણીવાર આપણે વિચાર્યે છીએ કે આ માત્ર ખોટી પોઝીશનમાં સૂવાને કારણે થયું છે અને તેને નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ જો આ સમસ્યા વારંવાર થાય, તો તેને નજરઅંદાજ કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. દર વખતે આવું થવું શરીરની અંદર છુપાયેલી કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આ અંગે નિષ્ણાંત ડો. સુનીલ અગ્રવાલે ખાસ જાણકારી આપી છે.
1. સૂવા સમયે હાથ સુન્ન થવાનું મુખ્ય કારણ શું છે?
જ્યારે આપણે સૂતા હોઈએ તો એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી રહીએ કે હાથ માથાની નીચે દબાવીને સૂઈએ તો હાથની નસો પર દબાવ પડી શકે છે. તેનાથી નસના સામાન્ય કામકાજમાં મુશ્કેલી આવે છે અને હાથ સુન્ન પડવા લાગે છે. સામાન્ય રીતે હાથની પોઝીશન બદલવા અને કેટલાક સમય સુધી હાથ હલાવવાથી આ મુશ્કેલી ઠીક થઈ જાય છે.
2. શું તે સર્વાઇકલ કે ગરદનની સમસ્યા હોઈ શકે છે?
ડોક્ટર પ્રમાણે તે સર્વાઇકલ કે ગરદનની સમસ્યા હોઈ શકે છે. ગરદનના હાડકાં વચ્ચે રહેલ ડિસ્કમાં ફેરફાર કે નસ પર દબાવ પડવાને કારણે ગરદનથી હાથ સુધી દુખાવો, ઝણઝણાટ કે સુન્નતા થઈ શકે છે. જો હાથ સુન્ન થવાની સાથે ગળામાં દુખાવો, ખભામાં ખેંચાણ કે આંગળીઓમાં નબળાઈનો અનુભવ થાય તો ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.
આ પણ વાંચોઃ સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત
3. શુડં ડાયાબિટીસને કારણે પણ હાથ સુન્ન થાય છે?
ડાયાબિટીસને કારણે નસને નુકસાન પહોંચી શકે છે, જેને ડાયાબિટીક ન્યૂરોપેથી કહેવાય છે. આ સિવાય કાંડામાં નસ દબાવાની સમસ્યા, જેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહેવાય છે, ને કારણે વિશેષ રૂપથી રાત્રે હાથ અને આંગળીઓ સુન્ન થઈ શકે છે. આ સમસ્યા હંમેશા અંગૂઠા, તર્જની અને મધ્ય આંગળીમાં વધુ થાય છે.
4. હાથ સુન્ન થાય તો શું કરવું જોઈએ?
- સૂવા સમયે હાથને શરીરની નીચે દબાવીને ન રાખો.
- ગરદન અને હાથને આરામદાયક સ્થિતિમાં રાખો.
- લાંબા સમય સુધી કોણી વાળવાથી બચો.
- જો સમસ્યા વારંવાર થાય છે તો ન્યૂરોલોજિસ્ટની સલાહ લો.
- ડોક્ટરની સલાહ વગર દવાઓ કે વિટામિન સપ્લીમેન્ટ લેવાનું શરૂ ન કરો.
5. ક્યારે તત્કાલ ડોક્ટર પાસે જવું જોઈએ?
જો અચાનક એક હાથ સુન્ન થવાની સાથે ચહેરાનો કોઈ એક હિસ્સો ત્રાંસો થાય, બોલવામાં મુશ્કેલી થાય, હાથ-પગમાં નબળાઈ કે સંતુલન બગડે તો તે સ્ટ્રોકના લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરો. હાથમાં સુન્નતા સતત રહે કે વારંવાર થાય તો પણ ડોક્ટર પાસે તપાસ કરાવો.