SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Cancer Risk in Family: ફેમિલીમાં કેન્સરનો હિસ્ટ્રી હોય તો શું બાકીના લોકોને પણ થઈ શકે આ બીમારી? જાણો

Cancer Risk in Family: હંમેશા લોકોનો સવાલ રહે છે કે જે લોકોના પરિવારમાં પહેલા કોઈને કેન્સર રહ્યું હોય તો શું તેના બાળકોને પણ આ બીમારીનો ખતરો રહેશે? આવો NCI પાસેથી જાણીએ આ વાતનું સત્ય.

Written By Gokani Dhaval
Published: Oct 30, 2026, 02:51 PM IST | Updated: Oct 30, 2026, 02:55 PM IST
Image Credit: AI Image
Join

કેન્સર ખતરનાક બીમારી છે, જેને હળવાશમાં લેવી કે તેના લક્ષણોને નજરઅંદાજ કરવા ભારે પડી શકે છે. કેન્સરથી દર વર્ષે દુનિયામાં લાખો લોકો જીવ ગુમાવે છે. મોતનો આંકડો એટલો મોટો રહે છે કે દર વર્ષે તેનો રિપોર્ટ ચોંકાવનારો હોય છે. સામાન્ય જાણકારી અનુસાર આજે દુનિયામાં કેન્સરના એક કે બે નહીં પરંતુ 100થી વધુ પ્રકાર ઉપલબ્ધ છે, જે ગમે તે લોકોને શિકાર બનાવી શકે છે. આ બીમારીની સૌથી ખતરનાક વાત રહે છે કે તેના લક્ષણ શરૂઆતમાં જોવા મળતા નથી અને જ્યારે જોવા મળે છે ત્યારે વિલંબ થઈ ગયો હોય છે. તેવામાં હંમેશા લોકોને સવાલ રહે છે કે જે લોકોના પરિવારમાં કોઈ આ બીમારીનું શિકાર રહ્યું હોય તો શું પરિવારના અન્ય લોકોમાં પણ તેનો ખતરો રહેશે? આવો આ વિશે જાણીએ.

પરિવારનો ઈતિહાસ પણ જણાવે છે કેન્સરનો ખતરો

NCI અનુસાર કેન્સર એક ગંભીર બીમારી છે, જેનો ખતરો ઘણા કારણે વધી શકે છે. જો પરિવારમાં કોઈ વ્યક્તિને કેન્સર થયું છે તો બીજા સભ્યોમાં પણ તેનું જોખમ વધી શકે છે. તેવું એટલા માટે કારણ કે કેટલાક પ્રકારના કેન્સરનો સંબંધ વારસાગત ફેરફાર (Genetic Risk) થી હોય છે, જે માતા-પિતાથી બાળકોમાં આવી શકે છે. જાણકારી અનુસાર પરિવારમાં કેટલાક ખાસ પ્રકારના કેન્સરનો ઈતિહાસ હોવો કોઈ સંભવિત જેનેટિક્સ કેન્સર સિન્ડ્રોમનો સંકેત હોઈ શકે છે. પરંતુ પરિવારમાં કોઈને કેન્સર હોવાનો મતલબ તે નથી કે બાકી સભ્યોને પણ આ બીમારી જરૂર થશે, પરંતુ ખતરો રહે છે, જેની પાછળ લાઇફસ્ટાઇલ, આદતો એક મોટું કારણ હોઈ શકે છે.

માતા-પિતા બાદ બાળકોને થશે આ બીમારી

NCI અનુસાર કેન્સરનો ખતરો માત્ર જેનેટિક્સને કારણે નથી વધતો, પરંતુ વ્યક્તિની ઉંમર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણ સાથે જોડાયેલી વસ્તુ પણ તેમાં ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિકોએ ઘણી એવી જોખમ વધારનારી વસ્તુની ઓળખ કરી છે, જે કેન્સરના ખતરાને વધારી શકે છે. પરંતુ કોઈ જોખમી કારણનું ઉપલબ્ધ રહેવું તે સાબિત નથી કરતું કે કેન્સર થશે. આ રીતે કોઈ એક કારણના આધાર પર તે નક્કી ન કરી શકાય કે કોઈ વ્યક્તિને કેન્સર કેમ થયું. ઘણા રિસર્ચમાં એક જ જોખમ અને કેન્સર વચ્ચે સમાન સંબંધ જોવા મળે છે, ત્યારે વૈજ્ઞાનિક તે સંબંધને સારી રીતે સમજી શકે છે.

આ પણ વાંચોઃ મોંમાં ચાંદા અને ગાંઠ: ઓરલ કેન્સરના શું હોઈ શકે લક્ષણો? AIIMS ના ડૉક્ટરે જણાવ્યા ચેતવણીરૂપ 

આ કારણે પણ વધે છે કેન્સરનો ખતરો

ઉંમરઃ વધતી ઉંમર કેન્સરના જોખમી કારણોમાંથી એક છે, જેને કંટ્રોલ ન કરી શકાય.

દારૂ અને તમાકુઃ તેનું સેવન કેન્સરનું જોખમ વધારે છે.

મેદસ્વિતા અને ખાનપાનઃ આહાર અને શરીરનું વધુ વજન પણ કેન્સરને આમંત્રણ આપી શકે છે.

હાનિકારક રસાયણઃ કેટલાક રસાયણો અને કેન્સરને પેદા કરનાર પદાર્થના સંપર્કમાં આવવાથી જોખમ વધી શકે છે.

હોર્મોનઃ શરીરમાં હોર્મોન સાથે જોડાયેલા કારણો પણ કેટલાક પ્રકારના કેન્સરને વધારવામાં ભૂમિકા નિભાવી શકે છે.

જૂના સોજાઃ લાંબા સમય સુધી રહેનાર સોજા કેન્સરના સંભવિત જોખમી કારણોમાંથી એક હોઈ શકે છે.

સંક્રમણ અને નબળી ઇમ્યુનિટી પણ તેનું કારણ બની શકે છે.

ડિસ્ક્લેમરઃ આ સમાચાર માત્ર તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES