SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સાવધાન! અચાનક શરૂ થયેલી કબજિયાત બની શકે છે મોટી મુસીબત, આ સંકેતોને ક્યારેય ન અવગણો

કબજીયાત થવી સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક-ક્યારેક મળ ત્યાગની આદતોમાં ફેરફાર કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. અચાનક કબજીયાતની સમસ્યા થવા લાગે તો તમારે ડોક્ટર સાથે વાત જરૂર કરવી જોઈએ.

Written By Gokani Dhaval
Published: Nov 17, 2026, 20:24 IST | Updated: Nov 17, 2026, 20:29 IST
Image Credit: AI Image
Join

આજના સમયમાં લોકોમાં કબજીયાતની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. પરંતુ ઘણીવાર લોકો તેને સામાન્સ સમજી નજરઅંદાજ કરી દે છે. પરંતુ જો તમને વારંવાર કબજીયાની મુશ્કેલી થઈ રહી છે તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. ડૉ. જોસેફ સાલહાબ, ડબલ બોર્ડ-સર્ટિફાઇડ ચિકિત્સક અને ઇન્ટરનલ મેડિસિન તથા ગેસ્ટ્રોએન્ટેરોલોજીના નિષ્ણાતે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી જણાવ્યું છે કે કબજીયાતના ક્યા સંકેતોને ચેતવણીની જેમ લેવા જોઈએ?

વારંવાર કબજીયાતની સમસ્યા થવા પર થઈ શકે છે આ બીમારીઓ

પેટનો એવો દુખાવો જે પીઠ સુધી પહોંચે

પેટમાં ભારે કે સતત રહેતો દુખાવો, જેનો અનુભવ પીઠ સુધી થાય તો તે સામાન્ય કબજીયાતથી વધુ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તત્કાલ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

ગેસ ન નીકળવો, પેટ ફૂલાવું અને ઉલ્ટી થવી

આ બાઉલ ઓબ્સ્ટ્રક્શન (આંતરડામાં સમસ્યા) ની ચેતવણીનો સંકેત હોઈ શકે છે, જેનો મતલબ છે કે તમારા આંતરડામાં સમસ્યા આવી છે. આ એક મેડિકલ ઈમરજન્સી છે.

મળમાં લોહી

મળનો રંગ ચમકીલો લાલ, ઘેરો લાલ કે કાળો અને ચિકણો હોવો, આંતરડા કે પાચનતંત્રમાં લોહી વહેવું (જઠરાંત્રિય રક્તસ્રાવ) નો સંકેત હોઈ શકે છે. તેને હંમેશા મસા માની લેવાની ભૂલ ન કરો.

Body Warning Signs Of Infection: યુરિનમાં બળતરાને માનો છો સામાન્ય? જો અવગણના કરી તો ડેમેજ થઈ શકે છે કિડની!

મળ પાતળું થવું

મતના આકારમાં સતત ફેરફાર થવો, અને તેવો અનુભવ થવો કે પેટ સંપૂર્ણ સાફ થયું નથી, કોલન કે મળાશય સંકોચવાનો સંકેત હોઈ શકે છે.

45ની ઉંમર બાદ અચાનક કબજીયાત થવી

જો તમારૂ પેટ હંમેશા નિયમિત રૂપથી સાફ થઈ રહ્યું હતું, પરંતુ અચાનક તમને કબજીયાત થઈ જાય છે અને તે લાંબો સમય રહે તો તેની તપાસ જરૂરી છે.

જોકે ડોક્ટર તે પણ કહે છે કે આ લક્ષણોનો મતલબ હંમેશા કોલન કેન્સર કે આંતરડાની સમસ્યા હોતો નથી. ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, કેટલીક દવાઓની અસર, કે પાચન સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓને કારણે પણ મળ ત્યાગની આદતોમાં ફેરફાર આવી શકે છે. પરંતુ કબજીયાત નવી છે, સતત રહે છે કે કોઈ સ્પષ્ટ કારણ સામે આવતું નથી તો તેને નજરઅંદાજ ન કરો. ખાસ કરી ત્યારે જ્યારે તેની સાથે અન્ય ચેતવણીના સંકેત દેખાતા હોય.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES